ગાજરનું ફકત સલાડ જ ન ખાઓ, પરંતુ તેનાથી ચેહરો પણ ચમકાવો, ખાસ કરીને કાળી ત્વચા માટે આ ફેસપેક થી અઠવાડિયામાં જ અસર દેખાશે

Image source

વાત જ્યારે સુંદર દેખાવાની આવે છે તો સ્વાસ્થ્યને તમે તેનાથી અલગ નથી કરી શકતા. કેમકે જે વ્યક્તિ સ્વસ્થ નથી, તે સુંદર દેખાઈ શકતા નથી. કેમકે તમારી ત્વચા શરીરના કુપોષણ અને નબળાઈ ઓને જાહેર કરશે. સુંદરતાની બાબતમાં એક વધુ ખાસ વાત સામે આવી છે, તે એ છે કે કોઈ એક બ્યુટી પ્રોડક્ટ કે સ્કિન કેર રૂટિન કોઈ એક વ્યક્તિ પર સારી અસર કરી રહી છે, તો જરૂરી નથી કે તેની તેવીજ અસર દરેક વ્યક્તિ પર જોવા મળશે.

જરૂર મુજબની સંભાળ:

Image source

જેવી રીતે આપણને ખાવા માટે જુદી જુદી ઋતુમાં અલગ વસ્તુ જોઈતી હોય છે, ઠીક તેવીજ રીતે આપણી ત્વચાને પણ દરેક ઋતુમાં જુદા પ્રકારની સંભાળ જોઈતી હોય છે. ખાસ વાત તે છે કે પકૃતીએ માણસને આ જરૂરિયાત આપી છે, અને આ જરૂરિયાતનું સમાધાન પણ આપ્યું છે.

એટલા માટે દરેક ઋતુમાં જુદા પ્રકારના ફળ અને શાકભાજી આવે છે. જેથી દરેક પ્રકારની જરૂરિયાતને પૂરી કરી શકાય. તે ફળ અને શાકભાજી તમને બે પ્રકારે સુંદર બનાવવાનું કામ કરે છે. એક એ જ્યારે તમે તેને ખાઈને સુંદર બનો છો અને બીજી રીત તે છે જ્યારે તમે તેને તમારી ત્વચા પર લગાવીને સુંદરતામાં નિખાર લાવો છો.

જો તમારો રંગ કાળો છે, તો આવી રીતે નિખાર મેળવો:

Image source

જો તમારો રંગ કાળો છે અને તમે ત્વચાને સ્વસ્થ, સુંદર અને ચમકદાર બનાવવા માંગો છો તો શિયાળાની આ ઋતુમાં ગાજર તમારા માટે ઘણું મદદરૂપ થઈ શકે છે. અહી અમે ખાસ કરીને કાળા રંગના લોકો માટે થોડા ફેસ પેક અને ફેસ માસ્ક લઈને આવ્યા છીએ. જેના માધ્યમથી તમારા રૂપમાં નિખાર આવશે જ સાથે સાથે તમારી ત્વચા વધારે ચમકદાર અને આકર્ષિત પણ બનશે.

જો તમે ત્વચાની શુષ્કતા દૂર કરવા માંગતા હોય તો:

Image source

તમારી ત્વચા કાળી છે અને શિયાળામાં શુષ્કતાના કારણે તમારી ત્વચા નિર્જીવ દેખાવા લાગે છે તો ગાજરને મધની સાથે મિક્સ કરીને હાઇડ્રેટિંગ મોઈશ્ચરાઈઝર બનાવો. આ મોઈશ્ચરાઈઝર બનાવવાની રીત નીચે મુજબ છે.

 •  અડધી ચમચી મલાઈ
 •  ૨ ચમચી જાળીદાર ગાજર

એક ચમચી મધ લઈ લો. આ ત્રણેય વસ્તુને એક વાટકીમાં સારી રીતે મિક્સ કરી લો. તમારું ફેસ પેક તૈયાર છે.
હવે ચેહરા પર ફેસ પેક લગાવતા પહેલા જરૂરી છે કે તમે તમારો ચેહરો ધોઈને સાફ કરી લો. જેથી ત્વચા પર જામેલ ધૂળ અને પ્રદૂષણ દૂર થાય, ત્વચાના છિદ્રો માં જામેલી ગંદકી નીકળી જાય. ત્યારબાદ કોટનના મુલાયમ રૂમાલથી તમારો ચહેરો સાફ કરો અને આ ફેસ પેકને લગાવી લો.
આ ફેસ પેકને ૨૦ મિનીટ સુધી ચહેરા પર લગાવી રાખો અને પછી હળવા હાથથી ઘસીને આ પેકને હટાવી દો. ચેહરાને તાજા પાણીથી ધોઈ લો અને સારું મોઈશ્ચરાઈઝર લગાવી લો. તમે અઠવાડિયામાં ઓછામાં ઓછી ૪ વાર આ પેકનો ઉપયોગ કરો. તમને એક અઠવાડિયાની અંદર જ તમારી ત્વચામાં ફર્ક જોવા મળશે.

કાળી ત્વચા પરથી ખીલને દૂર કરવા માટે:

Image source

તમારા ચહેરા પર વારંવાર ખીલ થઈ રહ્યા છે અને શિયાળાની ઋતુમાં પણ તમને આ સમસ્યાથી છુટકારો નથી મળી રહ્યો તો ગાજરને તજ પાવડર સાથે મિક્સ કરીને ફેસ પેક તૈયાર કરો. આ પેક લગાવવાથી તમને લાભ જરૂર થશે. ફેસ પેક તૈયાર કરવા માટે આ વસ્તુની જરૂર પડશે….

 •  ૨ ચમચી જાળીદાર ગાજર
 •  ૫ ચપટી તજ પાવડર
 •  ૧ ચમચી મલાઈ
 •  ૫ ટીપા ગુલાબજળ

આ બધી વસ્તુને એક વાટકીમાં લઈને પેસ્ટ બનાવો. તૈયાર પેસ્ટને ધોઈને સાફ કરેલા ચેહરા પર લગાવી લો. લગભગ ૨૦ મિનીટ પછી ચહેરાને તાજા પાણીથી ધોઈ લો. ત્યારબાદ ચહેરા પર ટોનરનો ઉપયોગ જરૂર કરો. તમે વધુ સારી રીતે ગ્રીન ટી ટોનરનો ઉપયોગ કરો.
તે તમારી ત્વચાના ખુલ્લા છિદ્રોને બંધ કરવામાં મદદ કરે છે. ખીલ આવી રહેલ ખંજવાળને શાંત કરશે અને ત્વચા પર સક્રિય ખીલ વધારતા બેક્ટેરિયાને મારવામાં મદદ કરશે. એક અઠવાડિયા સુધી આ પેકનો ઉપયોગ કર્યા પછી ફર્ક તમે જાતે અનુભવ કરી શકશો.

ચમક વધારવા માટે ફેસ પેક:

Image source

ત્વચાની ચમક વધારવા માટે તમારે ગાજર અને ગુલાબજળના ફેસ પેકની જરૂર પડશે. આ પેક વિશે પણ અમે તમને તેજ કહેશું કે અઠવાડિયાના સાત દિવસ નહિ માત્ર પાચ દિવસ પણ તમે આ પેકને નિયમિત લગાવી લેશો તો પોતાની જાતે આ અસરનો અનુભવ કરશો. આ ફેસ પેક બનાવવા માટે તમને જરૂર પડશે…

 •  ૨ ચમચી ગુલાબજળ
 •  ૨ ચમચી જાળીદાર ગાજર
 •  ૧ ચમચી ચણાનો લોટ
 •  અડધી ચમચી મલાઈ

આ બધી વસ્તુને એક વાટકીમાં લઈને મિક્સ કરી લો. તૈયાર પેસ્ટને ચેહરો ધોઈને તેના પર અજમાવો અને ૨૦ મિનીટ માટે લગાવી રહેવા દો. જ્યારે પેસ્ટ સુકાઈ જાય ત્યારે હળવા હાથોથી ઘસીને પેસ્ટને હટાવી દો. ચેહરાને તાજા પાણીથી ધોઈ લો અને પછી કોટનના મુલાયમ રૂમાલથી હળવા હાથથી લૂછી લો.

બસ છેલ્લું અને જરૂરી કામ:

Image source

હવે એક રૂ ના બોલ( કોટન બોલ ) ને ગુલાબજળમાં પલાળી લો અને આખા ચહેરા પર ટોનર ની જેમ લગાવી લો. જો ત્વચામાં શુષ્કતા હોય,તો તમે ઉપરથી એલોવેરા જેલ લગાવી શકો છો અથવા કોઈ પણ સારુ મોઈશ્ચરાઈઝર લગાવી શકો છો. તમે ઇચ્છો તો બદામના તેલના બે ટીપા લઈને ચેહરા અને ગળા પર તેનાથી મસાજ કરી શકો છો. આમ કરવાથી ચહેરાની ત્વચામાં ઑક્સિજનનું સ્તર વધવામાં મદદ મળશે. આથી તમારી ત્વચા ચમકદાર અને સ્વસ્થ દેખાશે.

શિયાળામાં ફેસ પેક લગાવવાના ફાયદા:

Image source

શિયાળામાં ચહેરા પર ફેસ પેક લગાવવાના ઘણા ફાયદા થાય છે.ખાસ કરીને જો આપણે કાળી ત્વચાની અહી વાર કરીએ તો ગાજરનું ફેસ પેક તમારા માટે કોઈ વરદાનની જેમ છે. જે શિયાળાની ઋતુમાં તમારી ત્વચાને નુકશાન, શુષ્ક અને ડલનેસથી બચાવશે. તેની સાથેજ જો તમે તેનો નિયમિત ઉપયોગ કરશો તો દરેક વખતે એક પ્રાકૃતિક ચમક તમારા ચહેરા પર જોવા મળશે. ગાજરના ફેસ પેકને લગાવવાના નિમ્ન ફાયદા છે…..

 •  ત્વચાની મૃત કોશિકાઓને હટાવે છે.
 •  ત્વચમાં ઓક્સિજન અને બ્લડ સપ્લાઇ વધારવામાં મદદ કરે છે.
 •  ત્વચામાં વિટામિન અને ખનીજની ઉણપ ને દૂર કરે છે.
 •  ઠંડી હવાઓના કારણે ત્વચામાં સુકાપણું થવા દેતું નથી.
 •  કોશિકાઓમાં ભેજને વધારે છે અને મુલાયમતા જાળવી રાખે છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *