ગુજરાતી! આટલી ચીજ ખાવાથી વજન નહીં વધે – નોંધી લો અને બિન્દાસ્ત ખાવ

  • અમુક વ્યક્તિના મનમાં એવું હોય છે કે, વધુ ખાવાથી વજન વધી જાય છે અને જાડા થઇ જવાય છે. તો હવે બધી ચિંતા મુકો સાઈડમાં અમે તમારે માટે અમુક ખાદ્યચીજની યાદી લઈને આવ્યા છીએ. વધુ વાંચો નીચે..

અત્યારે ઘણા બધા માણસો મોટા શરીરથી પરેશાન થઇ ગયા છે. લોકોના જીવનમાં બદલાવ આવ્યા છે અને ખોરાક પણ એવા થઇ ગયા છે જેમાં ચરબી અને કોલેસ્ટ્રોલની વધુ માત્ર હોય. પણ હવે તમને એ ચિંતામમાંથી મુક્તિ મળશે. કારણ કે આજના આર્ટીકલમાં અમે લઈને આવ્યા છીએ એવી વાતોનો ખજાનો જે તમને ખૂબ ઉપયોગી થશે.

આજના આર્ટીકલમાં આપણે એ જાણીશું કે એવી કઈ ખાદ્યચીજ છે જે ખાવાથી વજન વધવાની અને ચરબી ચડવાની તકલીફ સર્જાતી નથી. તો વધુ વાંચવા માટે આ આર્ટીકલને અંત સુધી વાંચવાનું ભૂલશો નહીં.

  • પોપકોર્ન

પોપકોર્ન ધાન્યમાંથી બને છે પણ તેમાં કેલેરીની માત્ર સાવ ઓછી હોય છે. પોપકોર્ન પેટને જલ્દીથી ભરી દે છે કારણ કે તેમાં હવા ભરેલી હોય છે. તો બ્રેકફાસ્ટ કે ભૂખ લાગી હોય ત્યારે પોપકોર્ન ખાવાથી હાઈ કેલેરીની સંભાવના નહીં રહે.

  • ઇંડા

તમને ખાસ જણાવવાનું કે ઈંડા ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ વધતું નથી. ઈંડામાં બહુ વધુ માત્રમાં પ્રોટીન હોય છે, જેમાં અલગ-અલગ નવ એમીનો એસીડ મળી આવે છે. દરરોજ એક ઈંડું ખાવાથી ઘણો ફાયદો થાય છે. વધુ વજન હોય અને ઓછું કરવાના પ્લાનિંગમાં હોય તો ઈંડા તમારે બહુ કામ આવશે.

  • માછલી

આમાં ઓછું બહુ ફેટ હોય છે. એ સાથે માછલીમાં બહુ ઓછું પ્રોટીન હોય છે અને તેમાં ઓમેગા-૩ ફેટી એસીડની પણ સારી એવી માત્ર હોય છે. જે શરીરના કોષોને નવનિર્માણ કરવામાં કામ આવે છે અને હદય સંબંધિત અમુક પ્રકારની બીમારીને પણ દૂર કરી શકાય છે.

  • બાફેલા બટેટા

બટેટામાં કાર્બોહાઈડ્રેટ ભરપૂર માત્રમાં હોય છે. જો બટેટાને તળ્યા વગર ખાવામાં આવે તો એ પોષ્ટિક ગણાય છે અને સાથે શરીરને પણ નહીં વધારે. બટેટામાં સ્ટાર્ચ પણ હોય છે, જે પાચનતંત્રમાં ફાયદો કરે છે.

હાલ બજારમાં અંક પ્રકારના ફેટ ફ્રી બિસ્કીટ પણ મળે છે જે લોકો વધુ ખરીદવાનો આગ્રહ રાખતા હોય છે. પણ ઘરમાં જ અમુક એવા હળવા નાસ્તા જેવી વાનગીઓ મળી જતી હોય છે. જેનાથી ચરબીનો વધવાનો ભય રહેતો નથી. તો આ ફેટ ફરી નાસ્તા ઘણાબધા હોય છે. જેમ કે, મકાઈના પૌવા, સેવ મમરા, બાફેલા બટેટા સાથે ચટણી વગેરેને ડાયેટ પ્લાનમાં પણ એડ કરી શકાય છે અને સાથે ભૂખ લાગી હોય ત્યારે પણ આરોગી શકાય છે.

જો તમને પણ આવી કોઈ ફેટ ફ્રી વાનગી યાદ આવતી હોય તો કમેન્ટમાં જણાવજો જેથી અન્ય લોકોને પણ મદદ મળે. સાથે આ આર્ટીકલને અન્ય લોકો સાથે પણ શેયર કરજો જેથી જરૂર છે તેને યોગ્ય માહિતી મળતી રહે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.


Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *