હવે ઉંમર નહિ જોવે આંખોના પડદાની સમસ્યા, સમય રહેતા ઓળખી લો લક્ષણો અને અપનાવી લો આ ઉપાયો.

Image source

આજ આંખોથી આપણે દુનિયાની બધીજ સુંદરતાને જોઈએ છીએ. જો આંખ જ નહી રહે તો આ સુંદરતાની શું કિંમત છે. તેવામાં આંખોની સંભાળ રાખવી એ આપણી પ્રાથમિકતા છે. ધ્યાન રાખો કે આંખોને લગતી ઘણી સમસ્યાઓ હોય છે જેને નજર અંદાજ કરી દઈએ છીએ અને પછી પસ્તાવો થાય છે. આજે અમે તમને રેટિના ને લગતી સમસ્યાઓ વિષે વાત કરી રહ્યા છીએ. રેટિના ને મુખ્યત્વે આંખનો પડદો પણ કહેવાય છે. જણાવી દઈએ કે તે પ્રકાશ સંવેદનશીલ ઉતક હોય છે તેનો વિકાસ સુક્ષ્મ વિકસિત કોશિકાઓ દ્વારા કરવામાં આવે છે. તેને રોડ્સ કે કોનસ નામથી પણ જાણવામાં આવે છે. આજના સમયમાં આ પરેશાની દરેક ઉમરના લોકોને થઈ રહી છે. આ લેખના માધ્યમથી તમને જણાવીશું કે તેના પ્રમુખ લક્ષણો કયાં છે અને આપણા રેટિના ને સુરક્ષિત રાખવા માટે કઇ કઇ વાતનું ધ્યાન રાખવું જોઈએ તો ચાલો વાંચીએ આગળ.

રેટિના ની સમસ્યાના લક્ષણો.

જ્યારે પણ તમને અહેસાસ થાય કે તમારી આંખોની સામે એક પડદો કે પડછાયો છવાઈ રહ્યો છે અને વારંવાર ધોવાથી પણ તે નથી જઈ રહી તો બની શકે કે તમારા રેટિના ના પડદામાં મુશ્કેલી હોય. એવામાં તરત ડોકટરને બતાવો.

જ્યારે પણ તમને લાગે કે તમને કઈક નવું દેખાઈ રહ્યું છે કે તમારી આંખોની સામે અંધારું છવાઈ રહ્યું છે તો એ પણ આના લક્ષણોમાં આવે છે.

આંખોની સામે કઈક નાના નાના કણો કે તેની જેવા દેખાતા કઈક તારા જેવું ઉડતું દેખાઈ તો પણ આ સમસ્યા હોય શકે છે.

જો તમે આંખોને ત્રાસી કરીને જુઓ અને તમને જો તેજ પ્રકાશ જેવો ભાસ થાય તો સમજી જવું કે તમને રેટિના સંબંધિત બીમારી છે.

જાણો રેટિના ની સમસ્યાના કારણો.

Image source

જો તમને સિગારેટ પીવાની ટેવ હોય તો આ પરેશાની થઈ શકે છે. સિગારેટ પીવાથી આંખોની રોશની ને પણ નુકશાન પહોંચે છે.

સૂર્ય ને જોવું કે સૂર્યગ્રહણ સમયે તેના પ્રકાશનું આંખોમાં પડવું એ મુખ્ય કારણ હોય શકે છે.

મધુમેહ ના દર્દીઓમા આ પરેશાની વધુ જોવા મળે છે કેમકે મધુમેહ સાથે લોહીમાં ખાંડ નું સ્તર પણ વધી જાય છે, જેના લીધે વ્યક્તિ આંધળો થઈ જાય છે.

જો તમને જંકફુડ ખાવાની ટેવ હોય તો પણ આ પરેશાની થઈ શકે છે.

કઈ ઉમરમાં રહે છે સૌથી વધુ ભય.

Image by Juraj Varga from Pixabay

જણાવી દઈએ કે આ સમસ્યા સામાન્યરીતે વૃદ્ધોમાં જોવા મળે છે પરંતુ વર્તમાનમાં બાળકો, યુવાનોમાં પોષણને લગતી સમસ્યાઓને લીધે આ સમસ્યા જોવા મળે છે. એટલા માટે તમારી ઉંમર કોઈ પણ હોય સમય રહેતા સાવધાની રાખવી જરૂરી છે. તેના માટે તમે સમયસર ડોકટરની સલાહ પણ લઈ શકો છો.

રેટિના ની સમસ્યાને દૂર કરવા માટેના ઉપચાર.

Image by Lars_Nissen from Pixabay

જો વિટામિન અને ખાનીજોથી ભરપુર ભોજન કરવામાં આવે તો આંખોની ઘણી સમસ્યાઓને દૂર કરી શકાય છે. તમે ઇચ્છો તો લીલા શાકભાજીની સાથે ફળો, માછલી, પાલક, બ્રોકોલી, સુકામેવા વગેરેને તમારા ભોજનમાં જોડી શકો છો. આ ઉપરાંત તડકામાં નીકળતા પહેલા ચશ્માનો ઉપયોગ કરો. સાથે જ તમે વ્યાયામના માધ્યમથી પણ આ સમસ્યાને દૂર કરી શકો છો. વ્યાયામના વિકલ્પોની જાણકારી માટે તમે કોઈ યોગ નિષ્ણાંત ને મળી શકો છો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment