વિટામિન અને પ્રોટીનથી ભરપૂર આ પોષક તત્વ ને તમારી ડાયટ મા જરૂરથી સામેલ કરો..

ભારતમાં સપ્ટેમ્બર મહિના ના પહેલા અઠવાડિયાને (1 સપ્ટેમ્બર – 7 સપ્ટેમ્બર) રાષ્ટ્રીય પોષણ સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. આનું આયોજન મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ના ખાદ્ય અને પોષણ બોર્ડ દ્વારા સાલ 1982 માં પોષણ ના મહત્વ વિષે જાગૃતા વધારવા માટે શરૂ કરવા માં આવ્યું હતું. ખરેખર, માણસો અને જીવજંતુઓ માં જૈવિક ક્રિયાઓ માટે ઉર્જા ની જરૂર હોય છે જે ભોજન માંથી પ્રાપ્ત થાય છે. દરેક વ્યક્તિ ને શારીરિક ક્રિયાઓ માટે 6 પોષક તત્વો ની જરૂર હોય છે, જેમા પ્રોટીન, વિટામિન, carbohydrate, વસા, પાણી અને ખનીજ નો સમાવેશ થાય છે.

Image Source

ચાલો જાણીએ પોષક તત્વથી ભરપૂર એવા ફૂડ વિષે..

દૂધ

Image Source

કહેવાય છે કે દૂધ માં ભરપૂર પ્રમાણ માં વિટામિન બી, કેલ્સિયમ, મેગ્નેશિયમ અને પ્રોટીન હોય છે. એટલા માટે દરરોજ એક ગ્લાસ દૂધ પીવું જોઈએ. જો તમને સાદું દૂધ ન ભાવે તો હળદર વાળુ પણ પી શકાય. આ ઉપરાંત તમે દૂધ માં કોઈ ફળ મિક્સ કરીને તેનો શેક પણ પી શકો.

બદામ

Image Source

ડ્રાયફ્રૂટસ માં બદામ માં પ્રોટીન નું પ્રમાણ સૌથી વધારે હોય છે. તેના થી મગજ ને ખૂબ ફાયદો થાય છે. બદામને કાચી કે પાણી માં પલાળી ને પણ ખાઈ શકાય છે. બદામથી બંને રીતે શરીર ને ફાયદો થાય છે.

બ્રોકલી

Image Source

લીલી શાકભાજી ખાવાની સલાહ તો ડોક્ટરની સાથે મોટા મોટા સ્વાસ્થય વિશેષજ્ઞ પણ આપે છે. કારણકે તે વિટામિન c, ફોલિક ઍસિડ અને પોટેશ્યમથી ભરપૂર હોય છે. બ્રોકલી માં પ્રોટીન ની માત્રા વધુ હોય છે. બ્રોકલી ખાવા થી શરીર માં પોષક તત્વની ક્યારે પણ કમી નથી રહેતી.

મગ ની દાળ

Image Source

મગ ની દાળ  કોઈ પણ પ્રકાર ની હોય તેમા ભરપૂર માત્રા માં પોષક તત્વ હોય છે. મગ ની દાળ ને અંકુરિત કર્યા પછી તેમા રહેલા તત્વ જેવા કે, આયરન, ફાઇબર, carbohydrate , કેલ્સિયમ, સોડિયમ, અને વિટામિન ની માત્રા વધી જાય છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment