નોની ના પાંદડાનો રસ સ્વાસ્થ્ય માટે કોઇ વરદાનથી ઓછો નથી, તે આ સાત રોગોથી રાહત અપાવશે

વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, વિટામિન ડી અને વિટામિન ઈ થી ભરપુર નોનીના પાંદડાંનો રસ સોજાને ઓછો કરવામાં અસરકારક હોવાની સાથે પાચન શ્રેષ્ઠ કરવામાં પણ મદદરૂપ છે.

Image Source

હાલના વર્ષોમાં નોનીના સ્વાસ્થ્ય સાથે જોડાયેલા ફાયદા અને એન્ટી ઓક્સિડન્ટ ગુણો તરફ બધાનું ઘ્યાન ખેચાયું છે. પરંતુ મોટાભાગે નોનીના વૃક્ષને તેના આકર્ષક પાંદડા માટે ઉગાડવામાં આવે છે. નોનીનાં પાંદડાંનું શાક ઝારખંડ, બિહાર, બંગાળ અને ઓરિસ્સામાં ખૂબ ખાવામાં આવે છે. નોનીના પાંદડાંમાં ફ્લેવોનોઇડ, પ્રોટીન, સૈપોનિન અને ટેનિન હોય છે. તે વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, વિટામિન ડી અને વિટામિન ઈ થી ભરપુર હોય છે.

જેના કારણે નોનીના પાંદડાંનો રસ એન્ટી બેક્ટેરિયલ, એન્ટીફંગલ અને એન્ટી ઓક્સિડન્ટ અને સોજા ઓછા કરવામાં ફાયદાકારક છે અને પાચન શ્રેષ્ઠ બનાવવામાં પણ મદદરૂપ છે. તો ચાલો જાણીએ કે નોનીના પાંદડાંનો રસ ક્યાં રોગો અથવા સ્વાસ્થ્ય સાથે જોડાયેલ સમસ્યાઓમાં ઉપયોગી છે.

યાદશક્તિની ઉણપમાં પણ મદદરૂપ:

નોનીના પાંદડાંનો રસ યાદશક્તિમાં ઉણપની સમસ્યાઓને મટાડવામાં મદદરૂપ છે. નબળી યાદશક્તિના દર્દીઓ પર કરેલા સંશોધન મુજબ, નોનીના પાંદડાંના રસના સેવનથી મગજમાં લોહીનું પરિભ્રમણ સુધરે છે અને યાદશક્તિના કાર્યોને શ્રેષ્ઠ બનાવવામાં મદદ મળે છે. નોનીના પાંદડાંનો રસ શરીરમાં શુગર લેવલને ઓછું કરવામાં મદદ કરે છે જેનાથી ઘાના ઉપચારમાં મદદ મળે છે.

લીવરની સુરક્ષામાં ફાયદાકારક :

Image Source

નોનીના પાંદડાંનો રસ દરરોજ પીવાથી લિવરને ઘણી સમસ્યાઓથી બચાવી શકાય છે. નોનીના પાંદડાંનો રસ લીવર પર હેપેટો-રક્ષણાત્મક અસર નાખે છે જે ક્રોનિક એક્સોનેસેસ રસાયણથી સુરક્ષિત રાખતા લીવર નુકશાન જેવી મોટી બીમારીઓથી બચાવે છે.

ત્વચાને અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવે છે:

નોનીના પાંદડાનો રસ સૂર્ય પ્રકાશને લીધે થતી લાલાશ અને સોજાને ઓછા કરે છે. અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે, તેના પાંદડાનો ત્વચા પર સીધો ઉપયોગ કરવો એ સુરક્ષિત છે અને ત્વચા પર અલ્ટ્રાવાયોલેટ કિરણોથી થતા નુકસાનને ઓછું કરવામાં ફાયદાકારક છે. સંશોધન મુજબ, નોનીના પાંદડાનો રસ એન્થ્રેક્વિનોનથી ભરપૂર હોય છે, જે ત્વચામાં કરચલીઓને રોકે છે. તેના એન્ટીબેક્ટેરિયલ, સોજા ઓછા કરવાના ગુણ સેલ્યુલર સ્ટાર પર કામ કરે છે અને ખીલ, બળતરા, ત્વચામાં થતી એલર્જીના રિએક્શનને મટાડવામાં ઉપયોગી છે.

નોનીનાં પાંદડાનો રસ અને શાક રોગ પ્રતિકારક બુસ્ટર છે.

સંશોધનમાં જાણવા મળ્યું છે કે, નોનીના પાંદડાઓમાં એન્ટી ઓક્સિડેન્ટ તત્વોની હાજરી તેને રોગ પ્રતિકારક બુસ્ટર બનાવે છે. તેના પાંદડાઓને કાચા ચાવીને ખાવાથી, શાક બનાવીને ખાવાથી કે રસ પીવાથી શરીરના ટી અને બી કોષોની પ્રવૃત્તિ વધે છે, જેનાથી શરીરમાં ચેપ સામે લડનારા સફેદ રક્તકણો ૫૦% વધારે સારું કામ કરે છે.

સંધિવાની સમસ્યા:

Image Source

વૈજ્ઞાનિક તપાસમાં નોનીના પાંદડાઓના રસમાં એનાલજેસિક લક્ષણો વિશે જણાવવામાં આવ્યું છે જે દુખાવા અને સહનશીલતાને ઓછું કરવામાં મદદ કરે છે, જેનાથી સંધિવાની સમસ્યામાં રાહત મળે છે. અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે નોનીના રસના ઔષધીય ગુણો બજારમાં મળતી કેટલીક એનલજેસિક દવાઓ બરાબર છે.

હૃદયરોગ સામે રક્ષણ આપે છે:

Image Source

હાઈ બ્લડપ્રેશર હૃદયરોગનું સૌથી મોટું કારણ છે. નોનીના પાંદડાઓમાં રૂટીનની ઉચ્ચ માત્રા હોય છે જે સામાન્ય રીતે ચા અને સફરજનમાં મળી આવતું એક ફ્લેવોનોઈડ્સ છે. આ ઉપરાંત તેમાં સ્કોપોલેટીન હોય છે. આ બંને બ્લડ પ્રેશર ઓછું કરવામાં મદદરૂપ છે.

ટાઇપ -2 ડાયાબિટીસનું જોખમ ઘટાડે છે:

ડાયાબિટીસના દર્દીઓએ નોનીના પાંદડા ઓનું શાક બનાવીને ખાવાથી ઘણા ફાયદા થાય છે. ટાઇપ -2 ડાયાબિટીસના જોખમને ઘટાડવામાં નોનીના પાંદડાઓ ખૂબ જ અસરકારક છે. તેના પાંદડાઓનું શાક કે રસનું સેવન શરીરમાં ગ્લાયકોસિલેટેડ હિમોગ્લોબીન, સીરમ ટ્રાયગ્લીસરાઇડસ અને લીપોપ્રોટીન કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત, તે ઇન્સ્યુલિનની સંવેદનશીલતાને વધારવામાં મદદ કરે છે.

ખાસ નોંધ : ઉપરોક્ત દરેક માહિતી અમે ઇન્ટરનેટ ઉપર થી એકત્રિત કરલે છે તો આપ ને ખાસ વિનંતી છે તો જો આપ ને કોઈ પણ બીમારી હોય તો ડોક્ટર ની સલાહ લીધા વગર કોઈ જ ઉપચાર કરવા નહીં 

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *