ગર્ભાવસ્થામાં ભૂલથી પણ આ યોગાસન કરવા નહિ, તેનાથી ફાયદાને બદલે નુકસાન થઈ શકે છે

ગર્ભાવસ્થા દરમિયાન પ્રથમ ત્રણ મહિના ઘણા જટિલ હોય છે. તેવી પરિસ્થિતિમાં આ યોગાસન કરવાથી બચવું જોઈએ.

ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓને ઘણા શારીરિક અને માનસિક ફેરફારોમાંથી પસાર થવું પડે છે. આ દરમિયાન બાળકની સાથે સાથે પોતાનું ધ્યાન રાખવું પણ ઘણું મહત્વપૂર્ણ હોય છે. શરૂઆતના ત્રણ મહિના ઘણા મુશ્કેલી ભર્યા હોય છે. આ સ્થિતિમાં ડોક્ટર પણ વધારે ધ્યાન રાખવાની સલાહ આપે છે. ગર્ભાવસ્થામાં કેટલીક સ્ત્રીઓ યોગને મહત્વ આપે છે. યોગ તણાવ ઓછો કરે છે અને શરીરને ફિટ રાખે છે. પરંતુ, ગર્ભાવસ્થા દરમિયાન કેટલાક એવા યોગ મુદ્રા છે જેને ભૂલથી પણ કરવા જોઇએ નહીં કેમકે તેનાથી તમારા ગર્ભમાં વિકસી રહેલા બાળકને નુકસાન થઈ શકે છે.

Image Source

બો પોઝ:

ગર્ભાવસ્થાના પ્રથમ ત્રણ મહિના ઘણા મુશ્કેલી ભર્યા હોય છે. આ સ્થિતિમાં તે દરમિયાન બો પોઝ કરવાથી બચવું જોઈએ. કેમકે તેમાં તમારા ગર્ભાશય પર ખૂબ તાણ પડે છે, જેનાથી બાળકને નુકસાન થઈ શકે છે.

સાઈડ એંગલ પોઝ:

પ્રથમ ત્રણ મહિનામાં બાળક વધવાનો પ્રયત્ન કરે છે. તેવી સ્થિતિમાં સાઈડ એંગલ પોઝ કરવો જોઈએ નહિ. કેમકે, આ યોગ કરવા માટે તમારે કમરને વાળવાની જરૂર હોય છે, જે બાળક માટે નુકશાનકારક થઈ શકે છે.

ફૂલ વ્હીલ:

ફૂલ વ્હીલ યોગાસનને ગર્ભાવસ્થા દરમિયાન સંપૂર્ણ રીતે બંધ કરવા જોઈએ. કેમકે, તે ગર્ભને નુકશાન પહોંચાડી શકે છે. પરંતુ, જો તમે આ આસનનો નિયમિતપણે અભ્યાસ કરો છો, તો તમે તેને ચાલુ રાખી શકો છો.

પશ્ચિમોત્તાનાસન:

ગર્ભાવસ્થામાં આ યોગાસન નુકસાનકારક સાબિત થઈ શકે છે. કેમકે, તેમાં કમરથી ઉપરના ભાગને આગળ તરફ જુકવવામાં આવે છે. આ આસન પેટને સંકુચિત કરી શકે છે.

વિક્રમ યોગ:

ગર્ભાવસ્થા દરમિયાન ત્રીજા મહિનામાં શરીરનું તાપમાન વધારે હોય છે કેમકે, આ દરમિયાન તમારા ચયાપચયમાં વધારો અને શરીરમાં હોર્મોનલ વધ ઘટ થાય છે. આ સ્થિતિમાં ગરમ ઓરડામાં કરવામાં આવતા વિક્રમ યોગ તમારા અને બાળકના સ્વાસ્થ્યને અસર કરી શકે છે.

ત્રિકોણાસન:

ગર્ભાવસ્થા દરમિયાન ત્રિકોણાસન કરવું ઘણુ ફાયદાકારક હોય છે. આ આસન પાચન શક્તિને વધારવા માટે ઉતમ માનવામાં આવે છે. તે શરીરને લવચીક પણ બનાવે છે.

વીરભદ્ર આસન:

આ આસન ગર્ભાવસ્થામા સંપૂર્ણ શરીર માટે ફાયદાકારક હોય છે. તેના માટે સામાન્ય સ્થિતિમાં ઊભા થઇને હાથને આગળ રાખો. ડાબા પગને આગળ લઈ જાઓ અને હાથને ઉપર તરફ ખેંચો.

ઉપરોક્ત દરેક માહિતી અમે ઇન્ટરનેટ ના મધ્યામ થી લીધેલ છે તો અમે આની પુષ્ટિ નથી કરતાં 

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment