આ છે નીતા અંબાણીની જિંદગીના સૌથી મોંઘા શોખ – લીપસ્ટીકના ભાવમાં તો ઘર આવી જાય!!

ધનવાન હોવું એ એક અલગ વાત છે અને શોખીન હોવું એ એક અલગ વાત છે. એ શોખીન વ્યક્તિઓની યાદીમાં જ નામ આવે છે ગુજરાતના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પત્નીનું. મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીના શોખ સંભાળીને પરસેવો આવી જાય એમ છે. નીતા અંબાણી જે લીપસ્ટીક લગાવે છે એની કિંમત એટલી ઉંચી છે કે એક સામાન્ય માણસના બધા મોજશોખ પુરા થઇ જાય. આ વાત તો હજુ સામાન્ય છે પણ એથી વિશેષની માહિતી જાણવા માટે આ લેખને અંત સુધી વાંચવાનું ભૂલશો નહીં.

મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી પણ ન્યુઝ અને મીડિયાની હેડલાઈનોમાં હંમેશા ચર્ચામાં રહે છે કારણ કે મોટા માણસના વખાણ કોણ ન કરે!! નીતા અંબાણી ૨૦-૨૦ ક્રિકેટમાં મુંબઈ ઇન્ડિયન્સ ટીમના બોસ છે. ઘણાને આ માહિતી ખબર નથી પણ જાણવા જેવી માહિતી એ પણ છે કે જયારે પણ ગુજરાતને જરૂર પડી છે ત્યારે કરોડપતિ ફેમેલી એવું અંબાણી ફેમેલી હંમેશા હાજર રહ્યું છે.

નીતા અંબાણી કરોડપતિ હોવાને સાથે હદયમાં જ્ઞાનનો દરિયો પણ રાખે છે. ભક્તિભાવ કહો કે કોઈને મદદ કરવાની નીતિ. કોઇપણ કાર્યમાં હાજર રહે એવા નીતા અંબાણીએ કેરળમાં આવેલા પુર વખતે પણ લોકોને મદદ કરી હતી અને એ વખતે પણ લોકો માટે આશીર્વાદ બન્યા હતા.

થોડા સમય પહેલા ફેશન બ્લોગમાં માહિતી લખવામાં આવી હતી જેમાં એ વાતનો ઉલ્લેખ કરેલ હતો કે નીતા અંબાણી જે સાડી પહેરે છે એ સાડીની કિંમત ૪૦ લાખ રૂપિયા જેટલી હોય છે. સામાન્ય માણસ માટે તો આ સપના જોવા પણ અધરા હોય છે ત્યારે નીતા અંબાણી જે લીપસ્ટીકનો ઉપયોગ કરે છે તેની કિંમત પણ લાખો રૂપિયામાં છે.

નીતા અંબાણી પાસે તેનું પ્રાઇવેટ વિમાન પણ છે. આ વિમાનમાં તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે અને એકદમ આરામથી બહુ ઓછા સમયમાં એક જગ્યાએ થી બીજી જગ્યાએ પહોંચી શકાય છે. અહીં વાત વિમાનની કિંમતની કરીએ તો વિમાન આશરે ૩૯૦ કરોડ રૂપિયા જેટલું મોંઘુ છે.

અત્યારના સમયમાં દરેક વ્યક્તિ પાસે મોબાઈલ હોય છે પણ આપણે જે મોબાઈલ યુઝ કરીએ છીએ એ તો નીતા અંબાણી પાસે ધૂળ સમાન ગણાય કારણ કે નીતા જે મોબાઈલ યુઝ કરે છે એ મોબાઈલની કિંમત ૩૧૨ કરોડ રૂપિયા છે, જે હીરાથી લેમિનેટ છે. આ સિવાય વધુ વાત કરીએ તો તે મોર્નિંગમાં જે ચા પીવે છે એ પણ લાખોની કિંમતનો કપ છે. એ કપ સોનાનો કપ છે.

એક સામાન્ય માણસને આ આંકડાઓ મગજમાં બેસે નહીં પણ આ વાસ્તવિક માહિતી છે, જેને અમે અલગ અલગ જગ્યાએથી એકઠી કરી છે. આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે!!

આવી જ અન્ય રસપ્રદ માહિતી તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરમાં જાણવા માટે ફક્ત ગુજરાતી ફેસબુક પેજ સાથે જોડાયેલા રહેજો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

#Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *