લોકડાઉન બાદ આદિત્ય નારાયણનો સાથ ઈચ્છે છે નેહા કક્કર? શેર કરી તસ્વીરો

ઈન્ડિયન આઈડલ 11ની જજ રહી ચૂકેલી નેહા કક્કડ તેના લુક અને બેબાક અંદાજ માટે ચર્ચામાં રહેતી હોઈ છે. અગાઉ નેહા હિમાંશ કોહલી સાથે તેના અફેરને લઈને પણ ઘણી ચર્ચામાં રહી હતી. જોકે, ત્યારબાદ ઈન્ડિયન આઈડલ દરમિયાન આદિત્ય અને નેહાના અફેરની વાતો પણ ખૂબ ચર્ચામાં રહી હતી.

નેહા અને આદિત્યએ ઈન્ડિયન આઈડલના સેટ પર લગ્ન કરવાની પણ જાહેરાત કરી દીધી હતી. ત્યારબાદ આદિત્યના પિતા ઉદિત નારાયણ પણ શો પર પહોંચ્યા હતા અને બંને 14 ફેબ્રુઆરી 2020એ લગ્ન કરશે એવી ઘોષણા કરવામાં આવી હતી.

જોકે, વેલેન્ટાઈન ડે પર આવું કંઈ જ થયું નહીં અને નેહા-આદિત્યએ લગ્નની વાતથી ઈન્કાર કરી દીધો. જોકે, આ વિવાદનો સીધો ફાયદો શો અને ચેનલની ટીઆરપીને થયો હતો. ત્યારે હાલમાં જ નેહાએ વધુ એક તસવીર શેર કરી છે જેના કારણે ફરી ચર્ચા થઈ રહી છે. નેહાએ આદિત્ય સાથે તેની એક તસવીર શેર કરી છે. આમાં બંને એકબીજાનો હાથ પકડેલા જોવા મળી રહ્યાં છે. 

તસવીરથી વધારે નેહાનું કેપ્શન વધારે ચર્ચામાં છે. નેહાએ આ ખાસ તસવીર શેર કરતી વખતે લખ્યું- ‘લોકડાઉન ખતમ થયા બાદ હું’. હવે આ કેપ્શનને કારણે નેહા અને આદિત્ય એકબીજાને ડેટ કરી રહ્યાં છે એવી ચર્ચાઓ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે, નેહા અને આદિત્યએ એકબીજા સાથે અફેરની ચર્ચાઓેને સ્વીકારી પણ હતી.

જે બાદ નેહાના ભાઈ ટોની કક્કડએ એક સોન્ગ પણ રિલીઝ કર્યું હતું. સોન્ગનું ટાઈટલ હતું- ગોવા બીચ. યૂટ્યૂબ પણ આ સોન્ગ ખૂબ જ હિટ થયું હતું. નેહા અને આદિત્યની કેમિસ્ટ્રી પણ ફેન્સને ખૂબ જ પસંદ આવી હતી. 

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *