લંડન ની નોકરી છોડી ને કર્યું આ કામ.. વર્ષે કમાય છે લાખો રૂપિયા.. ચાલો જાણીએ શું છે હકીકત આ ભારતીય છોકરી ની..

આગ્રા ની રહેવાસી નેહા ભાટિયા એ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ માં માસ્ટર્સ કર્યું છે. ભણતર પૂરું થતાં જ નેહા એ વર્ષ સુધી ત્યાં જ નોકરી કરી. અને ત્યાર પછી તે અહી પોતાના દેશ માં આવી ગઈ. 2017 માં તેમણે ઓર્ગનીક ફાર્મિંગ શરૂ કર્યું અને આજે તે ત્રણ જગ્યા પર ખેતી કરે છે. ખેતી કરી ને નેહા દર વર્ષે લાખો રૂપિયા કમાઈ લે છે. સાથે જ તે ખેડૂત ને પણ ઓર્ગનીક ફાર્મિંગ વિશે શીખવાડી રહી છે અને ખેડૂતો ની જિંદગી પણ સુધારી રહી છે.

Image Source

31 વર્ષીય નેહા બિજનેસ ફેમિલી થી જોડાયેલ છે. તેમા નેહા કહે છે કે “ મે પહેલા થી જ નક્કી કરી લીધું હતું કે મારે પણ બિજનેસ કરવો છે.” વધુ માં તે કહે છે કે “ મારે ફક્ત પૈસા ખાતર જ બિજનેસ નથી કરવો પણ તેના થી કોઈ ને સોશિયલ બેનિફિટ મળે સાથે જ તેનો કોઈ સોશિયલ ઇમ્પેક્ટ પણ પડે. જેનાથી લોકો ને પણ ફાયદો થાય. હા, ખેતી વિશે ન હતું વિચાર્યું.”

Image Source

દિલ્લી વિશ્વવિધ્યાલય થી ગ્રેજયુએશન કર્યા પછી નેહા એક સોશિયલ ઓર્ગેનાઇજર થી જોડાઈ ગઈ. તેમણે રાજસ્થાન, હરિયાણા,મધ્ય પ્રદેશ જેવા કેટલાક રાજ્યો માં શિક્ષા અને સ્વાસ્થ્ય જેવી સમસ્યા પર તેમણે કામ કર્યું છે. ત્યાર પછી તેઓ 2012 માં લંડન જતા રહ્યા. તેઓ 2015 માં લંડન થી પાછા ફર્યા. ત્યારબાદ તેઓ બીજા સોશિયલ ઓર્ગેનાઇજર સાથે જોડાઈ ગયા.

Image Source

નેહા ઘણા ગામો માં ફર્યા અને લોકો ને મળી ને તેમની સમસ્યાઓ જાણી. નેહા કહે છે કે લોકો થી મળી ને એવું લાગ્યું કે સૌથી મોટી સમસ્યા છે હેલ્થી ફૂડ ની. ફક્ત શહેર માં જ નહીં પણ ગામ ના લોકો ને પણ હેલ્થી ખાવાનું નથી મળતું. હવે 2016 માં નેહા એ ક્લીન ઇટિંગ મૂવમેન્ટ લોન્ચ કરવાનું વિચાર્યું. જેથી લોકો ને સારું અને ઉચિત ખાવાનું મળી શકે. તેને વિચારતા જ તેમણે તેના પર કામ કરવાનું શરૂ કર્યું. ઘણા એક્સપર્ટસ ને પણ મળી. બધા જ લોકો એ એવું જ કહ્યું કે સારું ભોજન જોઈએ તો તેને સારી રીતે વાવવું પણ પડશે. જો અનાજ અને શાકભાજી જ કેમિકલયુક્ત અને યુરિયા વાળી હશે તો તેનાથી બનતું ભોજન પણ સારું નહીં જ હોય.

Image Source

એવા માં નેહા એ ઓર્ગનીક ફાર્મિંગ ની શરૂઆત કરી. પણ તેમને ખેતી માટે નું કશું જ જ્ઞાન ન હતું. ફાર્મિંગ શરૂ કરતાં પહેલા તેમણે ઘણા ગામો 6-7 મહિના સુધી ખેતી ની જાણકારી મેળવી. ત્યારબાદ તેમણે નોઇડા માં પોતાની 2 એકર જમીન પર ઓર્ગનીક ફાર્મિંગ કરી. ફાર્મિંગ દરમિયાન, શરૂઆત નો સમય નેહા માટે નિરાશાજનક રહ્યો. પણ બીજી વાર ખેતી થી સારી ઉપજ મળી. ત્યારબાદ તેઓ એ પોતાના ઓર્ગનીક ઉત્પાદક ને જાતે માર્કેટ માં લઈ ગઈ અને લોકો પાસે થી તે ઉત્પાદક વિશે ની માહિતી મેળવી.

Image Source

નેહા કહે છે કે થોડા સમય બાદ જ અમને સારો રિસપોન્ડસ મળ્યો. નોઇડા બાદ તેમણે મુજજફરનગર  અને ભીમનગર માં ખેતી શરૂ કરી. અત્યારે નેહા 15 એકર જમીન માં ખેતી કરે છે. તેમની ટીમ માં કુલ 20 લોકો કામ કરે છે. એટલું જ નહીં તેમની સાથે મોટી સંખ્યા માં ખેડૂતો ઓર્ગનીક ફાર્મિંગ ની ટ્રેનિંગ લે છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment