ઘર ની સજાવટ માં ક્યારે પણ ન કરશો આ 6 ભૂલો

Image by Rudy and Peter Skitterians from Pixabay

આમ તો આપણે બધા ઘર ને સજાવામાં કોઈ કસર નથી છોડતા. માંટે જ કેટલીક વખત જાણકારી ના આભાવ માં આપણે કેટલીક ભૂલો કરીએ છીએ. જેનાથી ઘર ની રોનક વધવાની જગ્યા એ ઓછી થઈ જાય છે. આજે તમને અમે એવી જ ડેકોરેટિંગ મિસ્ટેક જણાવીશું કે જે હકીકત માં ન થવી જોઈએ.

મેચિંગ રંગોનો ઉપયોગ:

Image by Free-Photos from Pixabay

જો તમે ઘરને રંગી રહ્યા છોતો પછી એક વાત નું  ધ્યાનમાં રાખો કે ઘરની બધી દિવાલો પર મેચિંગ કલર કરવાનો ટ્રેન્ડ એ ખૂબ જૂની વાત છે. તેથી અલગ અલગ રંગો નો ઉપયોગ કરો. જો તમને ડાર્ક રંગ પસંદ છેતો તેનો ઉપયોગ એક દિવાલ પર કરો. રંગોને વધુ આકર્ષક બનાવવા માટે ફર્નિચર અને પડદાના ફેબ્રિકને દિવાલના રંગો સાથે મેચ કરો.

એન્ટિક વસ્તુ નો પ્રદર્શન કરવાની આદત

Image by bedrck from Pixabay

ઘરની સજાવટ માટે જૂના ફર્નિચર અને સુશોભન વસ્તુઓના વધુ પડતા ઉપયોગથી તમે ખુશ થઈ શકો છોપરંતુ તે જરૂરી નથી કે ઘરે આવનારા મહેમાનો ને પણ તે પસંદ હોય. તમારા આ સંગ્રહના પ્રદર્શન ના કારણે તમારું ઘર ભરાયેલુ દેખાશે. તેથીજો તમારી પાસે પ્રાચીન વસ્તુઓનો વિશાળ ખજાનો છેતો તેને ચપળતાથી પ્રદર્શિત કરો. ઘર ને મ્યુસિયમ ન બનાવતા વસ્તુ ને સારી રીતે અને ઓછી વસ્તુ થી શણગારો.

દીવાલ ને ફોટો થી ભરી દેવી

Image by BUMIPUTRA from Pixabay

કેટલાક લોકો દિવાલો પર વધારે પડતા ફોટા સજાવે  છે. પરિવાર સાથે વિતાવેલી ક્ષણો સુંદર હોય  છેપરંતુ ફોટા સાથે આખી દિવાલ ભરવી યોગ્ય નથી. આવું ન કરતાં છ-આઠ ચિત્રોનો કોલાજ બનાવો અને તેને  બેડરૂમમાં મૂકો.

ખોટા લેમ્પશેડ ની પસંદગી

Image by 453169 from Pixabay

કેટલીકવાર આપણે લેમ્પ્સશેડની ડિઝાઇન અને શૈલીથી એટલા આકર્ષિત થઈ જઈએ છીએ કે લિવિંગ એરિયા ને ધ્યાન માં રાખ્યા વગર જ લેમ્પ્સશેડ્સ પસંદ કરીએ છીએ. તેનાથી બચવા માંટે ડેકોર સ્ટાઇલ અને સાઇઝ ને ધ્યાનમાં રાખીને લેમ્પશેડ્સ પસંદ કરો.

કૃત્રિમ ફૂલોનો ઉપયોગ

Image by StockSnap from Pixabay

ઘરને શણગારવા માટે કૃત્રિમ ફૂલોથી બચવું જોઈએ. કૃત્રિમ ફૂલોની સજાવટ ફક્ત હોલિડે હોમ્સ  અથવા બીચ હાઉસ માટે પસંદ કરવામાં આવે છે. જો તમે તેનો ઉપયોગ તમારા ઘરે કરો છો, તો તે તમને સસ્તા સલૂન જેવો અનુભવ થશે. જો તમે ઘરને ફૂલોથી સજાવટ કરવા માંગતા હો, તો પછી થોડા પૈસા ખર્ચ કરો અને તાજા ફૂલોનો ઉપયોગ કરો.

ખોટી સાઇઝના કાર્પેટનો ઉપયોગ

Image by Abdessamad Karmoun from Pixabay

કાર્પેટ થી ઘર સુંદર અને ભવ્ય દેખાય છે, પરંતુ નાના રૂમમાં મોટા કાર્પેટનો ઉપયોગ કરશો તો રૂમ  નાનો દેખાશે.તેથીબેઠક વિસ્તારને ધ્યાનમાં રાખીને કાર્પેટ પસંદ કરો અને બાકી ની જગ્યા ને તેમ જ રાખો. આનાથી રૂમ ખુલ્લો દેખાશે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment