મુંબઈની એક રીક્ષામાં છે લીલુંછમ ગાર્ડન, અંદર બેસવા માટે લોકોની લાઈનો લાગે છે.

ગીચતાવાળું શહેર ‘મુંબઈ’ આમ તો હદયની જેમ ચોવીસ કલાક ધબકતું શહેર છે અને લોકો ટ્રેનના સમયને આધારે ઝડપી જિંદગી જીવી રહ્યા છે. ત્યારે લોકો પાસે સમયની કમી છે અને વધેલો સમય છે એ ‘મોબાઈલ’ લઇ જાય છે. એવી સમયની કટોકટી વચ્ચે કોઈ ઝાડ વાવવા માટે વિચારતું નથી અથવા વિચારે છે તો એ કાર્ય કરી શકતું નથી.

બધાને ઝાડનો છાંયો પસંદ છે પણ ઝાડ ઉગાડવાનો કે તેની માવજત કરવાનો કોઈ પાસે સમય નથી. જો કે ઝાડ માટે એક એવો કાયદો બનાવવો જોઈએ જેનાથી ફરજીયાત લોકો ઝાડની માવજત કરવાનું શરૂ કરે. પણ કોઈ કાયદો બને એ પહેલા જ મુંબઈના એક રીક્ષા ચાલકે લોકોની આંખો ખોલી દીધી એવું કાર્ય કર્યું છે.

દહિસરના રહેવાસી ઓટો રીક્ષા ચાલક પ્રકાશ કુમાર વૃક્ષ વાવવાની જાગૃતિ ફેલાવવા માટેનું જીવતું ઉદારહણ બન્યા છે. તેને મુંબઈના લોકો ‘ગાર્ડનવાળા ઓટો ભાઈ’ તરીકે ઓળખવા લાગ્યા છે. આ પ્રકાશ કુમારે કાર્ય પણ આવું કર્યું છે કે ભલભલા લોકો તેની નોંધ લેવા માટે દૂર-દૂરથી આવે છે. તેને તેની રીક્ષાનું નામ ‘વૃક્ષ્યચ્યા રાની’ મતલબ કે વૃક્ષોની રાણી રાખ્યું છે.

આ રીક્ષા માલિકને વૃક્ષો અને છોડ પ્રત્યે એટલો પ્રેમ છે કે તેને રીક્ષામાં જ છોડ ઉગાડ્યા છે. રીક્ષામાં ચારેબાજુ છોડ તમને જોવા મળે છે. અલગ-અલગ સુંદર અને સુગંધી છોડ લગાવીને તેને રીક્ષાને સુશોભિત કરી નાખી છે અને સાથે લોકોમાં ઝાડ વાવવા માટેની જાગૃતિ આવે એ ઉદ્દેશથી મેસેજ તરીકે છોડ વાવીને રીક્ષાને સજાવી છે.

આટલું જ નહીં રીક્ષામાં એક ડસ્ટબીન પણ રાખવામાં આવી છે. એમ, શક્ય તેટલી પેસેન્જરને સુવિધા મળી રહે એવો ઉદ્દેશ છે. રીક્ષાના માલિક એવા પ્રકાશ કુમાર કહે છે કે, “દરેક માણસોએ ઓછામાં ઓછા બે ઝાડ તો વાવવા જોઈએ જ…”

આજે મુંબઈમાં જઈને તમે જુઓ તો ખબર પડે આ રીક્ષામાં બેસવા માટે લોકો રાહ જોવા માટે પણ તૈયાર છે અને પ્રકાશ કુમારની રીક્ષાની ડીમાંડ વધી ગઈ છે. પ્રકાશ કુમારે રીક્ષામાં તુલસી, ગલગોટા, મોગરા, ચમેલી જેવા ઘણા છોડ રાખ્યા છે અને સુગંધી ફૂલો હોય એવા છોડ પણ રાખ્યા છે એટલે આ રીક્ષામાં બેસો ત્યારે પવન સાથે એકદમ મસ્ત પરફ્યુમથી વિશેષ સુગંધ આવે છે.

આ રીક્ષાની કોઈ સવારી કરે એટલે એક સેલ્ફી લેવાનું મન તો થાય જ અને ઘણા લોકો આ રીક્ષા સાથે સેલ્ફી ક્લિક કરે છે. મુંબઈ શહેરની ભાગદોડવાળી જિંદગીમાં કોઈની પાસે સમય નથી, પણ આ એક રીક્ષા ચાલકે બધા લોકો માટે જે વિચાર્યું તેના માટે તેને એકવીસ તોપોની સલામ છે…

દરરોજ દેશ-દુનિયાની માહિતી મેળવવા માટે “ફક્ત ગુજરાતી”ના ફેસબુક પેજને લાઈક કરવાનું ભૂલતા નહીં. અહીં તમને અવનવી મહીતીનો ખજાનો મળતો રહેશે..

Leave a Comment