જાણો ભારતના સૌથી ખતરનાક ધાર્મિક સ્થળ વિશે જે 19 હજાર ફૂટ ઉપર આવેલ છે

Image Source

શ્રીખંડ મહાદેવ હિમાચલ પ્રદેશના કુલુમાં આવેલ એક પ્રાચીન તીર્થ સ્થળ છે જેને ભગવાન શંકર પાર્વતીનું નિવાસ પણ માનવામાં આવે છે. 19,570 ફૂટની ઊંચાઈ ઉપર 70 ફૂટ ઊંચી શિવશીલાના દર્શન કરવા માટે 35 કિલોમીટરની લાંબી યાત્રા કરવી પડે છે આ વખતે શ્રીખંડ મહાદેવની યાત્રા 11 જુલાઈ સોમવારથી શરૂ થઈ ગઈ છે અને તે 24 જુલાઈ સુધી જ ચાલશે આમ આ યાત્રામાં કોઈપણ પંજીકરણ કોઈપણ શ્રદ્ધાળુ જઈ શકતું નથી. શ્રીખંડ મહાદેવની યાત્રા માટે સંપૂર્ણ રીતે સ્વસ્થ હોવાનું મેડિકલ સર્ટિફિકેટ હોવું પણ ખૂબ જ જરૂરી છે. આગળ જાણીશું શ્રીખંડ મહાદેવ અને યાત્રાના સંબંધની જરૂરી માહિતી

ભસ્માસુરથી જોડાયેલી છે આ જગ્યાની માન્યતા

પૌરાણિક માન્યતા અનુસાર ભસ્માસુર રાક્ષસે આ જ સ્થાન ઉપર તપસ્યા કરી હતી, અને શંકર ભગવાન પાસે વરદાન માંગ્યું છે કે તે કોઈના પણ ઉપર હાથ મુકશે તે ભસ્મ થઈ જશે. અને શંકર ભગવાન થી વરદાન મળતા જ તે શંકર ભગવાનને જ ભસ્મ કરવા માટે તેમની પાછળ દોડે છે ત્યારે મહાદેવ પહાડની આ જ ગુફામાં છુપાઈ જાય છે. ભસ્માસુરના ભયથી દેવી પાર્વતી રડી પડ્યા હતા, અને કહેવાય છે કે તેમના આંસુઓથી જ અહીં નયન સરોવર તળાવનું નિર્માણ થયું. આ તળાવની એકધાર અહીંથી 25 કિલોમીટર નીચે ભગવાન શંકરની ગુફા નિરમંડના દેવ ઢાંક સુધી પડે છે. પાંડવો એ પોતાના વનવાસનો અમુક સમય અહીં પસાર કર્યો હતો અને ભીમે અહીં એક રાક્ષસનો વધ કર્યો હતો આસપાસના ઘણા બધા એરિયામાં આ પ્રકારની કથા સાંભળવા મળે છે.

Image Source

કેવી રીતે પહોંચવું અને કઈ વાતોનું ખાસ ધ્યાન રાખવું?

શ્રીખંડ મહાદેવની યાત્રા માટે ઓનલાઇન રજીસ્ટર આ વેબસાઈટ થી કરાવી શકાય છે.
https://shrikhandyatra.hp.gov.in

શરીરથી અનફિટ તથા 18 વર્ષથી ઓછા અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકો અહીં યાત્રા ઉપર આવી શકતા નથી.

ઓફલાઈન રજીસ્ટ્રેશન માટે શિમલા આવેલ નિરમંડના સિંહગાડ પહોંચવું પડશે. અહીંથી જ આગળની યાત્રા શરૂ થશે જે ખૂબ જ દુર્લભ છે યાત્રા સંબંધિત સંપૂર્ણ જાણકારી તમને અહીંથી જ મળશે.

સ્થાનિક પ્રશાસન દ્વારા સિંહગઢ, થચાડુ, કુંશા, ભીમદ્વારી અને પાર્વતીબાગ ખાતે બેઝ કેમ્પ બનાવવામાં આવ્યા છે. કોઈપણ પરિસ્થિતિ આવી જાય તો અહીં ડોક્ટર, પોલીસ અને રેસ્ક્યુટીમ તૈયાર જ રહે છે.

શ્રીખંડ મહાદેવની યાત્રા એકલા બિલકુલ ન કરો તેનું ચઢાણ ધીમે ધીમે ચડો અને શ્વાસ ફૂલી જાય ત્યારે રોકાઈ રોકાઈને થોડો સમય આરામ કરો છત્રી, ગરમ કપડાં, બુટ, બેટરી ડંડો અને જરૂરી દવાઓ આ જગ્યા ઉપર અવશ્ય લઈ જાવ.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment