શુ તમે વજન ઘાટડવાનું વિચારી રહ્યા છો? તો વજન ઘટાડતા સમયે ક્યારેય આ 8 ભૂલો ન કરવી

મેદસ્વિતા ની સમસ્યાથી હેરાન લોકો દરેક પ્રકારની સંભાળ રાખે છે જેથી તેનું વજન ઓછું થઈ જાય, પરંતુ ઘણીવાર ભોજનથી લઈને કસરત સુધી તમામ પ્રયત્નો કરવા છતાં તેનું વજન ઓછું નથી થતું. જેના લીધે ઘણા લોકોને વજન ઓછું કરવું ખુબજ અઘરું લાગી શકે છે. ક્યારેક ક્યારેક તમને એવું લાગે છે કે તમે તો બધું સરખું કરી રહ્યા છો, તેમ છતા પરિણામ કેમ નથી મળી રહ્યું. તો તેનો જવાબ એ છે કે બની શકે કે તમે જૂની સલાહો કે ખોટી રીતોને અપનાવી રહ્યા છો જે વજન ઘટાડવા માં તમારી પ્રગતિમાં અવરોધ બની રહ્યું હોય.

શરીરની મેદસ્વિતા ઓછી કરવા માટે વજન ઘટાડવું હોય કે પછી તમારા વજનને કાબૂમાં રાખવા માટે આદર્શ વજન બનાવી રાખવું હોય – બંને માટે સ્ટ્રેટેજી એટલે કે સાચી રણનીતિ ની જરૂર હોય છે. એમ તમને આ લેખમાં તે સામાન્ય ભૂલો વિશે બતાવી રહ્યા છીએ, જેના લીધે વારંવાર પ્રયત્ન કરવા છતાં તમારું વજન ઓછું નથી થઈ રહ્યું.

વજન ઘટાડવા સાથે જોડાયેલી સામાન્ય ભૂલો.

જ્યારે વાત વજન ઘટાડવા ની આવે છે તો દરેક વ્યક્તિ પોતાનો અનુભવ કે ઈન્ટરનેટ પર રહેલી જાણકારી ના આધારે તમને એટલી બધી સલાહ આપે છે કે તમે પણ મૂંઝવણમાં મુકાઇ જાવ છો કે અંતે આમાંથી કોનું પાલન કરવામાં આવે અને શેનાથી સાચું પરિણામ મળશે.

ઘણીવાર કેટલાય લોકો વજન ઘટાડવા ના ચક્કરમાં આ પ્રકારે નિરાશ થઈ જાય છે કે તે જરૂરતથી વધારે કસરત અને ભોજન કરવા લાગે છે, જેની શરીર પર નકારાત્મક અસર જોવા મળે છે. તંદુરસ્ત બની રહેવા માટે વજન જરૂર ધટાડો, પરંતુ ભૂલથી પણ આ ભૂલો ન કરો.

  1. ખુબ વધારે કે ખુબ ઓછી કેલેરી નું સેવન કરવું.
  2. કસરત ન કરવી કે ખુબ વધારે કસરત કરવી.
  3. અચાનક તમારા ભોજન ને ખુબ વધારે ઓછું કરી દેવું.
  4. પૂરતા પ્રમાણમાં પ્રોટીનનું સેવન ન કરવું.
  5. પૂરતા પ્રમાણમાં ફાઈબરનું સેવન ન કરવું
  6. પૂરતી ઉંઘ ન લેવી.
  7. ભુખ ન લાગવા છતાં વારંવાર ભોજન કરવું.
  8. ફકત વજન કાંટા પર ધ્યાન કેન્દ્રિત કરવું.

1. ખૂબ વધારે કે ખૂબ ઓછી કેલેરી નું સેવન કરવું

વજન ઘટાડવા માટે ઓછી કેલરીની ખૂબ જરૂર હોય છે. તેનો મતલબ છે કે તમે જેટલી કેલેરી ગ્રહણ કરો છો તેનાથી વધારે કેલેરી બર્ન કરવાની જરૂર છે. કેલરીની ઉણપની જરૂરત દરેક વ્યક્તિ માં એકબીજાથી અલગ હોય છે. તમને ભલે એવું લાગે કે તમે તો ઓછી કેલેરી નું સેવન કરી રહ્યા છો પરંતુ હકીકતમાં તમે પોતાને વાસ્તવિકતાથી ઓછું આંકો છો. બે અઠવાડિયા સુધી ચાલેલા અભ્યાસમાં ૧૦ જાડા લોકોએ બતાવ્યું કે તે દરરોજ ૧૦૦૦ કેલરીનું સેવન કરી રહ્યા હતા, પરંતુ લેબ ટેસ્ટીગમાં જાણવા મળ્યું કે તેઓ દરરોજ ૨૦૦૦ કેલેરી લઈ રહ્યા હતા.

તેમજ બીજી બાજુ તમારી કેલેરી લેવાની અચાનક ખૂબ વધારે ઓછી કરી દેવી તેનાથી પણ પ્રતિકૂળ અસર પડે છે. દરરોજ ૧૦૦૦ થી પણ ઓછી કેલેરી આપતા ભોજન પર કરેલા અભ્યાસથી જાણવા મળ્યું કે તેનાથી સ્નાયુઓ ને નુકશાન થાય છે અને મેટાબોલિઝ્મ ની પ્રક્રિયા ધીમી થઈ જાય છે, જેનાથી વજન ઘટાડવામાં મુશ્કેલી આવે છે.

2. કસરત ન કરવી કે ખૂબ વધારે કસરત કરવી-

જો તમે તમારા ભોજન માં કેલરીની માત્રા તો સીમિત કરી લો છો પરંતુ યોગા કે કસરત બિલકુલ નથી કરતા તો તમારા સ્નાયુઓ માં વધારે ઉણપ થઈ જશે અને મેટાબોલિઝ્મ નો દર પણ ઓછો થઈ જશે. તેનાથી ઊલટું, કસરત કરવાથી ચયાપચય કે મેટાબોલિઝ્મ ની પ્રક્રિયા ને ધીમી થવાથી રોકવામાં મદદ મળે છે.

માન્યું કે, જરૂરતથી વધારે કસરત કરવી પણ ઘણા પ્રકારની મુશ્કેલીઓ ઊંભી કરી શકે છે. નિષ્ણાતો પાસેથી જાણવા મળ્યું કે વધારે લોકો માટે લાંબા સમય સુધી વધારે કસરત કરવી અનિવાર્ય હોય છે અને તેની તણાવ વધે છે. ખૂબ વધારે કસરત કરીને તમારા શરીરને વધારે કેલેરી બાળવા માટે મજબુર કરવું એ કોઈપણ રીતે પ્રભાવી નથી અને સ્વસ્થ પણ નથી.

3. અચાનક તમારા ભોજન ને ખુબ વધારે ઓછું કરી દેવું-

જો તમે અચાનક તમારા ભોજનનું સેવન ખૂબ વધારે ઓછું કરી દો છો તો તમારું શરીર જીવિત રહેવા માટે અને ઊર્જા ને વધારે કુશળતાથી સંગ્રહિત કરવા માટે તમારા મેટાબોલિઝ્મના દર ને ધીમું કરી દેશે. આજ કારણ છે કે ડાયટ કરનારા લોકો ઘણીવાર ચોકલેટ અને આઈસ્ક્રીમ જેવી વસ્તુઓ ખાવાની તીવ્ર ઇચ્છા થાય છે જે તેની ઊર્જા ના સ્તરને તરતજ વધારો આપે છે અને આ કારણે શરૂઆત ના કેટલાક અઠવાડિયામાં તો વજન ઘટેજ છે, પરંતુ પછી નાટકીય રૂપથી વજન ઘટવાની પ્રક્રિયા ધીમી થઈ જાય છે.

શરીરના ઉચિત અને આદર્શ વજન સુધી પહોંચવા અને તેને જાળવી રાખવા માટે, તમારે સંતુલિત આહારનું સેવન કરવાની જરૂર છે જેમાં પોષક તત્વોની માત્રા ભરપૂર હોય અને જેનાથી તમે રોગોથી બચેલા રહો, સારી માત્રામાં ઊર્જા પણ મળે અને મનોવેજ્ઞાનિક રૂપે પણ તમે તંદુરસ્ત બનેલા રહો.


Image by Steve Buissinne from Pixabay

4. પૂરતા પ્રમાણમાં પ્રોટીનનું સેવન ન કરવું-

જો તમે વજન ઘટાડવા નો પ્રયત્ન કરી રહ્યા હોય તો તમારા માટે પૂરતા પ્રમાણમાં પ્રોટીનનું સેવન કરવું ખૂબ જરૂરી છે. પ્રોટીન વજન ઘટાડવા માં ઘણી રીતથી મદદરૂપ સાબિત થઈ શકે છે. પ્રોટીન, ભુખ ને ઓછી કરે છે, પેટ ભરવા અને સંતોષની ભાવનાને વધારે છે, કેલેરી ઇન્ટેકને ઓછી કરે છે અને મેટાબોલિઝ્મ ના દરને પણ વધારે છે.

બાર દિવસ સુધી ચાલેલા એક અભ્યાસમાં લોકોએ એવા ભોજન નું સેવન કર્યું, જેમાં ૩૦ ટકા કેલેરી પ્રોટીનયુક્ત આહાર માંથી મળી રહી હતી. આ દરમિયાન તેઓએ દરરોજ ૫૭૫ ઓછી કર્લેરી નુ સેવન કર્યું, તે દિવસોની તુલના માં જ્યારે તે ૧૫ ટકા કેલેરી પ્રોટીનયુક્ત આહાર માંથી મેળવી રહ્યા હતા. વજન ઘટાડવા નું તમારું ધ્યેય અને સારા બની શકો તે માટે નિશ્ચય કરો કે તમારા દરેક આહારમાં ઉચ્ચ પ્રોટીન વાળા ખાધ્ય પદાર્થનો સમાવેશ થાય.

5. પૂરતા પ્રમાણમાં ફાઈબરનું સેવન ન કરવું-

ઓછા ફાઈબર વાળો આહાર તમારા વજન ઘટાડવા ના પ્રયત્નોથી નુકશાન પહોંચાડી શકે છે. ખરેખર, ઘણા અભ્યાસો પરથી જાણવા મળ્યું છે કે પાણીમાં ભળી જતુ ઘુલનશીલ ફાઈબર પાણીને ધારણ કરનારા જેલનુ નિર્માણ કરે છે. જેનાથી ભૂખ ઓછી કરવામાં મદદ મળે છે. આ જેલ તમારા પાચન માર્ગમાં આગળ વધે છે જેનાથી તમારુ પેટ ભરેલું હોય તેવો અનુભવ થાય છે. સંશોધનનું માનીએ તો બધા પ્રકારના ફાયબરથી વજન ઘટાડવા માં મદદ મળે છે.

6. પૂરતી ઉંઘ ન લેવી –

જ્યારે આપણે થાકેલા હોઈએ છીએ ત્યારે ન ફકત આપણે તંદુરસ્ત ન હોય તેવા ખાધ્ય પદાર્થો ખાવા માટે તરસિયે છીએ, પરંતુ આપણી ઊંઘનું સ્તર આપણા હોર્મોન્સ ના સ્તર સાથે પણ જોડાયેલા હોય છે. જે લોકો ઊંઘ થી વંચિત હોય છે, તેનામા સ્ટ્રેસ હોર્મોન્સ કોર્ટિસોલ નું વધારે સ્ત્રાવ થાય છે તેથી તે વધારે તમાવમાં રહે છે અને તે વસા ભંડારણ ને પણ ટ્રિગર કરે છે. ઊંઘની ઉણપને કારણે ભૂખ સાથે જોડાયેલા હોર્મોન્સ લેપ્ટોન અને ધ્રેલીન માં પણ ઉતાર ચઢાવ થાય છે, જે આ સંકેત આપે છે કે તમારુ પેટ ભરેલું છેકે તમે ભૂખ્યા છો.

7. ભૂખ ન લાગવા છતાં વારંવાર ભોજન કરવું –

વીતેલા ઘણા વર્ષો સુધી વજન ઘટાડવા ની પારંપારિક સલાહ એજ રહી છે કે કેટલાક એક કલાકના અંતરાલ માં સતત કઈક ખાવું જોઈએ જેથી ભૂખ અને મેટાબોલિઝ્મ ના ઘટાડાને રોકી શકે. પરંતુ આ રીતને લીધે વ્યક્તિ દિવસ દરમિયાન ઘણી વધારે કેલેરી નું સેવન કરી લે છે, પરંતુ ક્યારેય પણ તેમનુ પેટ ભરેલું હોય તેવો અનુભવ નથી થતો. દરરોજ સવારે ભૂખ ન લાગવા છતાં પણ નાસ્તો કરવાની સિફારીશ પણ ખોટી સાબિત થાય છે.

જ્યારે તમે ભૂખ્યા હોય અને ફકત જ્યારે તમને સાચેજ ભૂખ લાગી હોય ત્યારે જ ભોજન કરવું એ સફળ રીતથી વજન ઘટાડવા ની કુંજી છે. માન્યું કે, પોતાને ખૂબ વધારે ભુખ્યુ રાખવુ પણ સારુ નથી. ભૂખથી બેહાલ હોવાથી તો સારુ છે કે તમે કોઈ નાસ્તો ખાઈ લો જેથી તમારે ભોજનમાં શું ખાવુ છે તેના વિશે તમે સાચો નિર્ણય લઈ શકો.

8. ફકત વજન કાંટા પરજ ધ્યાન કેન્દ્રિત કરવુ-

સરખુ ભોજન અને કસરત કરવા છતા તમારુ વજન જડપથી ઓછુ નથી થઈ રહ્યુ તો એવો અનુભવ કરવો ખૂબ સામાન્ય વાત છે. માન્યું કે, વજન કાંટા પર જે આંકડો દેખાઈ રહ્યો છે તે તમારા વજનમાં ફેરફારની ફક્ત એક રીત છે. તમારુ વજન ઘણી વસ્તુઓથી પ્રભાવિત થાય છે જેમાં તરલ પદાર્થો નો ઉતાર ચઢાવ અને તમારા સિસ્ટમમાં કેટલુ ભોજન વઘ્યું છે, આ બધી વાતો નો સમાવેશ છે. જો કાંટા પર વજનના આંકડામાં કોઈ ફેરફાર નથી દેખાઈ રહ્યો તો બની શકે કે તમે ફેટમાસ ને ખોઈ રહ્યા છો પરંતુ પાણીના વજનને નહિ. ફકત વજન કાંટા પર જ રાખવાને બદલે તમે ઈચ્છો તો ટેપ થી પણ તમારી કમરને માપી શકો છો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *