નવરાત્રિ ઉપર ૫૮ વર્ષ પછી આશ્ચર્યજનક સંયોગ, ઘટસ્થાપના -શુભ મુહુર્ત પણ જાણો

Image source

અધિકમાસ (અધિક માસ ૨૦૨૦) પૂર્ણ થતા જ ૧૭ ઓક્ટોબર ૨૦૨૦ થી શારદીય નવરાત્રિ ( નવરાત્રિ ૨૦૨૦ ) શરૂ થઈ રહી છે. આસો મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદ તારીખે શરૂ થઇ રહેલી નવરાત્રિ મા મા દુર્ગા ના નવ રૂપો ની પૂજા થશે. નવરાત્રિ મા દરરોજ મા દુર્ગા ના અલગ અલગ રૂપ સમર્પિત થાય છે. જ્યોતિષીઓ નું કેહવુ છે કે નવરાત્રીમાં આ વખતે ૫૮ વર્ષ પછી ખૂબ જ શુભ સંયોગ બનવા જઈ રહ્યો છે.

Image source
જ્યોતિષ વિદ્યા જાણનારા કરિશ્મા કૌશિક ના મત મુજબ, આ વખતે નવરાત્રિ માં પૂરા ૫૮ વર્ષ પછી શનિ મકર રાશિ અને ગુરુ સ્વરાશિ ઘનુરાશિ માં રેહશેે. સાથે સાથે આ વખતે ઘટસ્થાપના પર પણ વિશેષ સંયોગ બની રહ્યો છે. આ મહાસંયોગ ઘણા લોકોની ખુશીઓથી ભરી શકે છે.

Image source
નવરાત્રીના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે અને આ દિવસે ઘટસ્થાપના પણ કરે છે. જવ ની વાવણી ની સાથે અખંડ જ્યોત પણ પ્રગટાવવામાં આવે છે. પૂરી વિધિસર નવરાત્રિ ના વ્રત રાખનારને મા દુર્ગા ના આશીર્વાદ થી લાભ પ્રાપ્ત થાય છે.

Image source
ઘટસ્થાપના નું શુભ મુહૂર્ત શનિવાર, ૧૭ ઓક્ટોબર ૨૦૨૦ ના સવારે ૬વાગ્યા અને ૧૦ મિનિટ પર છે. જો તમે કોઈ કારણોસર ઘટસ્થાપના નથી કરી શકતા તો આ વિશે ને સવારે ૧૧ વાગી ને ૨ મિનિટ થી લઇ ને ૧૧ વાગી ને ૪૯ મિનિટ ની વચ્ચે કરી શકો છો.

Image source
વાસ્તુ મુજબ ઘરનું પૂજા સ્થાન હંમેશા ઉતર – પૂર્વ દિશામાં જ હોવું જોઇએ. એટલા માટે ઘરની ઉતર – પૂર્વ દિશામાં જ ઘટસ્થાપના કરવી. ચૌકી ઉપર લાલ રંગ નું કપડું પાથરો અને કંકુ થી એક સાથીયો જરૂર બનાવવો. ત્યાર પછી મા દુર્ગા ની મૂર્તિ ની સ્થાપના કરવી. અખંડ દીવો કરી ને સ્થાપના કરો.

Image source
નવરાત્રિ મા આ વખતે ઘણા બીજા પણ ખાસ સંજોગ બની રહ્યા છે. રાજ યોગ, દિવ્ય પુષ્કર યોગ, અમૃત યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ અને સિદ્ધિ યોગ નવરાત્રિને ખાસ બનાવી રહી છે. આ દરમિયાન મા દુર્ગા ને લાલ કપડું, ફળ અને ફૂલ અર્પણ કરવાથી તમને ઘણો લાભ થશે. આ દરમિયાન દુર્ગા સપ્તશી ના પાઠ કરવાથી પણ તમારી બધી જ મનોકામના પૂર્ણ થાય છે.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment