નિક જોનસએ પત્ની પ્રિયંકા ચોપરાને કરી કિસ, અભિનેત્રી થઈ પતિના ખોળામાં બેસીને રોમેન્ટિક

प्रियंका चोपड़ा और निक जोनस- तस्वीर : Instagram: nickjonas

Image Source

શનિવારના દિવસે સમગ્ર વિશ્વમાં ક્રિસમસની ઉજવણી કરવામાં આવી છે. આજથી લઈને થોડા દિવસ સુધી કોઈને કોઈ એક બીજાને મેરી ક્રિસમસની શુભેચ્છા પાઠવે છે. ફિલ્મ સ્ટાર્સએ પણ ક્રિસમસની ખાસ ઉજવણી કરી હતી. તેમાં બોલીવુડ અને હોલિવુડની પ્રખ્યાત અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનસનું નામ પણ શામેલ છે.

શનિવારે સમગ વિશ્વમાં ક્રિસમસની ઉજવણી કરવામાં આવી છે. નાનાથી લઈને મોટા સુધી દરેક લોકો એક બીજાને મેરી ક્રિસમસની શુભેચ્છા પાઠવે છે. ફિલ્મી સિતારાએ પણ ક્રિસમસ ખાસ અંદાજમાં મનાવ્યો. તેમાં બોલીવુડ અને હોલિવુડની પ્રખ્યાત અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનસનું નામ પણ સમાવેશ છે. પ્રિયંકા ચોપરા એ ખાસ અંદાજમાં ક્રિસમસ ઉજવી અને ચાહકોને આ ખાસ દિવસની શુભકામના પાઠવી.

અભિનેત્રીના પતિ નિક જોનસે સોશિયલ મીડિયા પર તેના ખાસ ફોટા શેર કરી ક્રિસમસ મનાવ્યો છે. નિક જોનસ સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે. તે તેના ચાહકો માટે હંમેશા ખાસ ફોટા અને વીડિયો શેર કરતા રહે છે. ક્રિસમસના તેહવાર પર નિક જોનસએ તેના ઑફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે. આ ફોટામાં પ્રિયંકા ચોપરા પતિ નિક જોનસના ખોળામાં બેઠેલી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Nick Jonas (@nickjonas)

આ ફોટામાં પ્રિયંકા ચોપરા અને નિક જોનસ ઉપરાંત તેના ત્રણ પાલતુ પણ જોવા મળી રહ્યા છે. ફોટામાં પ્રિયંકા ચોપરા લીલા રંગના ડ્રેસમાં જોવા મળી રહી છે અને નિક જોનસના ખોળામાં બેઠેલ છે. તેમજ નિક જોનસ તેના ગાલ પર કિસ કરી રહ્યા છે. પ્રિયંકા ચોપરા અને નિક જોનસના ખોળામાં તેમનો ડોગી ડાયના બેઠેલો જોવા મળે છે. બાકી બે કૂતરા, ગીનો અને પાંડા પણ તેની સાથે ફોટામાં જોવા મળી રહ્યા છે.

તેના પાલતુની સાથે પ્રિયંકા ચોપરા અને નિક જોનસનો આ ફોટો ઘણો સુંદર જોવા મળે છે. આ ફોટાની સાથે અભિનેત્રી ચાહકોને મેરી ક્રિસમસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. પ્રિયંકા ચોપરા એ કેપ્શનમાં લખ્યું, અમારા પરિવાર તરફથી તમને બધાને મેરી ક્રિસમસની શુભેચ્છા. સોશિયલ મીડિયા પર પ્રિયંકા ચોપરા અને નિક જોનસના ફોટા ઝડપથી શેર થઈ રહ્યા છે.

અભિનેત્રીના ચાહકો આ ફોટાને ખૂબ પસંદ કરી રહ્યા છે. સાથેજ કૉમેન્ટ કરી તેનો જવાબ આપી રહ્યા છે. વાત કરીએ પ્રિયંકા ચોપરા ના વર્કફ્રન્ટની તો હાલના દિવસો મા તે તેની હોલિવુડ ફિલ્મ ‘ ધ મૈટ્રિક્સ રિસરેકશન્સ’ ને લઈને ચર્ચામાં છે. લગભગ સાત વર્ષથી હોલિવુડમાં કામ કરી રહેલ પ્રિયંકા ચોપરા જોનસ ફિલ્મ ‘ધ મૈટ્રિક્સ રિસરેકશન્સ’ માં સતીના કિરદારમાં જોવા મળી રહ્યા છે. આ ‘ધ મૈટ્રિક્સ’ ફ્રેન્ચની ચોથી ફિલ્મ છે. તેની પહેલી ફિલ્મ વર્ષ 1999 માં રિલીઝ થઈ હતી. જેમાં સતીની ભૂમિકા એક બાળ કલાકારે ભજવી હતી.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment