ખીચડી ખૂબ લાંબા સમયથી ભારતીય ભોજનનો એક મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે.
દર શનિવારે લગભગ દરેક ભારતીય ઘરમાં ખીચડી જરૂર બને છે. તે સ્વસ્થ પણ હોય છે અને ખૂબ સરળતાથી બની પણ જાય છે. પરંતુ તેની સાથે તે પણ જોવા મળે છે કે મોટાભાગના ઘરમાં ફકત સાદી ખીચડી જ બને છે. જો તમે પણ રોજ રોજ સાદી ખીચડી ખાઈને થાકી ગયા છો, તો આજે અમે તમારા માટે ખીચડીની ખુબજ સ્વાદિષ્ટ વેરાયટી લઈને આવ્યા છીએ, જેને તમે સરળતાથી ઘરે બનાવીને ટેસ્ટ કરી શકો છો. તો ચાલો જાણીએ આ ખીચડીની રેસિપી વિશે.
પાલક ખીચડી –
સામગ્રી:
- ચોખા – ૨ કપ
- પાલક – ૨૦૦ ગ્રામ
- હળદર પાવડર – ૧/૨ ચમચી
- પીળી મગદાળ – ૧/૩ કપ
- લસણ કળી – ૪,૫
- જીરુ – ૧/૨ ચમચી
- ડુંગળી – ૧ બારીક કાપેલ
- ઘી – ૧ ચમચી
- ગરમ મસાલો – ૧/૨ ચમચી
- ટામેટું – ૧ બારીક કાપેલું
- મીઠું – સ્વાદ મુજબ
- આદુ – ૧/૨ ચમચી
- લવિંગ – ૨
બનાવવાની રીત:
- સૌથી પહેલા તમે દાળ અને ચોખાને સાફ કરીને કૂકરમાં નાખો અને તેમાં પાણી, મીઠું, હળદર પાવડર, લસણની કળી, લવિંગ અને આદુને નાખીને ત્રણ થી ચાર સીટી કરો.
- હવે તમે પાલકને પણ સાફ કરીને કાપી લો. સાફ કર્યા પછી તેને મિક્સરમાં નાખીને પીસી લો.
- ત્યારબાદ એક વાસણમાં ઘી નાખીને ગરમ કરો અને તેમાં ગરમ મસાલો, ડુંગળી, લસણ અને ટમેટા નાખીને સોનેરી થાય ત્યાં સુધી શેકી લો.
- સારી રીતે શેક્યા પછી આ મિશ્રણ અને પાલકને ખીચડીમાં નાખો અને થોડી વાર પાકવા દો.
- બીજી બાજુ એક વાસણમાં ઘી, જીરુ, લસણની કળી અને લાલ મરચાને શેકીને વઘાર કરી લો.
- પૌષ્ટિક ખીચડી પીરસવા માટે તૈયાર છે.
બાજરાની ખીચડી –
સામગ્રી:
- બાજરો – ૨ કપ
- મગદાળ – ૧ કપ
- મીઠું – સ્વાદ મુજબ
- ઘી – ૨ ચમચી
- હિંગ – ૧/૨ ચમચી
- જીરુ – ૧/૨ ચમચી
- ધાણાના પાંદડા – ૨ ચમચી
- લાલ મરચું પાવડર – ૧/૨ ચમચી
- ગરમ મસાલો – ૧/૨ ચમચી
- ધાણા પાવડર – ૧/૨ ચમચી
બનાવવાની રીત:
- • સૌથી પહેલા તમે બાજરાને પાણીથી સારી રીતે સાફ કરીને દળી લો. દળ્યા પછી તેમાંથી ભૂસિયા કાઢી લો.
• ત્યારબાદ બાજરા અને મગદાળને કૂકરમાં નાખીને ત્રણ થી ચાર સીટી થવા દો.
• હવે તમે એક વાસણમાં ઘીની સાથે જીરુ, હિંગ, ધાણા પાવડર, ગરમ મસાલો અને લાલ મરચું નાખીને સોનેરી થાય ત્યાં સુધી સારી રીતે શેકી લો.
• ૨ થી ૫ મિનીટ પકાવી લીધા પછી ત બાજરામાં મિશ્રણ નાખો અને ૪ થી ૫ મિનીટ પકવ્યાં પછી ગેસ બંધ કરી દો.
• તે એક આરોગ્યપ્રદ આહાર પણ છે.
મસાલા ખીચડી –
સામગ્રી :
- ચોખા – ૧/૨ કપ મગદાળ – ૧/૩ કપ
- ઘી – ૨ ચમચી
- હિંગ – ૧/૨ ચમચી
- હળદર પાવડર – ૧/૨ ચમચી
- ગરમ મસાલો – ૧/૨ ચમચી
- મીઠું – સ્વાદ મુજબ
- જીરુ – ૧/૨ ચમચી
- ટામેટું – ૧
- આદુ – ૧/૨ ચમચી
- લાલ મરચું પાવડર – ૧/૨ ચમચી
- લવિંગ – ૨
- મરી – ૧/૨ ચમચી
- તેજ પાન, – ૩
- મગફળી – ૧/૨ કપ
બનાવવાની રીત:
- સૌથી પહેલા તમે ચોખા અને મગદાળને પાણીમાં નાખીને ૧૫ થી ૨૦ મિનીટ માટે તેમજ રહેવા દો.
- હવે એક કૂકરમાં ઘી ગરમ કરો અને તેમાં જીરું, લવિંગ, તેજ પાન , ડુંગળી અને મગફળીને થોડી મિનિટ શેકી લો.
- હવે તેમાં ચોખા, મગદાળ, મીઠું, લાલ મરચું, હળદર પાવડર અને ગરમ મસાલો ઉમેરીને સારી રીતે શેકી લો.
- ત્યારબાદ તેમાં ૨ થી ૩ કપ પાણી નાખો અને ધીમા તાપે બે સિટી થવા દો.
- બે સિટી થયા પછી ગેસને બંધ કરી દો અને કુકરથી પ્રેશર નીકળ્યા પછી થાળીમાં કાઢીને સર્વ કરો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team