શું તામારા બાળકને નખ ખાવાની ટેવ છે? આ ઉપાયો અજમાવો છુટી જશે તેની આદત

બાળક નાનું હોય ત્યારે માતા પિતાએ તેનું ખુબ ધ્યાન રાખવું પડે છે. ખાસ કરીને બાળકોની ખરાબ આદતોને તેમનાથી દૂર કરવી તે દરેક માતા પિતાની ફરજ છે. મોટા ભાગના બાળકોને નખ ખાવાની આદત હોય છે. અને તેમની આ આદત પર માતા પિતા ધ્યાન નથી આપતા. પરંતુ બાળકોની આ આદતોને કારણે ભવિષ્યમાં તેમને પ્રોબ્લેમ થઈ શકે છે. જેથી માતાપિતાની ફરજ છે. કે તેમણે તેમના બાળકોની આ આદતને છોડાવી જોઈએ. ત્યારે આજે અમે તમને જણાવીશું કે બાળકની આ આદતને કેવી રીતે દૂર કરી શકાશે.

કડવી વસ્તુઓનો ઉપયોગ કરો

Image source

જો તમારા બાળકને નખ ખાવાની આદત છે. તો તમારે તેના નખ પર કડવી વસ્તું લગાવી દેવી જોઈએ. જેના કારણે તેને કડવું લાગશે. અને તે ફરીથી તેનો હાથ મોઢામાં નહી નાખે. ખાસ કરીને લીમડાના પત્તાનો ઉપયોગ કરીને પણ તમે બાળકની આ આદતને છોડાવી શકો છો. અને આવું કરવાથી તામારા બાળકની નખ ખાવાની આદત છૂંટી જશે.

નેલ પોલીસ રીમૂવર

Image by Hire Me. Link in About Me from Pixabay

બાળકની નખ ખાવાની આદતને રોકવા માટે તમે નેલ પોલીસ રિમૂવરનો ઉપયોગ પણ કરી શકો છો. જો તેના નખ પર નેલ પોલીસ રિમૂવર લગાવેલું હશે. તો તે જ્યારે નખ ખાવા જશે ત્યારે તેને નેલ પોલીસ રિમૂવરનો સ્વાદ જરા પણ નહી ગમે. અને ત્યારબાદ તે ક્યારેય નખ ખાવાનો પ્રયત્ન નહી કરે

નેલ પોલીસ લાગવો

Image by Engin Akyurt from Pixabay

નેલ પોલીસ રિમૂવર સીવાય બાળકના નખ પર તમે નેલ પોલીસ પણ લગાવી શકો છો. તેનો સ્વાદ પણ બાળકો ને નથી ગમતો. જેથી જો તમારું બાળક નખ ખાવા જશે. ત્યારે તેને નેલ પોલીસનો સ્વાદ આવશે. અને નેલ પોલીસનો સ્વાદ આવવાને કારણે બાળક ફરીથી તેનો નખ ખાવાનો પ્રયત્ન નહી કરે. અને આ ઉપાય નીયમીત કરવાથી તેની નક ખાવાની આદત પણ છૂંટી જશે

બાળકોના નખોનું ધ્યાન રાખો

Image by clem_0704 from Pixabay

માતા પિતાએ હંમેશા બાળકોના સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપવું જોઈએ. જેમા બાળકોના નખોનું પણ ધ્યાન રાખવું પડે. તેના નખ તમે વધતા અટકાવો અને નેલ કટર વડે નીયમીત સમયગાળો નકકી કરીને તેના નખને કાપવાનું રાખો. જેથી જો તમારા બાળકના નખ વધશેજ નહી તો. પછી તે દાંતથી ખાઈ પણ નહી શકે. અને સરળતાથી તેની આ આદત છૂંટી જશે

બાળકને પ્રેમથી સમજાવો

Image by Dinesh kag from Pixabay
બાળકને ધમકાવ્યા વગર પ્રેમથી તેને સમજાવો .જો બાળકને તમે પ્રેમથી સમજાવશો કે નખ ખાવા ખરાબ આદત છે. તો તે સમજી જશે પરંતુ જો તમે ધમકાવીને તેને કહેશો. તો તે તમારી ગેરહાજરીમાં નખ ખાશે. જેથી ડરાવ્યા ધમકાવ્યા સીવાય પ્રેમથી બાળકને સમજાવશો તો તે સમજી જશે.

મહત્વનું છે કે માત્ર બાળકોનેજ નખ ખાવાની આદત નથી હોતી. કારણકે મોટા લોકો પણ નખ ખાતા હોય છે. જેથી તેમણે આ આદત સુધારવાની જરૂર છે. કારણકે તેના કારણે તમને ભવિષ્યમાં ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે. જેથી બને તેટલી વહેલી તકે તમે પણ નખ ખાવાનું બંધ કરો.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *