
મુકેશ અંબાણીને તમે જાણતા જ હશો. ગુજરાતના ફેમસ એવા ધનાઢ્ય અંબાણી પરિવારના દીકરા મુકેશ અંબાણી પર “લક્ષ્મી માતા”ના આશીર્વાદ સાક્ષાત છે. મુકેશ અંબાણીએ હમણાં એકસાથે બધા પોલીસના દિલ રાજી કર્યા હતા.
ચાલો, જાણીએ શું છે એવા નવીન તાજા સમાચાર. આ આર્ટીકલને અંત સુધી વાંચવાનું ભૂલતા નહીં. અહીં તમને તમામ વિગત જાણવા મળી જશે.

મુકેશ અંબાણીએ તેના દીકરા આકાશ અંબાણીના લગ્ન પહેલા મુંબઈમાં હાજર રહેલા ૫૦ હજાર પોલીસકર્મીઓને મીઠાઈના ડબ્બા મોકલાવ્યા હતા. દીકરાના લગ્ન પહેલા મુંબઈના પોલીસકર્મીઓને મોં મીઠું કરાવ્યું હતું.

મુકેશ અંબાણીએ અને નીતા અંબાણીએ નક્કી જ કર્યું હતું કે, દીકરાના લગ્ન એકદમ શાહી અંદાજમાં કરવા છે. જેવું વિચાર્યું હતું એ જ રીતે પધ્ધતિસરની બધી જ તૈયારી કરી હતી અને સાથે એવી પણ રોયલ સુવિધાઓ તૈયાર કરવામાં આવી હતી જેનાથી લગ્નમાં આવનાર કોઈ મહેમાનને કોઈ જ પ્રકારની તકલીફ ન પડે. સાથે કડક સિક્યોરીટી પણ રાખવામાં આવી હતી.

લગ્ન દરમિયાન પોલીસ સ્ટેશનમાં મીઠાઈના ડબ્બા મોકલ્વ્યા હતા. જે રિલાયન્સ ઇન્ડ.ના કર્તાહર્તા માણસોએ મોકલાવ્યા હતા. વધુમાં વિગત એવી પણ છે કે મીઠાઈના ડબ્બાની અંદર મુકેશ અંબાણી અને નીતા અંબાણી અને દીકરા-દીકરીના નામનું એક કાર્ડ પણ અંદર મુકવામાં આવ્યું હતું. જેમાં પુત્રના વિવાહના અવસર પર મીઠાઈથી ખુશિયાં વહેંચી રહ્યા છીએ એવું સાબિત થતું હતું.

કહેવાય છે કે, ભગવાને ભલે ધન આપ્યું હોય પણ તેને દાન-પુણ્યમાં વાપરવાનો જીવ ચાલવો જોઈએ. પણ અંબાણી પરિવાર આ બાબતમાં સૌથી આગળ છે અને દાન-પુણ્યની કમાઈના સ્વરૂપમાં તો તે દિવસે-દિવસે ઘનવાન બનતા જાય છે. “કર્મનું ફળ જરૂરથી એકવાર તો મેળે જ છે. ભલે, સમય આગળ-પાછળ હોય શકે પરંતુ સારા કર્મની સારી અસર જોવા અવશ્ય મળે છે.”

શાહી અને રોયલ લગ્નમાં બધી જ પ્રકારની મોજ આવે એવી વ્યવસ્થા કરવામાં આવી હતી. મહેમાનો બધા સ્પેશીયલ ગેસ્ટ હતા અને આમ પણ જેની પાસે રૂપિયા હોય એ ખાસ જ કહેવાય. આવા કોઈ શાહી લગ્ન કે અન્ય પ્રસંગ જોઈએ કે ન્યુઝ મીડિયામાં જાણકારી મેળવીએ ત્યારે થાય કે દુનિયામાં પૈસાનું કેટલું મહત્વ છે. બાકી વગર પૈસાનું આ દુનિયામાં કોઈનું કામ નથી.

ભલે કોઇપણ જ્ઞાતિ-જાતિ, ધર્મ વગેરે-વગેરે હોય પણ જ્યાં પૈસા છે ત્યાં આદર-માન-સમ્માન છે. બાકી પૈસા વગર માણસની આજકાલ કોઈ કિંમત નથી. અંબાણી પરિવારનો લગ્નમાં દેખાયેલો શાહી અંદાજ તેની સમૃધ્ધતા દર્શવે છે પણ એ પાછળનું એક કારણ છે કે તે સારા કામ કરવાના પણ પાછું વાળીને જોતા નથી. ગુજરાતીનું દિલ આમ પણ મોટું જ હોય!!!
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel
