60 રૂપિયામાં જામફળ આપો બાકી નથી જોઈતા, ત્યારે પેલા ઘરડા વ્યક્તિ એ એવો જવાબ આપ્યો કે…

એક વૃદ્ધ વ્યકિત ફળ વેચતો હોઈ છે. ત્યારે એક ભવ્ય મોટરકાર માંથી એક સ્ત્રી બહાર આવી અને એ એક વૃદ્ધ ફળ વાળા પાસે જાય છે. અને કહે છે કે જામફળ  શું ભાવે આપ્યાં છે. ત્યારે વૃદ્ધ ફળ વાળો કહે કે બહેન ૮૦ રૂપિયે કિલો. એ પછી તે સ્ત્રી વૃદ્ધ ફળ વાળા ને કહે કે બઝારમાં તો ૬૦ રુપિયા ભાવ છે. તમે મને 60 રૂપિયાના ભાવે આપવા હોય તો જ મારે લેવા છે, નહિતર મારે લેવા નથી.

આવું સાંભળી વૃદ્ધ ફળ વાળો કહે બહેન હજી સુધીમાં મે એક ફળ પણ વહેચ્યું નથી. જો કદાચ તમે લઇ જાઉં અને મારો દિવસ સારો જાય એટલા માટે તમને ૬૦ રૂપિયાના ભાવે આપું છું. તે સ્ત્રી ૬૦ રૂપિયાના ભાવ માં જામફળ  ખરીદે છે અને જાણે કોઈ મોટી જંગ જીતી લીધી હોઇ તે રીતે ત્યાંથી જામફળ  લઇ પોતાની ગાડીમાં બેસીને ચાલી નીકળે.

પેલી સ્ત્રી થોડા સમય પછી પોતાના મિત્રો સાથે એક મોંઘા રેસ્ટોરન્ટ માં જાય છે. ત્યાં જઈ તે તે સ્ત્રી અને તેના સાથી મિત્રો ઘણી બધી વાનગીઓ મંગાવે જેમાં બધા ભરપેટ જમેં અને બાકીની વાનગી પડતી મૂકે છે. થોડા સમય પછી ફિંગર બાઉલ આવે એટલે પેલી સ્ત્રી અને તેના મિત્રો હાથ ધોઈ પાણી પી ને નવરા થાય.

એટલા માં ટેબલ પર બીલ આવયું એટલે પેલી સ્ત્રી ટેબલે પર થી બીલ પોતાના હાથ માં લીધું અને જોયું તો બિલ ની રકમ ૧૪૦૦ રૂપિયા હતી. તે પછી પેલી સ્ત્રી પોતાના પાકીટમાંથી ૫૦૦ રૂપિયાની ૩ નોટે એટલે કે ૧૫૦૦ કાઢીને મૂકી દેય છે. ત્યાર બાદ પેલી સ્ત્રી અને તેના સાથી મિત્રો ઘરે જવા માટે રેસ્ટોરન્ટ ની બહાર નીકળે છે.

એટલે કે જ્યાં પેલી ત્રિને ૧૪૦૦ રૂપિયા દેવાના હતા ત્યાં તેણે ઉદારતાવાદી દેખાડવા ૧૦૦ રૂપિયા ટેપ પેઠે આપ્યા.

અને જ્યારે પેલા વૃદ્ધ ફળ વાળા પાસે ભાવ-તાલ કરે છે.

આ ઘટના કોઈ રેસ્ટોરન્ટના મલિક માટે કદાચ ખુબ સાધારણ લાગી રહી હશે. પરંતુ જ્યાં આપણે પેલા વૃદ્ધ  અને નાના વેપારીઓના દ્રષ્ટીકોણ થી જોઈએ. તો તેના માટે આ ઘરમાં ખુબજ પીડાદાયક કહેવાય.

જયારે આપણે કોઈ જરૂરિયાત મંદ વ્યક્તિ પાસેથી ખરીદી કરીએ તો અમિર હોવાનો દેખાડો કરતા હોઈએ છીએ. પરંતુ જયારે કોઈ અમિર વ્યક્તિ પાસેથી ખરીદી કરતા હોઈએ તો આપણે ઉદારતાવાદી હોવાનો દેખાડો કરતા હોઈએ છીએ.

~ગીરીશ મકવાણા

Leave a Comment