શ્વાસ લેવામાં મુશ્કેલી આવતી હોય તો ૪૦ મિનિટ તમારા પેટ પર સુઈ જાઓ, આ સ્થિતિ કુદરતી વેન્ટિલેટર નું કામ કરે છે; ૮૦% સુધી તેનું પરિણામ અસરકારક છે

  • જ્યારે ઓક્સિજન નું સ્તર ઘટે છે ત્યારે સ્થિતિ ને સુધારવામાં ૮૦ ટકા સુધી પ્રોન પોઝિશન તકનીક અસરકારક છે.
  • ડોક્ટરો એ કોરોના ના દર્દીઓને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હોય તો આ તકનીક નો ઉપયોગ કરવાની સલાહ આપી.

કોરોના સંક્રમણ ના દર્દીઓને વધારે પડતી શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હતી. ઓક્સિજન નું સ્તર ઘટતા હોસ્પિટલો માં વેન્ટિલેટર મળતાં નથી. આવા દર્દીઓ માટે પ્રોન પોઝિશન ઓકસીજનેશન તકનીક ૮૦ ટકા સુધી અસરકારક છે. દરેક ચિકિત્સા પધ્ધતિ ના વિશેષજ્ઞ ડોક્ટરો એ પ્રોન પોઝિશન ને હોસ્પિટલ ના ભરતી થયેલા કોરોના ના દર્દીઓ માટે ‘ સંજીવની ‘ બતાવી છે.

શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હોય ત્યારે આ સ્થિતિ મા ૪૦ મિનિટ સુધી સૂવાથી ઓકસીજન નું સ્તર સુધરે છે. પેટ પર સૂવાથી વેન્ટિલેટર પરફ્યુજન ઇન્ડેક્સ માં સુધારો આવે છે. ડોક્ટરો એ કોરોના ના દર્દીઓ ને સલાહ આપી છે કે શ્વાસ લેવામાં મુશ્કેલી આવતી હોય તો આ તકનીક ને અજમાવી શકો છો.

આ પોઝિશન નો ઉપયોગ તીવ્ર શ્વાસન તકલીફ ની હાલત માં કરવામાં આવે છે, જેથી ઓકસીજન ફેલાઈ શકે. આવી સ્થિતિ મા ફેફસાના નીચેના ભાગમાં પાણી આવી જાય છે.

પ્રોન પોઝિશન કરતી વખતે આ ધ્યાન રાખો.

  • ગરદન ની નીચે એક તકિયો, પેટ ઘૂંટણ ની નીચે બે તકિયા રાખે છે અને પંજા નીચે એક. દર ૬ થી ૮ કલાકે ૪૦ – ૪૫ મિનિટ આમ કરવાનું કહે છે.
  • પેટ પર સુઈ ને હાથ ને કમર પાસે સમાંતર પણ રાખી શકો છો. આ સ્થિતિ મા લોહી નું ફેફસાં માં ભ્રમણ સારું થવા લાગે છે. ફેફસાં માં રહેલું પ્રવાહી આમ તેમ થઈ જાય છે અને ત્યાં સુધી ઓકસીજન પહોંચી જાય છે.
  • પ્રોન પોઝિશન સુરક્ષિત છે અને લોહી માં ઓકસીજન ના સ્તરના બગાડ ને નિયંત્રણ મા કરવાનું કામ કરે છે. આ મૃત્યુ દર ને પણ ઘટાડે છે.
  • નિષ્ણાંતો ના મતે, આઇસીયુ માં ભરતી થયેલા દર્દીઓને પ્રોન પોઝિશન થી સારું પરિણામ મળે છે. વેન્ટિલેટર ન મળે ત્યારે આ એક ઉપયોગી તકનીક છે. આનાથી ૮૦ ટકા સુધી પરિણામ વેન્ટિલેટર જેવું જ મળે છે.

નિષ્ણાંત પેનલ: જયપુર ના એસએમએસ હોસ્પિટલ ના અધ્યક્ષ ડો. રાજેશ શર્મા, દવાઓના નિષ્ણાંત ડો.રમન શર્મા, પલ્મોનરી દવાના નિષ્ણાંત ડો. નરેન્દ્ર ખીપલ, અસ્થમા નિષ્ણાંત ડો. વીરેન્દ્ર સિંહ, આયુર્વેદ ના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ના ડાયરેકટર ડો. સંજીવ શર્મા અને આયુર્વેદ ડોક્ટર રાકેશ પાંડે.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Comment