ભૂતાન અને પશ્ચિમ બંગાળની નજીક ઉપસ્થિત એક શ્રેષ્ઠ નેશનલ પાર્ક નીરા વૈલી જે કોઈ જન્નતથી ઓછું નથી 

 

Image Source

જો તમે પણ અદભૂત નજારાની સાથે સાથે બે દેશની વચ્ચે ઉપસ્થિત નેશનલ પાર્કમાં કરવા માંગો છો તો નીરા વૈલીની મુલાકાત જરૂરથી લો.

ભારતના પૂર્વ રાજ્ય એટલે કે પશ્ચિમ બંગાળમાં એકથી એક ફરવા ની શ્રેષ્ઠ જગ્યા છે જ્યાં દર મહિને લાખો લોકો ફરવા માટે જાય છે. દીધા,દાર્જિલિંગ, કોલકાતા જેવી ઘણી જગ્યાઓ છે જ્યાં કોઈપણ મહિનામાં ફરવા માટે શ્રેષ્ઠ છે.  ભૂતાન અને પશ્ચિમ બંગાળ ની સીમા ઉપર ઉપસ્થિત એક એવી જગ્યા છે જ્યાં સહેલાણીઓ ફરવા માટે સૌથી વધુ જાય છે હા અમે વાત કરી રહ્યા છીએ પશ્ચિમ બંગાળના કલીમ્પોંગ જિલ્લામાં સ્થિત નીરા વૈલી વિશે. સિક્કિમ ભૂતાન અને પશ્ચિમ બંગાળના ત્રીજંકશન પર ઉપસ્થિત આ નેશનલ પાર્ક પ્રકૃતિપ્રેમી માટે કોઈ જન્નતથી ઓછું નથી.આ લેખમાં અમે તમને નીરા વૈલી નેશનલ પાર્ક વિશે ખૂબ જ નજીકથી જણાવીશું. તમે પરિવાર, દોસ્તો અને તમારા પાર્ટનર સાથે અહીં ફરવા માટે જઈ શકો છો.

Image Source

નીરા વૈલી નેશનલ પાર્ક 

અત્યાર સુધી તો તમે એ જાણી જ ગયા હશો કે આ પાર્ક 3 સીમાઓથી જંગલોથી ભરેલો છે લગભગ ૮૦ વર્ગ મીટરથી પણ વધુ વિસ્તારમાં ફેલાયેલું નીરા વૈલી પ્રકૃતિ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. એક અનુમાન દ્વારા આ પાર્ક દર સાલ લાખો દેશી અને વિદેશી સહેલાણીઓની મેજબાની કરે છે. નીરા વૈલી પ્રકૃતિ પ્રેમીઓ અને ટ્રેકિંગ માટે બેસ્ટ જગ્યા છે. અને તેની આસપાસ ઉપસ્થિત સિક્કિમ અને ભૂતાનમાં પણ ફરવા માટે પર્યટક જાય છે. આ જૈવિક સંપદા માટે પૂર્વ ભારત ની એક શ્રેષ્ઠ જગ્યા માનવામાં આવે છે.

Image Source

નીરા વૈલી પાર્કમાં ઉપસ્થિત જીવ અને વનસ્પતિ 

આમ તો આ પાર્કમાં ઉપસ્થિત વન્યજીવોની વાત કરીએ તો અહીં લાખો વન્યજીવોની પ્રજાતિઓ ઉપસ્થિત છે. પરંતુ મુખ્ય રૂપથી આ પાર્કનું આકર્ષણ લાલ પાંડા, કસ્તુરી મૃગ, હિમાલાયન જાનવર જંગલી સુવર બંગાળ ટાઈગર દાર્જિલિંગ પક્ષી વગેરે જાનવર છે તે સિવાય કિંગ કોબરા, ગરોળી, વાઇપર, ઇન્ડિયન કોબ્રા જેવી સાપ ની પ્રજાતિ પણ જોવા મળે છે આ પાર્કમાં વનસ્પતિના રોગમાં સદાબહાર જળ ના છોડ વગેરે જેવી હજારો છોડ ની પ્રજાતિનું મિશ્રણ ઉપસ્થિત છે. 

Image Source

નીરા વૈલી ફરવાનો સમય અને ટિકિટ નું મૂલ્ય

નીરા વૈલી પાર્કમાં જુલાઈ અને સપ્ટેમ્બર છોડી ને તમે કોઈપણ મહિનામાં ત્યાં ફરવા જઈ શકો છો. કારણ કે આ મહિનામાં પાર્ક બંધ રહે છે. આમ તો અહીં ફરવાનો સૌથી શ્રેષ્ઠ સમય ઓક્ટોબરથી ડિસેમ્બર ની વચ્ચે માનવામાં આવે છે.નીરા વૈલી માં ફરવા માટે જાવ છો તો તમારે લગભગ 100 રૂપિયાની ટિકિટ લેવી પડશે તે સિવાય તમે ટ્રેકિંગ કરવાના છો તો વનવિભાગ થી પરમિટ લેવી પડશે અહીં જીપ સવારીનો પણ આનંદ ઉઠાવી શકો છો તમને જણાવી દઈએ કે તમે સવારે નવ વાગ્યાથી સાંજે ચાર વાગ્યાની વચ્ચે ક્યારેય પણ ફરવા જઈ શકો છો. દર ગુરુવારે આ નેશનલ પાર્ક બંધ રહે છે.

કોરોના ને કારણે સમય અને ટિકિટ માં ફેરફાર થઈ શકે છે.

Image Source

આસપાસ ફરવાની જગ્યા

એવું નથી કે નીરા વૈલીની આસપાસ ફરવાની કોઈ સુંદર જગ્યા નથી. ડૂરપીન હિલ, મેમોરિયલ હિલ અને લેપ્ચા સંગ્રહાલય જેવી ઘણી સુંદર જગ્યાઓ છે જ્યાં તમે ફરવા જઈ શકો છો. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે નીરા નદીને મળે છે જે તેમની વચ્ચે વહે છે જો તમે અહીં ફરવા માટે જાઓ છો તો તમે કલીમ્પોંગમાં હોટલ લઈને ત્યાં રહી શકો છો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment