હવે તમે પણ લગાવી શકો છો દિવાલ પર અઢળક છોડ, તો આ પ્રમાણે બનાવો પોતાનું વર્ટિકલ ગાર્ડન 

Image Source

શહેરમાં રહેતા લોકો પોતાના ઘરમાં એક સુંદર બાગ બનાવવા માંગે છે, પરંતુ તેમની મુખ્ય સમસ્યા હોય છે જગ્યા. કારણ કે ઘણા લોકો ની પાસે ઘરમાં એટલી જગ્યા હોતી નથી કે તેઓ છોડ વાવી શકે. મહાનગરમાં રહેતા લોકોને પોતાની છત અથવા તો બાલ્કની મુશ્કેલીથી મળી રહે છે અને ઘણી વખત બાલ્કની એટલી નાની હોય છે કે તેમાં મોટા કુંડા મૂકવા વિષે લોકો વિચારી પણ શકતા નથી. એવા લોકો માટે એક જ સલાહ છે અને તે છે દીવાલ એટલે કે વર્ટિકલ ગાર્ડન.

બેંગ્લોરમાં પોતાના ઘરમાં બાગ કામ કરી રહેલી સ્વાતિ ત્રિવેદી નું કહેવું છે કે જો કોઈ બાગ કામ કરવા માંગે છે તેમની માટે દીવાલ એક પર્યાપ્ત જગ્યા છે. પોતાના ઘરની કોઈપણ દિવાલ ઉપર તમે વર્ટિકલ ગાર્ડન કરી શકો છો. વર્ટિકલ ગાર્ડનને તમે તમારા ઘરમાં ઉપલબ્ધ જગ્યાના હિસાબથી અલગ-અલગ રીતથી કરી શકો છો. જેમ કે કોઈ સીધી દિવાલમાં કુંડાની ગોઠવણ કરાવે છે તો અમુક લોકો સ્ટેન્ડ બનાવીને તેની ઉપર નાના નાના કુંડા મૂકે છે. જે લોકો પોતાના બજેટ ને થોડું વધુ રાખી શકે છે તે લોકો હાઈડ્રોપોનિક ગોઠવણ પણ કરાવી શકે છે.

વર્ટિકલ ગાર્ડન નું ચલણ છેલ્લા અમુક સમયથી માત્ર ઘરોમાં જ નહીં પરંતુ પબ્લિક જગ્યાઓ પર પણ ખૂબ જ વધ્યું છે. અલગ અલગ રીતથી તમે કોઈપણ ખાલી દિવાલ ઉપર તેને હરિયાળીથી ભરી શકો છો.સ્વાતિ કહે છે કે,’વર્ટિકલ ગાર્ડન સેટઅપ કરવામાં વધુ મહેનત લાગતી નથી, ઘણા લોકો પોતાની જરૂરના હિસાબથી જાતે સ્ટેન્ડ વગેરે તૈયાર કરાવે છે અને અમુક લોકો ઈ-કોમર્સ વેબસાઈટ થી પહેલેથી જ તૈયાર વર્ટિકલ ગાર્ડન ની ગોઠવણ ખરીદી લે છે. તમે કોઈપણ પ્રકારની ગોઠવણ કરો પરંતુ અમુક બેઝિક વાતો છે જે તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ.’

આ પ્રમાણે લગાવો વર્ટિકલ ગાર્ડન 

Image Source

ગ્રીલ ઉપર લગાવો કુંડા

સ્વાતિ કહે છે કે જો તમારી બાલકનીમાં પહેલેથી જ ગ્રીલ કે પછી કોઈ જગ્યા છે, કે જ્યાં મોટી ગ્રીલ છે તો તમારે વધુ ખર્ચ કરવાની જરૂર પડશે નહીં. તેની માટે બસ તમારે હુંક વાળા કુંડા લેવાના છે. વર્ટિકલ ગાર્ડન માટે તમને ઘણા નાના કુંડા મળી શકશે જેમાં પહેલેથી જ એક હુંક અથવા હેન્ડલ લગાવેલું હોય છે તેની મદદથી તમે તેને ગ્રીલ ઉપર લગાવી શકો છો. પોતાના ગ્રીલ ની લંબાઈ અને પહોળાઈ ના હિસાબથી તમે કુંડા ખરીદી શકો છો.

“જો તમે પ્લાસ્ટિકના નાના કુંડા લઈ રહ્યા છો તો તમને 20 રૂપિયા એક કુંડાના હિસાબથી મળી જવા જોઈએ. પરંતુ આ કિંમત એરિયા પ્રમાણે અલગ-અલગ હોઈ શકે છે તેવું તેમણે જણાવ્યું. “

Image Source

લોખંડ અથવા લાકડાની ફ્રેમ બનાવી શકો છો

તેમને આગળ જણાવ્યું કે જો તમારી પાસે એટલી જગ્યા છે કે તમે લાકડાનું સ્ટેન્ડ મૂકી શકો છો તો તમે સ્ટેન્ડમાં પણ ઈન્વેસ્ટ કરી શકો છો. તમારી જરૂરત ના હિસાબથી લાકડાનું સ્ટેન્ડ બનાવીને તમે તેમાં કુંડા મૂકી શકો છો. લાકડાના સ્ટેન્ડ માટે તમારે માટી અથવા સિરામિક નાના કુંડા લેવા પડશે. આ કુંડા ની કિંમત તમને 20 રૂપિયા થી 100 રૂપિયા સુધીમાં પડી શકે છે. બની શકે છે કે સિરામિક ના ડિઝાઈનર કુંડા તમને મોંઘા પડે પરંતુ તે તમારા બજેટના હિસાબથી તમે પસંદ કરી શકો છો.

આ પ્રમાણે તમે ઈચ્છો તો લોખંડ ની ફ્રેમ પણ બનાવી શકો છો. સ્વાતિ કહે છે કે આ ફ્રેમમાં ચારેય તરફ લોખંડની મોટી મોટી પટ્ટી હોય છે જેમાં આ પેનલ ની વચ્ચે લોખંડના પાતળા તાર ની જાળી બનાવેલી હોય છે. તમે આ પ્રકારની ફ્રેમને પોતાની બાલ્કની કે ઘરના કોઈ પણ અન્ય દિવાલ ઉપર ફીટ કરાવી શકો છો. ફ્રેમ બનાવ્યા બાદ તમે એ પ્રકારના કુંડાની પસંદગી કરો જે માં છોડ લગાવ્યા બાદ આ ફ્રેમ ઉપર આસાનીથી લગાડી શકાય.

સ્વાતિ કહે છે કે, “જો તમે જાતે લાકડા અથવા તો લોખંડ ની ફ્રેમ બનાવી રહ્યા છો તો તેમાં તમારો ખર્ચ એ પ્રમાણે થશે જેટલી મોટી ફ્રેમ તમે બનાવો છો તે પ્રમાણે તેનો ખર્ચ આવશે પરંતુ તેમના હિસાબથી એક બેઝિક પાંચસોથી હજાર રૂપિયા થશે.”

ઓનલાઇન ખરીદી શકો છો વર્ટિકલ ગાર્ડન

સ્વાતિ જણાવે છે કે જો કોઈ જાતે ગોઠવણ નથી બનાવી શકતા તો તે એમેઝોન અથવા તો ફ્લિપકાર્ટ જેવી જગ્યા પરથી પણ આ ગોઠવણ ને ખરીદી શકે છે એક નાની ગોઠવણ ની કિંમત તમને 1000 રૂપિયા થી 1200 રૂપિયા સુધીમાં પડશે. ઓનલાઇન તમને જો ગોઠવણ મળે છે તો તેને લગાવવા માટે પેકેજ ની સાથે એક મેન્યુઅલ બુક પણ આવે છે જેની મદદથી તમે તમારા વર્ટિકલ ગાર્ડન ની ગોઠવણ કરી શકો છો. આ ગોઠવણ ની ખાસિયત એ છે કે તમે અલગ અલગ જગ્યા પર તેને લગાવી શકો છો.જેમ કે અમુક દિવસ તમે કોઈ ગ્રીલ પર તેને લગાવ્યુ છે તો અમુક દિવસ પછી તેને દરવાજા ઉપર પણ લટકાવી શકો છો. પરંતુ તેની માટે તમારે તે ધ્યાન રાખવું પડશે કે તમારા ઘરમાં કઈ કઈ જગ્યાએ લગાવવું સંભવ છે.

Image Source

હાઈડ્રોપોનિક પણ છે એક યોગ્ય ઉપાય

ઓછી જગ્યા વાળા લોકો હાઇડ્રોપોનીક્સ ને પણ અપનાવી શકે છે પરંતુ આ તકનિક માટે તમારે એક યોગ્ય ટ્રેનિંગની જરૂર હોય છે. હાઈડ્રોપોનિક એક્સપર્ટ અનીલ થડાની કહે છે કે, ” તમે નવ દસ હજાર રૂપિયામાં એક સારું હાઈડ્રોપોનિક સિસ્ટમ બનાવી શકો છો. પરંતુ હાઇડ્રોપોનિક સિસ્ટમ માં તમારે યોગ્ય પોષણ આપવાનું હોય છે જેનાથી છોડ યોગ્ય રીતે વિકસિત થાય. “

 તેની સાથે જ એક એવી સિસ્ટમ લગાવો જેમાં પાણીનો ફ્લો સારો રહે તમારી સિસ્ટમ ના હિસાબથી તમે તેમાં છોડ પણ લગાવી શકો છો જેમ કે ટામેટા,લીલા મરચાં વગેરે પણ ઉગાડી શકો છો અનિલ કહે છે કે હાઈડ્રોપોનિક માટે તમારે થોડા વધુ બજેટ ની જરૂર પડશે ઇન્વેસ્ટ કરવા માટે પહેલા એ વાતનું ધ્યાન રાખવું કે તમે આ તકનીક બારીકીથી શીખી લો કારણ કે જો તમારું મન છે તો તમને શીખવા માટે વધુ સમય લાગશે નહીં. અને હાઈડ્રોપોનિક તકનીક ઉગતી શાકભાજી પોષણના હિસાબે સૌથી સારી હોય છે.

Image Source

આ વાતોનું રાખો ધ્યાન

  • સ્વાતિ જણાવે છે કે માત્ર વર્ટિકલ ગાર્ડન ની ગોઠવણ જ નહીં પરંતુ તમે કેવા પ્રકારનું પોટીંગ મિક્સ બનાવો છો કયા છોડ લગાવો છો આ વાતો પર પણ ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે.
  • પોટીંગ મિક્સ માટે વધુમાં વધુ કોકોપીટ અને ખાતરનો ઉપયોગ કરો.
  • આ પ્રકારના કુંડા એકસાથે લગાવો જેમાં એક સાથે બરાબર તડકો અને તાપમાનની જરૂર પડતી હોય.
  • એવા પ્રકારની જગ્યાની પસંદગી કરો જે વરસાદથી સુરક્ષિત હોય. અને તેને પર્યાપ્ત માત્રામાં તાપ પણ મળતો રહેવો જોઈએ.
  • નિયમિત રૂપથી પાણી આપો કારણ કે કુંડા નાના હોવાના કારણે વધુ સમય સુધી તેમાં ભેજ રહેતો નથી.
  • તમે તમારું ગાર્ડન ક્યાં ગોઠવણ કરી રહ્યા છો તે અનુસાર કુંડા લગાવો. ઇન્ડોર અને આઉટડોર નો ખાસ ધ્યાન રાખો.
  • હંમેશા એવા છોડ લગાવો જે વધુ મોટા ન થાય.
  • કોઈપણ દિવાલ ઉપર તમે વર્ટિકલ ગાર્ડન ની ગોઠવણ કરી રહ્યા છો તો તેની ઉપર સૌપ્રથમ પ્લાસ્ટિકની સીટ લગાવી શકો છો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment