યંગ સ્ટાર થયા અભિનંદન પાછળ પાગલ – તેના જેવી મૂછ રાખીને દેખાઈ છે કંઈક આવા

પાકિસ્તાને ભારતીય કમાન્ડર અભિનંદન વર્ધમાનને બંદી બનાવ્યા હતા પછી તેને મુક્ત કરવામાં આવ્યા હતા. અભિનંદન ભારત પરત ફર્યા એટલે બધાએ રીયલ હીરોને વધાવ્યા અને આનંદભેર તેનું સ્વાગત કર્યું હતું. હિન્દુસ્તાનમાં ઘરે-ઘરે ખુશીનો મહીલ છવાયો હતો. અભિનંદનને ‘અભિનંદન’ કહેવા માટે આખા ભારતની પબ્લિક તેની સાથે હતી.

પણ આજે અમે તમને જે જણાવવાના છીએ એ વાત છે સ્ટાઈલ ટ્રેન્ડની. અભિનંદનની મૂછ સ્ટાઈલ થઇ છે એકદમ વાઈરલ એટલે કે, અભિનંદને જે મૂછ શેપ રાખ્યો છે એ વાઈરલ થયો છે. ઘણા લોકો અભિનંદન જેવી મૂછ રાખવા માટે સલૂનમાં પહોંચી ગયા હતા. જુઓ, આ તસવીર જેમાં યંગ સ્ટારે બિલકુલ સેમ ટુ સેમ અભિનંદન જેવી જ મૂછ રાખી છે. એ સ્પેશિયલ સલૂનમાં અભિનંદન જેવી મૂછ બનાવવા માટે જ આવ્યો ગયો હતો.

પાકીસ્તાનમાંથી અભિનંદન પરત ફર્યા પછી તેની ફેન ફોલોઈંગ બહુ વધી ગઈ છે. ભારતની ચારેબાજુથી પબ્લિક તેને પસંદ કરવા લાગી છે. મીડિયા ચેનલ અને સોશિયલ મીડિયા પર અભિનંદનની પોસ્ટ વાયરા માફક ચાલી રહી છે. એ દરમિયાન તેની મૂછની સ્ટાઈલ પણ વાઈરલ થઇ ચુકી છે. અભિનંદન યંગ સ્ટાર્સ માટે બન્યા છે રોલ મોડેલ.

અભિનંદનનું સ્વાગત બધાએ હીરોની જેમ કર્યું. પ્રધાનમંત્રી મોદીએ પણ તેના પરાક્રમની તારીફ કરી હતી. ભારત પરત આવ્યા પછી તેની મેડીકલ સારવાર ચાલી રહી છે. પેરાશુટમાંથી કુદતી વખતે તેને અમુક શારીરિક ચોટ આવી હતી જેથી હાલ અત્યારે તે મેડીકલ ઓબ્સર્વર પાસે વધુ સમય પસાર કરે છે.

એક સમય એવો હતો કે અભિનંદન વર્ધમાનને બહુ મોટી પબ્લિક ઓળખતી પણ ન હતી અને આજે એ સમય છે કે કોઇપણ અભિનંદનને નામથી ઓળખે છે. એટલે કહેવાય છે ને સમય સમયનું કામ કરે. એમ, અભિનંદને ભારતનું નામ રોશન થયું એવું પણ પરાક્રમ કર્યું છે. અભિનંદન આમ તો દેશભક્ત હોય એવા પરિવારથી આવે છે એટલે તેના લોહીમાં પણ દેશભક્તિનો રંગ છે. દેશ માટે ભલે જાન આપી દેવી પડે તો પણ મંજૂર છે. એવા વલણ ધરાવતા અભિનંદનને ભારતના લોકો પણ ‘અભિનંદન’ આપતા થાકતા નથી. ભારતનું ગર્વ કહેવાય કે આપણી પાસે મજબૂત કમાન્ડરની ફૌજ છે.

માત્ર પાકિસ્તાનને આટલું થયું ત્યાં જ ખબર પડી ગઈ કે ભારતને ખોટા અટકચાળા કરવા જેવા નથી. ભારતની એકતા જોઇને પાકિસ્તાન ડરી ગયું. એક રીપોર્ટમાં તો એ પણ જણાવ્યું હતું કે પાક.ના પ્રધાનમંત્રી ઇમરાન ખાનને હજુ ભારતથી ડર લાગે છે. તેને એ ડર છે કે ભારત મિસાઈલ હુમલો ન કરી દે. આંતકી નાપાક કાર્ય બદલ હજુ પણ આવનારા સમયમાં પાકિસ્તાનને તેને કરેલા કૃત્યની સજા તો ભોગવવી જ પડશે. અંતે આપણા મુખ્ય મુદ્દા પર વાત કરીએ તો અભિનંદનની મૂછની સ્ટાઈલ આવનારા સમયમાં હજુ લોકપ્રિય થવાની સંભાવના છે. તો યંગ બ્લડ માટે અભિનંદન રોલ મોડેલ બન્યા છે.

#Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *