નરેન્દ્ર મોદી અને અમિત શાહ આ પ્રકારના સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે

આજના સમયમાં દરેકના જીવનનો અગત્યનો ભાગ એ મોબાઈલ બની ચુક્યો છે. મોબાઈલથી ઘણી એવી વસ્તુઓ છે જેનો ઉપયોગ નહીવત પ્રમાણમાં પણ થઇ ચુક્યો છે. જેમ કે, કેલેન્ડર, કેલ્ક્યુલેટર, અલાર્મ વગેરે.. કદાચ કોઈ જ એવો માણસ હશે જે સ્માર્ટફોન ઉપયોગ ન કરતા હોય. એમ, સેલિબ્રિટી જુઓ તો મોંઘા એવા ફોન યુઝ કરતા હોય છે. સાથે આપણા ભારત દેશના વડાપ્રધાન મોદીજી પણ અને અમિત શાહ પણ. ચાલો, જાણીએ એ લોકો આખી દુનિયા સાથે કનેક્ટ રહેવા માટે કયો સ્માર્ટફોન યુઝ કરે છે.

પ્રધાનમંત્રી સાથે બીજા ઘણા એવા સરકારી લોકો છે જે ટેકનોલોજીનો ભરપુર પ્રમાણમાં ઉપયોગ કરે છે સાથે તે એપ્પલ અને એન્ડ્રોઈડના સર્વશ્રેષ્ઠ મોબાઈલ હેન્ડસેટનો ઉપયોગ કરે છે. મોદીજી એપ્પલ મોબાઈલનો ઉપયોગ કરે છે. ભારતના કેન્દ્રીયમંત્રી અમિત શાહ પણ એપ્પલ બ્રાંડ મોડેલનો એક્સએસ હેન્ડસેટ યુઝ કરે છે. સાથે આ લોકો બધાની જેમ સોશિયલ પ્લેટફોર્મનો પણ ઉપયોગ કરતા હોય છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટવીટર, વોટ્સએપ આ બધા જાણીતા અને રનીંગ એવા સોશિયલ પ્લેટફોર્મ છે, જેનો ઉપયોગ મોદીજી અને અમિત શાહ સહીતના ઘણા લોકો કરે છે.

૨૦૧૮ની સાલમાં જયારે પીએમ મોદી ચીન અને દુબઈની યાત્રામાં ગયા હતા ત્યારે તેની એક તસવીર બહાર આવી હતી જેમાં તે આઈફોન ૬ મોબાઈલનો ઉપયોગ કરતા હોય તેવું તસવીરમાં દેખાતું હતું. મોબાઈલની સુરક્ષાને ધ્યાનમાં રાખતા મોદીજી એપ્પલ કંપનીના મોબાઈલ ઉપયોગ કરે છે. મોદીજીની જેમ અન્ય એક માહિતી પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની પણ છે.

કેન્દ્રીય પેટ્રોલીયમ વિભાગના ધર્મેન્દ્ર પ્રધાન બે સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. સમય સાથે અપડેટ રહેવા અને રોજીંદી માહિતી આપ-લે કરવા માટે એ વોટ્સએપ, ફેસબુક અને ટવીટરનો પણ ઉપયોગ કરે છે. એ સાથે નીતિન ગડકરીની વાત કરીએ તો એ અપડેટ રહેવા માટે સતત ટવીટરનો ઉપયોગ કરે છે. રાજકીય પક્ષના સભ્યો પણ સામાન્ય માણસની જેમ એન્ડ્રોઇડ અથવા આઈફોનના ઉપયોગકર્તા છે. અને આમ સર્વ સામાન્ય વાત કરીએ તો આજના સમયમાં મોબાઈલનો ઉપયોગ કરવો એ કોઈ ખાસ વાત નથી. આજનો દરેક માણસ મોબાઈલ વાપરતો થયો છે, જેના કારણે માણસો પાસે પણ મોબાઈલને લાગતું જ્ઞાન તો છે જ.

આ લેખ પોસ્ટ કરવા પાછળનું કારણ એવું હતું કે, અમુક લોકોને કદાચ મનમાં એમ હતું અથવા ખબર જ નહીં હોય કે મોદીજી અને અમિત શાહ જેવા મોટા માણસો કયો મોબાઈલ ઉપયોગ કરતા હશે? તો એ જાણકારીનો ખુલાશો કરવા માટે આજ આ લેખ પોસ્ટ કર્યો છે.

આવી રીતે બોલીવૂડના સેલિબ્રિટીઓ પણ આવા જ મોબાઈલ વાપરે છે. હા, એવું બની શકે એ મોંઘાદાટ મોડેલ અને અપ લેવલના બેસ્ટ મોડેલ યુઝ કરતા હોય પણ તેની પાસે મોબાઈલ તો આપણા જેવો જ હોય છે. તમારી પાસે પણ જો અન્ય કોઈ આવી માહિતી હોય તો કમેન્ટ બોક્ષમાં અમારી સાથે શેયર કરી શકો છો.

અવનવી માહિતીનો ખજાનો જાણવા માટે “ફક્ત ગુજરાતી”ના ફેસબુક પેજને અત્યારે જ લાઈક કરી લો. અહીં તમને સચોટ અને વિગતવાર માહિતી મળતી રહેશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Comment