જીવનસાથી ની ટેવ જ નહીં પરંતુ તેના મેસેજ પણ તમારા સબંધોને બગાડે છે.

આ વાતમાં તો કંઈ શંકા નથી કે પ્રેમનો એકરાર કરવા માટે આપણે આપણા જીવનસાથીને એવા ઘણા મેસેજ મોકલીએ છીએ જે આપણા મનની વાત સીધી જીવનસાથી સુધી પહોંચાડી દે. જ્યારે આપણે સંપૂર્ણ રીતે એક સંબંધમાં આવી જઈએ છીએ, ત્યારે તેજ પ્રેમ ભરેલા મેસેજ ઓમાં તફાવત આવવા લાગે છે. એવું શા માટે?

આ વાતમાં તો કોઈ શંકા નથી કે પ્રેમનો એકરાર કરવાની રીતો માંથી ટેક્સિંગ (જીવનસાથીને મોકલવામાં આવતા મેસેજ ) પણ છે, જેમાં આપણે ખૂબ જ સરળતાથી મનની વાત જીવનસાથીને કહી દઈએ છીએ. માન્યું કે પહેલાના જમાનામાં જીવનસાથીને પત્ર લખવો એ જ પોતાનો પ્રેમ દર્શાવવાનો એક માત્ર માર્ગ હતો. પરંતુ ધીમે ધીમે જેમ સમય બદલાયો છે તેમ લાગણીઓ ને દર્શાવવાના અંદાજમાં પણ ઘણો સુધારો થયો છે. હવે વધારે પાડતા લોકો સોશીયલ મીડિયા નો સહારો લઈ ને પોતાના જીવનસાથીને તેમના મનની વાતને કેહવાનું પસંદ કરે છે. પરંતુ વિચારવા જેવી વાત એ છે જે મેસેજ ઓનો આધાર લઈને તમે તમારા જીવનમાં પ્રેમના જે રંગો ભર્યા હતા, આજે તેજ મેસેજ તમારા સંબંધને બગાડવામાં કેમ સૌથી આગળ છે?

કદાચ જ એવું કોઈક યુગલ હશે જે તેમના જીવનસાથીને સંદેશો મોકલતા પહેલા વિચારે. જીવનસાથી સાથે વાત કરતી વખતે આપના મનમાં જે આવે તે આપણે લખી દઈએ છીએ અને કોઈ ભય વગર કે તેને કેવું લાગશે? કે તે મારા વિષે કેવું વિચારશે? પરંતુ શું તમે જાણો છો કે જીવનસાથીને સંદેશો કરતી વખતે આપણે અમુક એવી ભૂલો કરી દઈએ છીએ, જેનો આપણા સંબંધને બગાડવામાં સૌથી મોટો હાથ હોય છે.

એક જ વાત વારંવાર કહેવી.

એ વાતમાં કોઈ શંકા નથી કે મેસેજ દ્વારા વાત કરતી વખતે આ વાતનો બિલકુલ અંદાજો નથી લગાવી શકતા કે સામે વાળાનો મૂડ કેવો છે? શું તે ખરેખર આ સમયે તેની સાથે વાત કરવા માંગે છે કે નહીં. ટેકસ્ટ મેસેજ ની સૌથી મોટી ખરાબી જ એ છે કે જીવનસાથી એકવાર ફોન ચૂકી જાય તે સાથે જ આપણે તેની સામે સવાલોની શ્રેણી મૂકી દઈએ છીએ. જેનાથી તે પરેશાન થઈને તમારાથી દુર થઇ જાય છે.

જો તમારો જીવનસાથી તમને પ્રેમભર્યા મેસેજ મોકલે છે, જેનો જવાબ તમે ફક્ત હમમ, ઓકે થી આપો છો તો આ પણ તમારા સંબંધ માટે સારું નથી, ખરેખર જીવનસાથીને વારંવાર આ પ્રકારના મેસેજ મોકલવાથી તેને એવું લાગવા માંડે છે કે, તમે તેની સાથે વાત કરવામાં રુચિ નથી લઈ રહ્યા, જેના કારણે બંને વચ્ચે તણાવ ઉત્પન્ન થવા લાગે છે. એવામાં જો તમે વધુ લાંબી વાર કરવાના મૂડ મા ન હોવ, તો ઉત્તમ રહેશે જે તમે હમમ કે ઓકે લખવાને બદલે જીવનસાથીને ચોખ્ખું કહી દો કે તમે અત્યારે વ્યસ્ત છો, જેના લીધે તેની સાથે વાત નહિ કરી શકે.

સમસ્યાને જગ્યા.

વધુ પડતાં યુગલો વચ્ચે એવું જોવા મળ્યું છેકે હવે તેઓ પ્રેમભરેલી ક્ષણોનો આનંદ માણવાને બદલે, તે બંને એકબીજા સાથે મેસેજ ઓમા સમસ્યાઓની વાતચીત કરવાનું વધારે પસંદ કરે છે, જેના કારણે પણ બંને વચ્ચે ક્યારેય વસ્તુઓ સારી નથી થતી. ઘણીવાર આપણે એ વાતને ભૂલી જઈએ છીએ કે સંબંધોમાં મેસેજ ઓ દ્વારા સમસ્યાને શેર કરવાથી આપણે સને વાળાનો દૃષ્ટિકોણ સમજી નથી શકતા, જેના કારણે સાચી વાત પણ આપણને ખોટી લાગવા માંડે છે.

ક્યાં છો.

વધારે પડતાં યુગલોના ખરાબ સંબંધોનું કારણ ‘ક્યાં છો ‘ વાળો સંદેશો પણ છે. માંની લો કે તમે તમારા જીવનસાથીને બધી વાતની જાણકારી આપીને જઈ રહ્યા છો અને તેમ છતાં તેનો ‘ ક્યાં છો ‘ વાળો એક સંદેશો તમારો તણાવ વધારવા અને મૂડ ખરાબ કરવા માટે પૂરતો છે. આ પ્રકારના ટેક્સ્ટ મોકલવાથી તમારા સાથીને આશ્ચર્ય થશે કે શું તમે તેના પર ભરોસો નથી કરતા? અમે માની શકીએ છીએ કે તમને તમારા સાથીની ચિંતા છે, પરંતુ તમે ઇચ્છો તો ‘ ક્યાં છો ‘ ની જગ્યાએ ‘ બધું બરાબર છે? ‘ એવો સંદેશો મોકલીને પણ તમારી ચિંતા ઓછી કરી શકો છો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

1 thought on “જીવનસાથી ની ટેવ જ નહીં પરંતુ તેના મેસેજ પણ તમારા સબંધોને બગાડે છે.”

Leave a Comment