શિયાળાની ઋતુમાં ગાજરનો હલવો જરૂર ખાઓ, જેનાથી સ્વાસ્થ્યને લગતા પાંચ ફાયદા થાય છે

તમારે શુદ્ધ ઘી અને સૂકા મેવાથી બનેલો ગાજરનો આ હલવો તેના અદભુત ફાયદા ને લીધે શિયાળામાં જરૂર ખાવો જોઈએ.

Image Source

શિયાળાની ઋતુમાં લીલા શાકભાજીની સાથે ગાજરને પણ ખૂબ વધારે પસંદ કરવામાં આવે છે. ગાજરનો ઉપયોગ પુલાવ , શાક અને સૂપ બનાવવાની સાથે હલવો બનાવવા માટે પણ કરવામાં આવે છે. જી હા, શિયાળાની ઋતુમાં ગાજરનો હલવો સૌથી વધારે પસંદ કરવામાં આવતી મિઠાઈઓ માંથી એક છે. તે એક એવી મીઠાઈ છે જેને જુદી જુદી રીતે બનાવી શકાય છે.

ઘી અને સુકા મેવાથી બનેલો ગાજરનો હલવો મોઢામાં મુક્તા જ પીગળી જાય છે અને તેનો સ્વાદ એટલો લાજવાબ હોય છે કે ઠંડી રાતમાં ભોજન લીધા પછી તેને વૃદ્ધ જ નહીં બાળકો પણ ખૂબ શોખથી ખાય છે. પરંતુ શું તમે જાણો છો કે ભોજનમાં સ્વાદિષ્ટ ગાજરનો હલવો તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારો હોય છે. શું ખરેખર ગાજરનો હલવો આપણા સ્વાસ્થ્ય માટે સારો હોય છે, આ વિશે જાણવા માટે અમે MY22BMI ના સ્થાપક શ્રીમતી પ્રીતિ ત્યાગી સાથે વાત કરી. ચાલો અમારી સાથે તમે પણ જાણો કે તેમણે શું જણાવ્યું.

નિષ્ણાંતની સલાહ :

Image Source

શ્રીમતી પ્રીતિ ત્યાગીજી નું કહેવું છે કે “ગાજરનો હલવો બનાવવા માટે ઉપયોગમાં લેવાતો મુખ્ય ઘટક ગાજર છે. ગાજર વિટામીન એ, વિટામીન સી, વિટામિન કે અને ફાઈબરથી ભરપૂર હોય છે. ગાજરમાં વિટામિન એ દ્રષ્ટીના સુધારમાં મદદ કરે છે. હલવામાં દૂધ ઉમેરીને વાનગીમાં કેલ્શિયમ અને પ્રોટીનને ઉમેરવામાં આવે છે. કાજુ અને દ્રાક્ષ હલવામાં પ્રોટીન અને એન્ટી ઓક્સિડન્ટનો ઉમેરો કરે છે. હલવામાં શુદ્ધ ઘી તમારા શરીરને શિયાળામાં થતા દુખાવાને ઓછા કરવા માટે જરૂરી સારી ચરબી આપે છે. આ ઉપરાંત ગાજર ખાવાથી શરીરની છાતીના ચેપને મટાડવામાં અને રોકવામાં પણ મદદ કરે છે.

ગાજરના ફાયદા :

Image Source

આપણામાંથી ઘણા લોકો એવા છે જેમકે ખાસ કરીને બાળકો, જે ગાજર ખાવાનું પસંદ કરતા નથી. તેવા લોકોએ આ સ્વાદિષ્ટ મીઠા હલવાના રૂપમાં ખાવો જોઈએ. તેને ખાવાથી કોઈ નુકસાન થતું નથી. ગાજર એ સ્વસ્થ શાકભાજી માંથી એક છે જેનું આપણે સેવન કરી શકીએ છીએ. તે વિટામીન એ, સી અને કે થી ભરપૂર હોય છે જે આપણા સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે ખૂબ સારું છે.

• તે ફાઈબરથી ભરપૂર હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે.
• આ શાક કોલેસ્ટ્રોલ સામે લડે છે અને હદયના સ્વાસ્થ્યને વધારે છે.
• ગાજરમાં વિટામિન એ હોય છે જે આંખોના સ્વાસ્થ્યને વધારે છે.
• ગાજર પાચનમાં મદદ કરે છે અને આંતરડાની ગતિ સુધારે છે.
• વિટામિન, ખનીજ, એન્ટી ઓક્સિડન્ટ થી ભરપુર ગાજર રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.

વિટામીન અને ખનીજથી ભરપૂર :

સુકામેવા વગર ગાજરના હલવાની રેસીપી અધૂરી છે. સુકામેવા ફાઇબર, એન્ટિઓક્સિડન્ટ, વિટામીન અને ખનીજ થી ભરપૂર હોય છે, જે તમારા શરીર માટે જરૂરી હોય છે, ખાસ કરીને શિયાળાની ઋતુમાં. જો તમને સુકામેવા પસંદ નથી, તો તેને તમારા ગાજરના હલવામા શામેલ કરીને તેનું સેવન કરવાની એક સારી રીત છે. તે ખૂબ પૌષ્ટિક છે, તમારા એકંદર સ્વાસ્થ્યનો સુધારો કરે છે.

શિયાળામાં સ્વસ્થ રાખે છે :

ગાજરના હલવામાં ઘી નો ઉપયોગ કરવામાં આવે છે જે શિયાળાની ઋતુમાં તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ સારો હોય છે. ઘી મા સારી ચરબી હોય છે જે આ ઋતુમાં દુખાવાને ઓછો કરવામાં મદદ કરે છે. ગાજરમાં રહેલા વિટામિન એ છાતીમાં થતાં ચેપ અને અન્ય મોસમી ચેપના ઉપચારમાં મદદ કરે છે. ગાજરના હલવાનું સેવન રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ કરે છે.

ત્વચાને થતાં નુકશાનથી બચાવે છે :

તે આપણી ત્વચાને સૂર્યના હાનિકારક યુવી કિરણોથી બચાવવા માટે જરૂરી છે જે શિયાળાની ઋતુમાં એક્ટિવ હોય છે. ગાજરમાં રહેલ બીટા કેરોટીન ત્વચાની સુરક્ષા કરે છે.

કેલ્શિયમ થી ભરપુર :

Image Source

જેમકે ઉપર આપણા નિષ્ણાતે જણાવ્યું કે દૂધનો ઉપયોગ કરીને ગાજરના હલવાની રેસિપી તૈયાર કરવામાં આવે છે. દૂધ આ મીઠાઈ ને પૂરી રીતે સ્વસ્થ બનાવે છે. દૂધ તમારા શરીર માટે જરૂરી કેલ્શિયમની માત્રા વધારે છે.

ઓછી ચરબી વાળા ગાજરનો હલવો બનાવવાની રેસીપી :

ગાજરનો હલવો તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ સારો છે, પરંતુ તે કેલેરીથી ભરપૂર હોય છે જે તમારું વજન વધારી શકે છે. પરંતુ તમારી મનપસંદ મીઠાઈનો સંપૂર્ણ આનંદ લેવો જોઈએ. આજે અમે તમને ઓછી ચરબીવાળા ગાજરનો હલવો બનાવવાની રેસીપી બતાવવા જઈ રહ્યા છીએ.

સામગ્રી :

 • ગાજર – ૨ કપ કાપેલા
 • ઓછી ચરબીવાળુ દૂધ – ૧ કપ
 • કાપેલો ખજૂર – ૧/૨ કપ
 • ઘી – ૧ ચમચી
 • એલચી પાવડર – ૧/૪ નાની ચમચી

બનાવવાની રીત :

 • પ્રેશર કુકરમાં ઘી અને ગાજર નાખો. ૫ મિનીટ સુધી સાંતળો.
 • ત્યારબાદ કુકરમાં દૂધ અને ખજુર નાખો અને સારી રીતે ભેળવો.
 • ૨ સિટીઓ થાય પછી પ્રેશર કુકર બંધ કરી દો.
 • એલચી પાવડર નાખો અને સારી રીતે ભેળવી. એકસરખું હલાવતા રહો.
 • ઓછી ચરબીવાળો ગાજરનો હલવો તૈયાર છે.
 • ઓછી ચરબી વાળા દૂધ અને ખાંડને બદલે ખજૂરનો ઉપયોગ કરવાથી ગાજર ના હલવામાં કેલેરીની માત્રા ઓછી કરવામાં મદદ મળશે.

શિયાળામાં તમે આ સ્વાદિષ્ટ અને હેલ્ધી ગાજરના હલવાની પણ મજા લઇ શકો છો. આ પ્રકારની વધુ માહિતી મેળવવા માટે જોડાયેલા રહો ફક્ત ગુજરાતી સાથે.

#Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *