આ કિલ્લા ને માનવામાં આવે ભારત નો સૌથી જૂનો કિલ્લો, આજે પણ આનું રહસ્ય અકબંધ છે

Image Source

આપણાં દેશ માં સૌ પહેલા અંગ્રેજો, એ પછી મુગલો અને પછી રાજપૂત રાજાઓ એ રાજ કર્યું. દેશ ના અલગ અલગ રાજ્યો માં ઘણાં રાજાઓ એ રાજ કર્યું. તેમાંથી ઘણાં રાજાઓ ને મોટા મોટા મહેલ અને કિલ્લા બનવાનો શોખ હતો. દરેક એક રાજા એ આવા અદભૂત કિલ્લાઓ બનાવ્યા છે અને એમાંથી ઘણાં ખરા સુરક્ષિત પણ છે. આવો જ એક કિલ્લો છે હિમાચલ પ્રદેશ ના કાંગડા જિલ્લા માં. જેને કાંગડા કિલ્લો પણ કહે છે. દરેક કિલ્લા ની જેમ કાંગડા કિલ્લો પણ રહસ્યમય કિલ્લો છે. પરંતુ આ કિલ્લા નું આજ દિન સુધી કોઈ રાહસ્ય જાણી નથી શક્યું.

Image Source

463 એકર માં ફેલાયેલ આ કિલ્લો હિમાચલ પ્રદેશ માં આવેલ બીજા કિલ્લા કરતાં વિશાળ છે. આ કિલ્લો કોઈ રહસ્ય થી ઓછો નથી.  કારણકે આ કિલ્લો ક્યારે બનાવમાં આવ્યો એની કોઈને આજ દિન સુધી ખબર નથી. એક વાત જણાવી દઉં કે  આ કિલ્લા નો ઉલ્લેખ સિકંદર મહાન યુદ્ધ સંબંધી રેકોર્ડ માં મળે છે. જેનાથી એ સાબિત થાય છે કે આ કિલ્લો ઇ. સ પૂર્વે ચોથી શતાબ્ધિ નો છે. એવું માનવામાં આવે છે કે આનું નિર્માણ કાંગડા રાજ્ય ના  (કાટોંચ વંશ ) રાજપૂત પરિવારે કરાવ્યું. કે જેમને પોતે પ્રાચીન ત્રિગત સામ્રાજ્ય ના વંશજ હોવાનું પ્રમાણ આપ્યું છે. ત્રિગત સામ્રાજ્ય નો ઉલ્લેખ મહાભારત માં મળે છે.

Image Source

આજ નહીં કાંગડા કિલ્લા નો ઇતિહાસ પણ રોચક છે. એવું કહેવાય છે કે 1615 ની સાલ માં મુગલ સમ્રાટ અકબર એ આ કિલ્લા ને જીતવા માટે ઘેરબંધી કરી હતી. પરંતુ એ આમાં અસફળ રહ્યો. ત્યારબાદ 1620 માં  અકબર ના પુત્ર જહાંગીરે ચંબા ના રાજા કે જે આ ક્ષેત્ર ના સૌથી મોટા રાજા હતા એમના થી આ કિલ્લો કબજે કરી લીધો. જહાંગીરે સુરજમલ ની મદદ થી પોતાના સૈનિકોને આ કિલ્લા માં પ્રવેશ અપાવ્યો. તેના પછી 1789 માં ફરી થી કટોચ વંશ પાસે આવી ગયો.

રાજા સંસાર ચંદ્ર દ્રિતીય એ આ કિલ્લા ને મુગલ પાસે થી જીતી લીધો. એ પછી 1828 માં આ કિલ્લો કટોચો જોડે જ રહ્યો. રાજા સંસાર ચંદ્ર દ્રિતીય ના મૃત્યુ પછી મહારાજા રંજીતસિંઘ એ આ કિલ્લા પર કબજો કર્યો. ત્યારબાદ 1846 માં આ કિલ્લો સિખ લોકો પાસે જ રહ્યો. ત્યારબાદ અંગેજો એ આ કિલ્લા પર કબજો જમાવ્યો. ત્યારબાદ 4 એપ્રિલ 1905 માં ભીષણ ભૂકંપ આવાથી અંગેજો એ આ કિલ્લો છોડી દીધો.  પરંતુ આ ભૂકંપ થી કિલ્લા ને ભારે નુકશાન થયું.

Image Source

જેના કારણે બહુ મૂલ્યવાન કલાકૃતિ, ઇમારતો નષ્ટ થઈ ગઈ. તો પણ આ કિલ્લો ઇતિહાસ ની કેટલીક વાતો ને પોતાના માં સમેટી લીધી છે. જાણવા જેવુ એ છે કે આજે પણ આ કિલ્લા ને  જોવા માટે સેંકડો લોકો જાય છે અને ભારત ની પ્રાચીન ભારતીય સ્થાપત્ય કળા વિશે જાણવાની કોશિશ કરે છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment