ઘણા લોકો વોટર લાઈન ઉપર ખંજવાળની ફરિયાદ કરતા હોય છે. આપણા પાંપણ અને આંખોની વચ્ચેના હિસ્સાને વોટરલાઇન કહેવામાં આવે છે. પાંપણ ઉપર થતી ખંજવાળના કારણે ઘણી વખતે આંખોમાં બળતરા થાય છે અને આંખો લાલ પણ થઈ જાય છે. જ્યારે અમુક લોકોને આંખોની અંદર સોજાની તકલીફ પણ થઇ જાય છે તેથી જ પાપણની આસપાસ થતી ખંજવાળને નજરઅંદાજ કરવી જોઈએ નહીં અને ખંજવાળ થવા પર આંખો રગડવાની જગ્યાએ નીચે દર્શાવેલા નુસખાને અપનાવવાથી આરામ મળશે અને આંખોને કોઇ પણ પ્રકારનું નુકસાન પણ પહોંચે નહીં.
ખરેખર જ્યારે વોટરલાઈન ઉપર ખંજવાળ આવે છે ત્યારે આપણે ખૂબ જ જલદી તેને રગડવા લાગ્યા છીએ. જેના કારણે આપણી આંખો ઉપર ખરાબ અસર પડે છે અને આંખો લાલ પણ થઈ જાય છે તેથી જ જ્યારે પણ ખંજવાળ આવે ત્યારે ખંજવાળવાની જગ્યાએ નીચે આપેલા ઘરેલુ ઉપાય અપનાવો આ ઉપાય અપનાવવાથી ખંજવાળમાં આરામ મળશે.
પાપણમાં થતી ખંજવાળને રોકવા માટે અપનાવો આ ઉપાય
બરફ લગાવો
આંખોની પાંપણ ની આસપાસ ખંજવાળ થવાથી બરફનો ઉપયોગ કરો બરફનો શેક ખંજવાળવાળી જગ્યા ઉપર આપવાથી તમને તરત આરામ મળશે અને ખંજવાળ થી છુટકારો પણ મળશે. એટલું જ નહીં આમ કરવાથી આંખોને ઠંડક પણ મળશે. આ ઉપાય કરવા માટે તમે એક બરફનો ક્યુબ લો અને તેને એક ચોખ્ખા રૂમાલમાં બંધો ત્યારબાદ ખંજવાળવાળી જગ્યા ઉપર મૂકો તથા હલ્કા હાથથી મસાજ કરો તમને આરામ મળશે.
એલોવેરા જેલ
એલોવેરા જેલ ની મદદથી પાપણ ઉપર થતી ખંજવાળને દૂર કરી શકાય છે એલોવેરા જેલ માં એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો હોય છે જે ખંજવાળ બળતરા જેવી સમસ્યાઓને દૂર કરી શકે છે તમે એલોવેરા જેલને એકથી કોટન રૂ અથવા તો ઈયરબર્ડ ઉપર લો અને હલકા હાથથી પાંપણ ની પાસે બહારના ભાગમાં લગાવો તથા અડધા કલાક પછી આંખોને સાફ પાણીથી ધુઓ. તેનાથી તમને ખંજવાળમાં રાહત મળશે. પરંતુ તેનો પ્રયોગ કરતી વખતે તમે આ વસ્તુનું ધ્યાન રાખો કે એલોવેરા જેલ આંખના બોલ ઉપર ન લગાવો.
મધ
આંખોની પાંપણ ઉપર ખંજવાળ અથવા તો બળતરા થવાથી મધનો ઉપયોગ પણ તમે કરી શકો છો મધ મા હીલિંગ પ્રોપર્ટીસ જોવા મળે છે.જે ખંજવાળને દૂર કરવામાં સહાયક થાય છે આ ઉપાયમાં મધુ મીણ માં મધ ઉમેરો તથા તેની મદદથી આંખોની પાંપણ પાસે લગાવો. આ મિશ્રણને 15 મિનિટ સુધી રહેવા દો જ્યારે તે સુકાઈ જાય ત્યારે પાણી ની મદદથી તેને સાફ કરો.
કાકડી
પાપણની લાઈન માં ખંજવાળ આવવાથી કાકડીને આંખો ઉપર મૂકો. કાકડી આંખો ઉપર મૂકવાથી ખંજવાળથી રાહત મળશે. તે સિવાય તમે ઈચ્છો તો નારિયેળના તેલ નો પ્રયોગ પણ કરી શકો છો નારિયેળના તેલને પાંપણ ઉપર લગાવી લો.ત્યાર બાદ તેને પાપણની આસપાસ લગાવો અડધા કલાક પછી આંખોને ધુવો. તમારી ખંજવાળ દૂર થઈ જશે અને આંખને આરામ પણ મળશે.
આંખોની પાંપણ પર વારંવાર ખંજવાળ આવવાથી તમે ડોક્ટરનો સંપર્ક જરૂર કરો તેની સાથે આંખમાં કાજલ લગાવવાનું પણ બંધ કરો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team