જીમ જઈને નહિ, પરંતુ આમળાં અને જીરાનું પાણી પીને આ છોકરીએ ૨૭ કિલો વજન ઘટાડ્યું

ઝડપથી વધી રહેલી મેદસ્વિતાની સમસ્યા દરેક ઉમરના લોકોને અસર કરી રહી છે. વજન વધવાથી ફક્ત સ્વાસ્થ્ય જ ખરાબ નથી થતું પરંતુ અનેક પ્રકારના રોગો પણ ઉતપન્ન થાય છે. ફક્ત એટલું જ નહિ શરીરની ચરબી તમારા દેખાવ ને પણ બગાડે છે, જેનાથી ઘણા લોકોનો આત્મવિશ્વાસ ઓછો થવા લાગે છે.

Image Source

૩૦ વર્ષીય આસિસ્ટન્ટ પ્રોફેસર કૃતિકા ખુંગેર પોતાના દેખાવથી ખુશ ન હતી. તેનું વજન વધીને ૮૦કિલો સુધી પહોંચી ગયું હતું. આમ છતાં તેને ખબર હતી કે તંદુરસ્ત રેહવા માટે તેને પોતાની જીવનશૈલી બદલવી પડશે. જીમ કર્યા વગર કૃતિકા એ એક વર્ષમાં ૨૭ કિલો વજન ઓછું કરી દીધું. ચાલો જાણીએ તેના વજન ઘટાડાની મુસાફરી વિશે.

ટર્નિંગ પોઈન્ટ

કૃતિકા કહે છે કે,”હું બાળપણથી જ જાડી હતી. શાળામાં બાળકો મારી મજાક ઉડાવતા હતા પરંતુ મે ક્યારેય વજન ઘટાડવા ની કોશિશ કરી ન હતી. મે તેની સાથે જીવતા શીખી લીધું હતું. મોટા થયા પછી હું જ્યારે બીજાને જોતી હતી, ત્યારે મને લાગતું હતું કે તંદુરસ્ત રેહવુુ ખૂબ જ જરૂરી છે. પછી ને ગંભીરતા પૂર્વક મારા શરીર પર કામ કરવાનું ચાલુ કર્યું. યોગ, ભોજન અને ઘરે કસરત કરીને મે મારૂ વજન ઘટાડી લીધું. મારે જીમમાં એક રૂપિયાનો પણ ખર્ચ કરવો પડ્યો નહિ.”

Image Source

ડાયેટ પ્લાન

કૃતિકા કહે છે કે,” વજન ઘટાડવા માટે હું સાતેય દિવસ જુદો જુદો આહાર લેતી હતી.”

  • સવારનો નાસ્તો: વેજીટેબલ પૌવા કે વેજીટેબલ દાળ ખીચડી કે વેજીટેબલ ઉપમા કે વેજ સેન્ડવીચ, પનીર વેજ સલાડ, ઓવરનાઈટ ઓટ્સ, મગની દાળના ચીલા, આ ઉપરાંત હું સવારની શરૂઆત એક કપ હૂંફાળા આમળાં જીરાના પાણીથી કરતી હતી.
  • મીડ મોર્નિંગ નાસ્તો: ગ્રીન ટી, બદામ, કીસમીસ અને અખરોટ નો એક વાટકો.
  • બપોરનું ભોજન: બે મિક્સ અનાજની રોટલી, એક વાટકી લીલા શાકભાજી, દહીં અને સલાડ.
  • સાંજનું ભોજન: સલાડ, સૂપ, દાળ ખીચડી.
  • વર્કઆઉટ પહેલાંનું ભોજન: એક કપ બ્લેક કોફી
  • વર્કઆઉટ પછીનું ભોજન: એક ચમચી પ્લાન્ટ આધારિત પ્રોટીન

Image Source

મારું વર્કઆઉટ

વજન ઘટાડવા માટે કૃતિકા દરરોજ સવારે પાચ વાગ્યે ઉઠતી હતી. તે જણાવે છે કે,” સવારે ઉઠ્યા પછી તે નિયમિત યોગા, એચઆઇઆઇટી અને કાર્ડિયો કરતી હતી. ત્યારબાદ તે જરૂરી પાણી પીતી હતી અને શરીરને હાઇડ્રેટ કરતી હતી. તેનાથી મારું ઊર્જાનું સ્તર વધી જતું હતું અને શરીરમાં જામેલા ઝેરીલા પદાર્થ બહાર નીકળી જતા હતા. મેદસ્વીતા દૂર કરવા માટે હું જીમ નથી ગઈ.”

આમ જળવાઈ રહ્યું મોટીવેશન

કૃતિકા આગળ જણાવે છે કે,” જ્યારે પરિણામ સારું મળે છે ત્યારે કોઈ વસ્તુ પ્રત્યે જુનુન આપોઆપ વધી જાય છે. મારું વજન ધીમે ધીમે ઘટી રહ્યું હતું, દેખાવમાં પણ બદલાવ થઈ રહ્યો હતો. સાથે મારા શરીરના સોજા ઓછા થવા લાગ્યા અને હવે મને સુસ્તી નો અનુભવ પણ નહોતો થતો. મારા દેખાવમાં સુધારો જોઈને મને ઘણો હોસલો મળ્યો.”

જીવનશૈલીમાં આ પ્રકારના બદલાવ કર્યા

વજન ઘટવાથી ખુશ કૃતિકા કહે છે કે,” હું મારા ભોજન અને કસરત ને લઈને ઘણી સખત હતી. જીવનશૈલીમાં પણ ઘણા ફેરફાર કર્યા. મે સવારે વહેલા ઉઠવાની આદત પાડી. આ ઉપરાંત ખાંડ, પેકેટબંધ ફૂડ અને રીફાઈન્ડ ઓઇલ ખાવાનું બંધ કરી દીધું.”

ખાસ નોંધ : ઉપરોક્ત આપેલ જે ડાયેટ પ્લાન છે એ કૃતિકા ફોલો કરતી હતી અને દરેકના શરીર મુજબ દરેક નો ડાયેટ પ્લાન જુદો હોય છે તો આપ ને વિનંતી છે કે કઈ પણ પ્લાન કરતાં પેહલા તમારા ડાયાટીશીયન ની સલાહ જરૂર થી લો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *