નવરાત્રી પહેલા કરીલો આ કામ, વાંચ્યા પછી અમને તમારો આભાર વ્યક્ત કરજો😜

નવરાત્રીનો શુભ સમય આવી રહ્યો છે. નવરાત્ર માતા દુર્ગાની કૃપા મેળવવાનો પર્વ હોય છે અને આ શક્તિના દિવસોમાં તમે કેટલાક ઉપાયને અજમાવીને તમારા જીવનના બધા સંકટને દૂર કરીને તમારું જીવન અસીમ આનંદથી ભરી શકો છો. નવરાત્રીમાં માતા લક્ષ્મીની કૃપા મેળવા માટે તમે ઘણૂ બધુ કરી શકો છો.

ઘણા એવા ઉપાય છે જેને કરવાથી માતા લક્ષ્મી હમેશા તમારા ઘરમાં નિવાસ કરશે અને ધનની ક્યારે કમી નહી રહે.

આજે અમે તમને એક અચૂક ઉપાય જણાવશું જે તમારે નવરાત્રીના પહેલા કરવાના છે.

આ ઉપાયને કરવાથી નક્કી જ શુભ ફળની પ્રાપ્તિ થશે.

જો તમે પૈસાની કમીથી પરેશાન છો કે પછી તમારા ઘર પર હમેશા પૈસાની પરેશાની રહે છે અને બરકત નથી ટકતી, તો આ ઉપાયથી તમને આ બધી પરેશાનીથી છુટકારો મેળવવાનો પુરે પૂરો ચાન્સ છે.

નવરાત્રી પર સાત ઈલાયચીના આ ઉપાય

સૌથી પહેલા તમે નવરાત્રીમાં કોઈ પણ એક દિવસે એક શાંત રૂમ માં પીળા આસન પર બેસી જાઓ બસ ધ્યાન રાખો કે તમારું મોઢું  ઉત્તર દિશામાં હોવું જોઈએ.

ત્યારબાદ શ્રીયંત્ર બનાવી લો આ શ્રી યંત્રને લાલ ચોખાની ઢેરી બનાવીને તેના પર રાખો.

ત્યારબાદ તમે તેને મંદિરમાં મૂકી પૂજા કરી લો અને જે પણ પૂજાની સામગ્રી પૂજામાં પ્રયોગ થઈ છે તે બધાને વહેતા જળમાં પ્રવાહિત કરી નાખવી.

આવી માન્યતા છે કે નવરાત્રમાં કરેલ સાત્વિક ઉપાય તરત ફળદાયી હોય છે.

આ ઉપાયને પૂર્ણ શ્રદ્વા અને વિશ્વાસથી કરવાથી તમારું જીવન સુખોથી ભરાઈ જશે.

આ નવરાત્રી સીઝન ટ્રાય કરો ન્યુડ મેકઅપ એટલે એવો મેકઅપ જે કરો તો પણ દેખાય નહીં😍

એવી ધારણા છે કે નવરાત્રી માં ન્યુડ મેકઅપ સૌથી સારો ઑપ્શન છે. પણ શું સાચે નવરાત્રીમાં ન્યુડ મેકઅપ તમને કમ્ફર્ટેબલ લુક આપે છે?

જેમ-જેમ સમય બદલાય છે એમ-એમ સુંદરતાની પરિભાષા પણ બદલાઈ રહી છે. હવે લોકોને બહુ બોલ્ડ ફૅશન નથી ગમતી, પણ લાઇટ ફૅશન ગમે છે અને આ જ લાઇટ ફૅશનના શોખીનોએ ફૅશન માર્કેટમાં ન્યુડ મેકઅપને એન્ટ્રી આપી છે. ન્યુડ મેકઅપના નામથી જ સમજાઈ જાય છે કે આ ન્યુડ મેકઅપ એકદમ લાઇટ હશે. મુલુંડમાં રહેતાં બ્યુટિશ્યન રશ્મિ ગાલા કહે છે, ‘આમ તો પહેલાથીજ નવરાત્રીમાં બહુ ભપકાદાર મેકઅપની ફૅશન હતી, જે અત્યારે પણ ચાલી રહી છે. પણ હવે લાઇટ મેકઅપની ફૅશન છે જેમાં ન્યુડ મેકઅપ સૌથી સારો ઑપ્શન છે. આ મેકઅપ તમને સટલ લુક આપે છે. એ સાથે જેને બહુ ભપકાદાર મેકઅપ નથી ગમતો તેવા લોકોને ન્યુડ મેકઅપ એક સૉફિસ્ટિકેટેડ લુક આપે છે.

ન્યુડ મેકઅપની વ્યાખ્યા એ છે કે એવો મેકઅપ જે કર્યા પછી તમારા ફેસ પર દેખાય નહીં, પણ તમને મેકઅપની ઇફેક્ટ જરૂર વર્તાય. હમણાં-હમણાં ન્યુડ મેકઅપની ફૅશન બહુ ચાલે છે. યંગસ્ટર્સ અને મોટી ઉંમરની મહિલાઓ, જેમને સૉફ્ટ મેકઅપ કરવો હોય તેમના માટે ન્યુડ મેકઅપ જ પ્રિફરેબલ છે.

પ્રોસીજર

ન્યુડ મેકઅપ કરવાની પ્રોસીજર નૉર્મલ મેકઅપ જેવી જ છે. બસ, આમાં વપરાતા શેડ્સ અલગ છે. સૌથી પહેલાં ફેસને કન્સીલરથી સાફ કરો. એ પછી ફાઉન્ડેશન લગાડો. એના પછી આઇશૅડો, લાઇનર અને મસ્કરા લગાવો. એ પછી બ્લશર લગાવો. ન્યુડ મેકઅપ હોવાથી આમાં લિપસ્ટિકનું એટલું મહત્વ નથી. જો લગાવવી હોય તો લિપગ્લૉસ અથવા એકદમ લાઇટ લિપસ્ટિક લગાવવી.

ન્યુડ મેકઅપની બધી પ્રોડક્ટ સ્કિનટોનને મૅચ થતી હોવી જોઈએ. જેમ કે બ્રાઉન, નૅચરલ પીચ, કૉપર જેવા સૉફ્ટ નૅચરલ કલર જેને અર્થ કલર પણ કહે છે એ શેડ્સ વાપરવા. હવે માર્કેટમાં તમને ન્યુડ મેકઅપ માટે અલગથી પ્રોડક્ટ પણ મળે છે. ન્યુડ મેકઅપ બધા સ્કિનટોનને સારો લાગે છે જેમાં ઘઉંવર્ણના લોકોને કૉપર વિથ શિમર શેડ સારો લાગશે. જેની સ્કિન ગોરી છે તે તેની ચૉઇસના હિસાબે કોઈ પણ શેડ્સ પસંદ કરી શકે છે.

હેરસ્ટાઇલમાં વાળને સ્ટ્રેટ રાખવા અથવા તો બ્લો ડ્રાય કરી શકો છો. બીચ-પાર્ટી હોય કે સંગીતસંધ્યા, ન્યુડ મેકઅપ તમને બધાથી અલગ પાડે છે. તમારી એક અલગ પહેચાન ઊભી કરે છે. એ સિવાય ઑફિસમાં સટલ અને સ્માર્ટ લુક માટે ન્યુડ મેકઅપ ટ્રાય કરી શકાય.

નવરાત્રીમાં

બધાનું માનવું છે કે મેકઅપ ન્યુડ છે તો નવરાત્રીમાં સારો લાગશે, અને ખુબજ સટલ લૂક આપે છે. એવું છે કે ન્યુડ મેકઅપ નવરાત્રી માં આરામથી કરાય, કારણકે આ લૂક વધારે સમય સુધી ફેસ માં ટકે છે..ગરબા કરવાથી ઘણો પરસેવો છુટે છે અને આ ન્યુડ મેકપની ગ્રિપ આરામથી રહે છે. જો ગરબા કોઈ હોલ માં હોય કે પછી બહાર હોય બન્ને જગ્યાએ આ મેકપ બેસ્ટ લાગશે. તો હાલો, નાચો જ્હુમો કારણકે મેકપ ડલ થવાનો હવે કોઈ ડર નહી..

એક્સ્ટ્રા ટીપ :

જો તમે શિયાળામાં ન્યુડ મેકઅપ કરતા હો તો તમારે મેકઅપ પહેલાં મૉઇસ્ચરાઇઝર લગાવવું,પણ ફાઉન્ડેશન તમારા મેકઅપને પકડીને રાખે છે. એથી મેકઅપ જલદી નીકળતો નથી. આના લીધે તમારો મેકઅપ પાંચથી છ કલાક સુધી ટકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *