પાર્લરમાં પૈસા ના ખર્ચો, હવે ઘરે બેઠા જ કરો હેર સ્પા

હેર સ્પા આજકાલ ટ્રેન્ડ બની ગયો છે. વાળ માટે મહિનામાં એક વાર હેર સ્પા કરાવવું ખૂબ જ લાભદાયી સાબિત થાય છે. તેનાથી વાળ મુલાયમ, રેશમી, મજબૂત બને છે તેમજ ખોડો અને વાળ ખરવાની સમસ્યા દૂર થાય છે. આટલું જ નહિ પરંતુ તમારા વાળ ડેમેજ થઇ ગયા હોય એટલે કે ફાટી ગયા હોય તો તેમાં પણ ફાયદાકારક સાબિત થાય છે. વાળને દરેક જાતના પોષક તત્વો વગેરે મળી રહે છે. આવો જાણીએ કઈ રીતે કરી શકાય ઘરે હેર સ્પા.

image source

ઘરે આવી રીતે કરવું હેર સ્પા –

image source

હેર મસાજ

બદામ તેલ, નારીયેલ તેલ, ઓલિવ ઓઈલ વગેરેને હળવા હાથથી વાળના જડોમાં લગાવો. 15-20 મિનીટ મસાજ કર્યા બાદ અડધી કલાક માટે એ જ સ્થિતિમાં છોડી દો.

image source

સ્ટીમ

તેલથી મસાજ કર્યા બાદ સ્ટીમ લેવી ખુબ જ જરૂરી છે. તેના માટે ગરમ પાણીમાં ટુવાલ પલાળી લો અને તેને નીચોડી વાળમાં સારી રીતે લપેટી લો. 15 મિનીટ સુધી આ કરો. તેનાથી તમારા માથાના પોર્સ ખુલી જશે. જેનાથી આસાનીથી તેલ માથાની અંદર જઈ શકે.

image source

 હેર વોશ

ત્રીજા સ્ટેપમાં વાળને શેમ્પું કરીશું. તેના માટે નેચરલ અથવા માઈલ્ડ શેમ્પુનો ઉપયોગ કરો. ગરમ પાણીની જગ્યાએ ઠંડા પાણીનો ઉપયોગ કરવો.

 

image source

કંડીશનર

હેર વોશ કર્યા બાદ કંડીશનર કરવું ખુબ જ જરૂરી છે. સૌથી પહેલા વાળને હળવા હાથથી સારી રીતે લુછી લો. ત્યારબાદ તમે ગ્રીન ટીની પત્તીઓ સાથે અડધી ચમસી લીંબુનો રસ મેળવી એક કંડીશનર બનાવી શકો છો. તેને લગાવ્યા બાદ 10-15 મિનીટ માટે છોડી દો. ત્યારબાદ સાફ પાણીથી વાળને ધોઈ લો.

image source

હેર માસ્ક

તેના માટે તમે ઈંડું અથવા નારીયેલના તેલનો ઉપયોગ કરી શકો છો. તેના સિવાય તમે ઈચ્છો તો 1 કેળું, 2 ચમસી ઓલીવ ઓઈલ, 2 ઇંડા અને થોડું મધ નાખી સારી રીતે મિક્સ કરી લો. ત્યારબાદ તેને વાળમાં લગાવી લો. ઓછામાં ઓછી 20 મિનીટ તેને લગાવી રાખો ત્યારબાદ સાફ પાણીથી વાળને ધોઈ લો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment