આ છે ભારતના 10 રહસ્યમય મંદિરો.. શું છે એના રહસ્યો

પ્રાચીન કાળ માં જ્યારે મંદિર બનાવા માં આવતા હતા. વાસ્તુ અને ખગોળ વિજ્ઞાન નું ધ્યાન રાખવા માં આવતું. આ ઉપરાંત રાજા-મહારાજા ખજાનો છુપાવી ને તેની પર મંદિર બનાવી દેતા હતા. અને ખજાના સુધી પોહચવામાં માટે અલગ અલગ રસ્તો બનાવી દેતા હતા.

Image Source

તેના સિવાય ભારત માં એવા ઘણા મંદિરો છે કે જેનો સંબંધ ન તો વાસ્તુ સાથે છે, ન તો ખગોળ વિજ્ઞાન સાથે અને ન તો કોઈ ખજાના સાથે, આવા મંદિર સાથે કોઈ જોડાયેલ રહસ્ય વિશે આજ સુધી કોઈ જાણી નથી શક્યું.

તો ચાલો જાણીએ આવા જ મંદિરો વિશે..

1. કૈલાસ માનસરોવર:

Image Source

અહી શાક્ષાત ભગવાન શિવ બિરાજે છે. તે ધરતી નું કેન્દ્ર છે. વિશ્વના સૌથી ઊંચા સ્થાન પર આવેલા કૈલાસ માનસરોવર ની પાસે જ કૈલાસ પર્વત અને મેરુ પર્વત આવેલ છે.આ સમગ્ર ક્ષેત્રને શિવ અને દેવલોક કહેવામાં આવે છે. રહસ્ય અને ચમત્કારથી ભરેલ આ સ્થાન ની મહિમા ને વેદ અને પુરાણો માં સામેલ કરવામાં આવી છે.

કૈલાસ પર્વત સમુદ્ર સપાટીથી 22,068 ફુટ ની ઊંચાઈ પર  છે અને હિમાલયથી ઉત્તરી ક્ષેત્રમાં તિબેટમાં સ્થિત છે. તિબેટ ચીન હેઠળ હોવાથી, કૈલાસ ચીનમાં આવે છે, જે ચાર ધર્મો, તિબેટી ધર્મ બૌદ્ધ, જૈન અને હિન્દુ ધર્મ એમ આધ્યાત્મિકતા નુ કેન્દ્ર છે. કૈલાસ પર્વતની 4 દિશાઓમાંથી 4 નદીઓ ઉત્પન્ન થઈ છે જેંમાં બ્રહ્મપુત્રા, સિંધુ, સતલજ અને કર્નાલી નો સમાવેશ થાય છે.

2. કન્યાકુમારી મંદિર:

Image Source

સમુદ્ર ની સપાટી પર જ કુમારી દેવીનું મંદિર આવેલું છે, જ્યાં દેવી પાર્વતીના કન્યા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. મંદિરમાં પ્રવેશ કરવા માટે પુરુષોએ તેમની કમર ના ઉપર ના ભાગ ના કપડાં ઉતારવા પડે છે. પ્રચલિત કથા અનુસાર,દેવીના લગ્ન સફળ ન થવા ને કારણે ત્યાં વધેલા દાળ અને ચોખા પાછળથી કાંકરા બન્યાં. આશ્ચર્યજનક રીતે કન્યા કુમારી ના સમુદ્ર તટ ની રેતી માં દાળ  અને ચોખા ના આકાર ના કાંકરા જોવા મળે છે.

3. કરણી માતાનું મંદિર:

Image Source

કરણી માતાનું આ મંદિર જે બીકાનેર (રાજસ્થાન) માં સ્થિત છે તે ખૂબ જ અનોખું મંદિર છે. આ મંદિરમાં લગભગ 20 હજાર કાળા ઉંદર રહે છે. લાખો ની સંખ્યા માં ભક્તો અહીં તેમની મનોકામના પૂર્ણ કરવા આવે છે. દુર્ગાના અવતાર ગણાતા કરણી દેવીના મંદિરને ‘ઉંદરોનું મંદિર’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

અહીં ઉંદરને કાબા કહેવામાં આવે છે અને તેમને ભોજન કરા વામાં આવે છે. અને તેમની રક્ષા  કરવામાં આવે છે. અહીં એટલા બધા ઉંદર છે કે તમારે પગ ઘસેડી ને ચાલવું પડે છે. જો એક ઉંદર પણ તમારા પગ ની નીચે આવી જાય તો તે અપશુકન માનવામાં આવે છે.  એવું કહેવામાં આવે છે કે જો કોઈ ઉંદર તમારા પગ ઉપરથી પસાર થાય છે, તો તમારી પર દેવીની કૃપા છે એમ માનવામાં આવે છે. અને જો તમે સફેદ ઉંદર જોયો , તો તમારી મનોકામના પૂર્ણ થાય છે.

4. શનિ શિગણાપુર:

Image Source

દેશમાં સૂર્યપુત્ર શનિદેવના ઘણા મંદિરો છે. તેમાંથી એક મહત્વ નું મંદિર છે મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં આવેલું શિગણાપુર નું શનિ મંદિર.આ વિશ્વ-વિખ્યાત શનિ મંદિરની વિશેષતા એ છે કે અહીં સ્થિત શનિદેવની પથ્થરની મૂર્તિ છત્ર કે ગુંબજ સિવાય  ખુલ્લા આકાશની નીચે સંગેમરમર ના ચબૂતરા પર બિરાજમાન છે.

અહીં શિગણાપુર શહેરમાં ભગવાન શનિ મહારાજનો ભય એટલો છે કે શહેરના મોટાભાગના ઘરોમાં બારી, દરવાજા અને તિજોરી નથી.અહી દરવાજા ની જગ્યા એ પડદા જ છે. તે એટલા માટે કે અહી કોઈ ચોરી થતી નથી. એવું કહેવાય છે કે જે કોઈ અહી ચોરી કરે છે તેને શનિ મહારાજ સ્વયં સજા આપે છે.

5. સોમનાથ મંદિર:

Image Source

સોમનાથ મંદિર એક મહત્વપૂર્ણ હિન્દુ મંદિર છે જે 12 જ્યોતિર્લિંગોમાં પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે ઓળખાય છે. પ્રાચીન સમયમાં અહી શિવલિંગ હવામાં ઝૂલતો હતો, પરંતુ આક્રમણકારોએ તેને તોડી નાખ્યો હતો. એવું માનવામાં આવે છે કે 24 શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી અને તેમા  સોમનાથ નું શિવલિંગ વચોવચ હતું. આ શિવલિંગમાં મક્કામાં આવેલું  કાબાનું શિવલિંગ પણ શામેલ છે.

ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારના વેરાવળ બંદર પર આવેલ આ મંદિર નું નિર્માણ ચંદ્રદેવે કર્યું હતું. તેનો ઉલ્લેખ ઋગ્વેદ માં પણ મળે છે. આ સ્થાનને સૌથી રહસ્યમય માનવામાં આવે છે. આ મંદિર ને 17 વખત નાશ કરવામાં આવ્યું હતું.અને દરેક વખતે પુનઃનિર્માણ કરવા માં આવ્યું હતું .

અહીં શ્રીકૃષ્ણએ દેહત્યાગ કર્યો  હતો. શ્રી કૃષ્ણ ભાલુકા તીર્થે આરામ કરી રહ્યા હતા, ત્યારે જ શિકારીએ તેમના પગ પર તીર મારી દીધું.

6. ઉજ્જૈનનું કાલ ભૈરવ મંદિર:

Image Source

જોકે આ મંદિર વિશે બધા ને ખબર જ છે કે અહીં કાળ ભૈરવની મૂર્તિ મદિરાપાન કરે  છે, તેથી મંદિરમાં પ્રસાદને બદલે દારૂ ચઢાવામાં આવે છે. આ જ દારૂ અહીં પ્રસાદ તરીકે પણ વહેંચવામાં આવે છે. એવું કહેવાય છે કે કાળ ભૈરવ નાથ આ શહેરનો રક્ષક છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *