સ્વાસ્થ્ય :મરછરના કરડવાથી થઇ શકે છે આ 5 ખતરનાખ બીમારિયો, જાણો બચાવવાના ઉપાયો

Image Source

મચ્છરના કરડવાથી ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા અને ગેસ્ટ્રોએન્ટરાઇટીસ જેવા જીવલેણ રોગો થાય છે.આ બાબતો જાણી લેવી જરૂરી છે કારણકે વરસાદને કારણે મરછર પેદા થાય છે. ચોમાસાની ઋતુમાં મચ્છરો નો પ્રકોપ વધે છે. ચાલો જાણીયે કે મરછરોના કારણે કયા ખતરનાખ રોગો ફેલાય છે અને આ રોગોના લક્ષણો અને બચાવના ઉપાયો શું છે.

Image Source

એનોફિલ્સ

ચોમાસામાં મરછરોથી સૌથી વધુ પરેશાન થતા રોગો થાય છે. આવા જ એક રોગનું નામ છે મેલેરિયા. આ રોગ માદા  એનોફિલ્સ મચ્છરના કરડવાથી થાય છે. આ રોગથી પીડિત વ્યક્તિમાં તાવ, માથાનો દુખાવો, શરીરમાં દુખાવો, નબળાઈ, ચક્કર જેવા લક્ષણો દેખાય છે. આ રોગથી બચવા માટે વ્યક્તિએ સંપૂર્ણ રીતે ઢાંકેલા કપડાં પહેરવા જોઈએ. આ સિવાય તમારી આજુબાજુની સ્વછતાની પણ કાળજી લો. ઘરની આજુબાજુ પાણી ન ભરાવા દો. સમયાંતરે મરછરોને દૂર રાખવા માટે ઘરની ગટરોની આસપાસ સ્પ્રે છાંટો.

Image Source

ડેન્ગ્યુ

ચોમાસામાં મચ્છરોથી થતો  આ બીજો ગંભીર રોગ છે. ડેન્ગ્યુથી દર વર્ષે સેંકડો લોકો પોતાનો જીવ ગુમાવે છે. આ તાવથી પીડિત વ્યક્તિને  માથાનો દુખાવો,ચકામા અને સ્નાયુ અને સાંધાનો દુખાવો, ઠંડી લાગવી, નબળાઈ, ચક્કર જેવા લક્ષણો જોવા મળે છે. ડેન્ગ્યુથી પીડિત વ્યક્તિએ વધુમાં વધુ પ્રવાહી આહાર લેવો જોઈએ. આ સિવાય આ લક્ષણો દેખાતા જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈયે.

Image Source

ચિકનગુનિયા

ચોમાસામાં એડીસ મચ્છર કરડવાથી ચિકનગુનિયા થાય છે. આ રોગના લક્ષણો ડેન્ગ્યુ જેવા જ છે. આ મચ્છર મોટાભાગના દિવસ દરમિયાન કરડે છે. માથાનો દુખાવો, આંખનો દુખાવો, નિંદ્રા, નબળાઈ, શરીર પર ફોલ્લીઓ અને ગંભીર સાંધાનો દુખાવો આ રોગના લક્ષણો છે. આ રોગથી બચવા માટે ઘરની આજુબાજુ સ્વછતા રાખો જેથી તમારી આસપાસ મચ્છરોનો જન્મ ન થઇ શકે.

Image Source

ગેસ્ટ્રોએન્ટેરિટિસ

ગેસ્ટ્રોએન્ટેરિટિસ એ એક રોગ છે જે પાચનતંત્રના ચેપ અને બળતરાને કારણે થાય છે. આમાં વ્યક્તિને પેટની ખેંચાણ, ઝાડા અને ઉલ્ટીની ફરિયાદ થઇ શકે છે. ગેસ્ટ્રોએન્ટરાઇટિસથી અસરગ્રસ્ત વ્યક્તિને ઝાડા થઇ શકે છે. દુષિત ખોરાક અથવા પાણી પીવાના કારણે આવુ થાય છે. આ વાયરસ ખોરાક અથવા પાણી સાથે શરીરમાં પ્રવેશ કરે છે અને 4 થી 48 કલાકમાં તેમનો ચેપ ફેલાવવાનું શરૂ કરે છે. તેની સારવારમાં તળેલા પદાર્થોનું ઓછી માત્રામાં સેવન કરવું, ફાર્માસીસ્ટ દ્વારા ઉપલબ્ધ પ્રવાહીના વધુ પ્રમાણ, ઓરલ ડીહાઈડ્રેશન પીણાંનું સેવન કરવુ જોઈએ. આ રોગથી બચવા માટે ઘરનો  સ્વચ્છ ખોરાક ખાવો જોઈએ. વાસી ખોરાક અને દુષિત પાણીનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. રાંધતા અને ખાતા પહેલા સાબુથી હાથને સારી રીતે ધોઈ લો.

Image Source

આ રોગ દૂષિત ખોરાક, દૂષિત પાણી અને આ રોગથી પીડિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી થાય છે. કમળો, થાક, ભૂખ ઓછી થવી, હળવો તાવ, ઉલ્ટી, પીળા રંગનું યુરિન  અને આખા શરીરમાં ખંજવાળ એ સામાન્ય લક્ષણો છે. આ રોગને રોકવા માટે સમયસર રસીકરણની સાથે અશુદ્વ ખોરાક અને પાણીથી દૂર રહેવું જોઈએ.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment