બિરયાની ખાવાના શોખીનો માટે સ્પેશિયલ છે આ “પનીર બિરયાની” – રસોડાની રાણી એકવાર તો જરૂરથી ઘરે બનાવશે..

મહેમાનો ઘરે આવવાના છે અને જમવાનું તૈયાર કરવાનું છે. તો એ સમયમાં ઝડપથી શું તૈયાર કરવું? એ પ્રશ્ન બની જાય છે. તો જવાબ છે “પનીર બિરયાની.” આજના આર્ટીકલમાં આપણે પનીર બિરયાનીની રેસીપી વિશે જાણીશું. જે તમને રજાના દિવસોમાં કે મહેમાન ઘરે આવવાના હોય ત્યારે ટેસ્ટી સ્વાદ સાથે રંગત જમાવવામાં મદદ કરશે. પનીર બિરયાની એક એવી ડીશ છે જે ઝડપથી તૈયાર થઇ જાય છે. એ સાથે આ બિરયાનીનો ટેસ્ટ સૌ કોઈને પસંદ આવે એમ છે.

તો પનીર બિરયાની બનાવવાની રીત જાણીએ એ પહેલા તમે નોંધી લો કે કઈ-કઈ સામગ્રીની જરૂર પડશે. અહીં જણાવેલ સામગ્રી પાંચ સભ્યો માટે છે.

સામગ્રી :

  • ૨ કપ બાસમતી ચોખા
  • ૨ ડુંગળી જેને રાઉન્ડ સેપમાં કાપવાની રહેશે
  • ૨ ચમચી માખણ કે ઘી
  • નમક સ્વાદ મુજબ
  • ૧ તજપત્ર
  • ૨૫૦ ગ્રામ જેટલું પનીર
  • ૨ સુકાયેલા લાલ મરચા
  • ૧ ઇંચ જેટલું બારીક કાપેલ આદુના કટકા
  • ૧ ચમચી જીરૂ
  • ૨-૩ લવિંગ
  • ૨ એલચી
  • ૧ તજનો કટકો
  • ૧ ચમચી જેટલા આખા ધાણા
  • ૧ ચમચી જેટલું બારીક કાપેલ લસણ
  • જોઈતા મુજબની લીલી કોથમીર

તો ચાલો, સામગ્રી એકઠી થયા પછી જાણીએ પનીર બિરયાની બનાવવાની સરળ પદ્ધતિ..,

  • સૌ પ્રથમ ચોખાને ૧૫-૨૦ મિનીટ સુધી પાણીમાં પલાળી રાખો.
  • ત્યાર બાદ કડાઈમાં માખણ કે ઘી ઉમેરીને ગરમ કરો. થોડી વાર પછી તેમાં ડુંગળી, આદુ, લસણ, તજપત્ર, સુકાયેલા લાલ મરચા, લાલ મરચાનો પાઉડર, તજનો કટકો, એલચી, જીરૂ, લવિંગ, આખા ધાણા, પનીર અને સ્વાદ મુજબના નમકને નાખીને વ્યવસ્થિત રીતે હલાવો.

તો તૈયાર છે ટેસ્ટી મજેદાર પનીર બિરયાની. અમુક લોકોને બિરયાનીમાં સોસ નાખીને ખાવાની ટેવ હોય છે. તો સોસ સાથે પણ બેસ્ટ ટેસ્ટ આવે છે. એમ, ટમેટાના સૂપ સાથે પણ પનીર બિરયાનીને ખાઈ શકાય છે. સાથે આ ટેસ્ટ પણ ઘરના બધા સભ્યોએ વધુ પસંદ આવે એમ છે. તો રજાના દિવસે બનાવો ટેસ્ટફૂલ પનીર બિરયાની…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Comment