ગરમીઓમાં તરબૂચ જ નહી,પરંતુ તેના છિલકા પણ રાખશે આ ગંભીર બીમારીઓથી દુર

તરબુચને ગરમીની ઋતુમાં ખાવામાં આવે છે. ઉનાળામાં તે શરીરને હાઇડ્રેટ કરવામાં મદદ કરે છે, પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે તરબૂચના જે ભાગને તમે ફેંકી દો છો તેને પણ ખાઈ શકાય છે. તરબૂચના બી અને છાલ તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તરબૂચની લીલી ત્વચા અને ગુલાબી પલ્પ વચ્ચેનો સફેદ ભાગ ઘણા પોષક તત્વોથી ભરપુર હોય છે.

image source

હેલ્થલાઈનના સમાચાર મુજબ, તરબૂચના આ ભાગમાં Citrulline હોય છે,જે તમને ફ્રી રેડિકલ્સથી બચાવવામાં મદદ કરે છે. તે એમિનો એસિડ છે, જે હૃદય, રુધિરાભિસરણ તંત્ર અને રોગપ્રતિકારક શક્તિ માટે જરૂરી છે. આ સિવાય તરબૂચની છાલમાં કાર્બોહાઇડ્રેટ, વિટામિન સી, વિટામિન એ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને ઝીંક પણ હોય છે. ચાલો તમને જણાવીએ કે તરબૂચની છાલ સેહત માટે કેવી રીતે સારી સાબિત થઈ શકે છે.

image source

 હૃદય માટે એટલું જ ફાયદાકારક

તરબૂચની છાલ તમારા હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે. તે બ્લડ સર્ક્યુલેશનને યોગ્ય રાખે છે જે હૃદય માટે ફાયદાકારક છે. આ ઉપરાંત તેમાં હાજર Citrulline લોહીના પ્રવાહને સારી રીતે બનાવવા અને હાર્ટ ફેલ્યોર અને કોરોનરી આર્ટરી બિમારીના રોગોમાં ફાયદાકારક છે.

image source

કીડનીને સ્વસ્થ રાખે છે

તરબૂચની છાલમાં પોટેશિયમ હોય છે, જે કિડનીને સ્વસ્થ રાખવા માટે ફાયદાકારક છે. તરબૂચની છાલમાં હાઇડ્રેટિંગ ગુણ હોય છે જે યુટીઆઈમાં પણ ફાયદાકારક છે. યુટીઆઈની સમસ્યામાં તમે નિયમિતપણે એક ગ્લાસ તાજા તરબૂચનો રસ પી શકો છો.

image source

બીપી અને વજન નિયંત્રણ કરવામાં મદદરૂપ

તરબૂચથી લઇ તરબૂચની છાલ તમારા હાઈ બીપીને ઘટાડવામાં મદદ કરી શકે છે. આ રુધિરવાહિનીઓને પાતળી કરવામાં મદદ કરે છે અને બદલામાં બ્લડ પ્રેશરને નોર્મલ રાખવામાં મદદ કરે છે. તરબૂચની છાલ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

image source

ઊંઘમાં સુધારો કરે છે

તરબુચની છાલમાં મેગ્નેશિયમ હોઈ છે. આ એક એવો ખનીજ છે જે સારી ઊંઘ મેળવવામાં મદદ કરી શકે છે. તરબૂચ તમારા મેટાબોલીજ્મ ને વિનીયમિત કરવામાં મદદ કરે છે, જે ઊંઘ ના આવવાની સમસ્યાને દુર કરવામાં મદદ કરે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment