વજન ઘટાડવા માટે સવાર અથવા સાંજ? જાણો કયા સમયે એપલ સાઈડર વિનેગાર પીવાથી થશે વધુ ફાયદો

Image Source

એપલ સાઈડર વિનેગારનું સેવન ન ફકત વજન ઓછું કરવા માટે પરંતુ ડાયાબિટીસના લક્ષણોમાં સુધારો લાવવા માટે પણ કરી શકાય છે. પરંતુ તેને ક્યારે પીવું જોઈએ, તેને લઈને લોકો ભ્રમમાં છે.

એપલ સાઈડર વિનેગાર એક લોકપ્રિય ઘરેલુ ઉપાય છે. વર્ષોથી ભોજન પકવવા અને ચિકિત્સામાં તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમાં સ્વાસ્થ્યને લાભ પહોચાડતા ઘણા ચમત્કારિક ગુણ છે. જેમાં એન્ટીમાઇક્રોબિયલ અને એન્ટી ઓક્સિડન્ટ જેવા ગુણ પણ શામેલ છે. તેટલું જ નહીં વજન ઓછું કરવા, કોલેસ્ટ્રોલ ઓછું કરવા, રક્ત શર્કરાના સ્તરને ઓછું કરવા અને ડાયાબિટીસના લક્ષણોમાં સુધારો કરવા માટે તેને પીવું ખૂબ ફાયદાકારક છે. એપલ સાઈડર વિનેગારના આટલા ગુણો હોવા છતાં લોકો જાણવા ઈચ્છે છે કે આખરે તેને દિવસના ક્યાં સમયે પીવું જોઈએ. સવારે કે પછી રાત્રે.

સફરજનના સીરકા ખાંડને ફોર્મેટ કરીને બનાવવામાં આવે છે. તે એક્ટિવ કમ્પાઉન્ડસને એસિટિક એસિડમાં બદલી નાખે છે. જેનાથી આપણને ઘણા સ્વાસ્થ્ય લાભ મળે છે. ઘણા લોકો વજન ઓછું કરવા માટે તેનું સેવન દરરોજ કરે છે. પરંતુ તેને પીવા વિશે હજુ પણ મુંજવણમાં છે. લોકો મુંજવણમાં છે કે તેને પીવાનો સૌથી સારો સમય કયો છે. તમારી મદદ માટે આ લેખમાં અમે તમારો ભ્રમ દૂર કરવાનો પ્રયત્ન કરશું.

Image Source

વજન ઘટાડવામાં કેવી રીતે સફરજનના સિરકા મદદરૂપ છે:

એપલ સાઈડર વિનેગાર ઓછી કેલેરીની સાથે શ્રેષ્ઠ ડીટોકસિફાઈંગ પીણું છે. તેને પીવાથી બ્લડ શુગરને ઓછું કરવામાં મદદ મળે છે, જેનાથી મેટાબોલિઝ્મમાં સુધારો અને ફૈટ બર્નિંગ પ્રોસેસમાં ઝડપ આવે છે. સફરજનના સિરકાના નિયમિત સેવનથી હદય સ્વાસ્થ્ય, સહનશકિત સારી થાય છે. કેટલાક અભ્યાસ મુજબ એપલ સાઈડર વિનેગાર શરીરમાં ઓક્સીડેટિવ સ્ટ્રેસને ઓછું કરી વજનને નિયંત્રિત કરે છે.

Image Source

સફરજનના સિરકા રાત્રે અથવા દિવસે પીવું શ્રેષ્ઠ છે:

ઘણા લોકો આ સવાલનો જવાબ જાણવા ઈચ્છે છે કે સફરજનના સિરકા રાત્રે અથવા દિવસે ક્યારે પીવું જોઈએ. તેમ કેટલાક લોકો સવારના સમયે સૌથી પહેલા નિયમિત રૂપથી પીણાંના ડીટોકસિફાઈંગ અને વજન ઘટાડવાના ફાયદા લે છે. તો કેટલાક ભોજન પેહલા આ પીણું લેવાનું પસંદ કરે છે. જોવામાં આવે તો દિવસના સમયે તેનું સેવન કરવા માટે કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી. તમારુ લક્ષ્ય શું છે, એપલ સાઈડર વિનેગારનું સેવન તેના પર આધાર રાખે છે. જણાવીએ કેવી રીતે

Image Source

વજન ઘટાડવા માટે સવારના સમયે સફરજનના સિરકાનું સેવન શ્રેષ્ઠ હોય છે:

સવારે સફરજનના સિરકા પીવાથી વજન ઝડપથી ઘટે છે અને ચરબી બર્ન કરવાની પ્રક્રિયામાં વેગ આવે છે. જોકે, આ મુખ્ય રૂપે એક ડિટોક્સિફાઇંગ એજન્ટ છે, સવારે એપલ સાઈડર વિનેગાર શરીરથી ઝેરિલા પદાર્થોને બહાર કાઢી શકે છે. સવારના સમયે તેને પીવા વાળા માને છે કે તે પીએચ લેવલને સંતુલિત કરવાની સૌથી સારી રીત છે. તેને પીવાથી દિવસ દરમિયાન ઉર્જા જળવાઈ રહે છે. તે થાકને દૂર કરી દુખાવામાં રાહત આપે છે. પરંતુ સફરજનના સિરકાનો તીખો સ્વાદ કેટલાક લોકોમાં ઉબકા લાવી શકે છે.

Image Source

શું રાત્રે સફરજનના સીરકાનું સેવન કરવું ફાયદાકારક છે:

રાત્રે એપલ સાઈડર વિનેગાર પીવું એક વિકલ્પ છે. પરંતુ રાત્રે સૂતા પહેલા તેને પીવાથી વજન સીધું ઘટતું નથી. તે વજન વધારવા પર અસર કરતા પરિબળો ને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. કેટલાક લોકો મુજબ સૂતા પહેલા એપલ સાઈડર વિનેગાર બ્લડ શુગરને ઓછુ કરી શકે છે અને તેને પચાવવા ખૂબ સરળ છે. પરંતુ ભોજન જમ્યા પછી તેને પીવાથી પાચનમાં ગડબડ થઈ શકે છે.

Image Source

તો શું કરવું જોઈએ:

સફરજનના સિરકા દિવસમાં ક્યારે પીવું જોઈએ, તેને લઈને કોઈ શોધ થઈ નથી. પરંતુ તેને ભૂખ્યા પેટે પીવાની સલાહ જરૂર આપવામાં આવે છે. તે પાચનને વધારો આપે છે. નિયમીત રૂપથી સેવન કરવા પર વજન ઓછું થાય છે. તેથી સવારે ભૂખ્યા પેટે પીવું એ સારો સમય છે . તેને પીવાના ૨૦-૩૦ મિનીટ પછી થોડું ખાઓ. જો તમે વધારે વજન ધટાડવા ઇચ્છો છો તો તેમાં મધ, આદુ અને લીંબુ ઉમેરીને પી શકો છો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *