વાળ અને ત્વચા માંટે અમૃત સમાન છે મોરિંગા, લગાવતા જ 15 મિનિટ માં દેખાશે ફરક

Image source

આપણી સ્કીન અને હેર ની એવી સમસ્યા છે કે જે મોરિંગા પાવડર થી તરત દૂર થઈ જાય છે. તમે તેને અઠવાડિયા માં 2 વાર લગાવો. અને તમને તરત જ ફરક નજર આવશે. ચાલો જાણીએ કે તેના પ્રયોગ થી હેર અને ફેસ માસ્ક કેવી રીતે બનાવી શકાય.

મોરિંગા જેને આપણે સહજન ના નામ થી ઓળખીએ છીએ જે એક સુપર ફૂડ છે. તેને આખું પણ ખાઈ શકાય છે અને તેનો પાવડર પણ લઈ શકાય છે. તે તમારા વાળ અને સ્કીન ને ચમકદાર બનાવા માં મદદ કરે છે. જો તમને એજિંગ નો પ્રોબ્લેમ છે તો તમે તેનો પાવડર એક ચમચી રોજ ખાવાનું ચાલુ કરો. તે વજન ઘટાડવા માં પણ મદદ કરે છે.

મોરિંગા માં એંટિ ઓક્સિડેંટ અને વિટામિન એ, સી અને અને ઈ મળી આવે છે. એટલે તે ત્વચા ને તાજી અને વાળ ને કાળા અને લાંબા કરવા માં મદદ કરે છે. તમે ઈચ્છો ટુ તેના જાડા પેસ્ટ ને ફેસ માસ્ક કે હેર માં કન્ડિશનર તરીકે પણ લઈ શકો છો. તે તમારા વાળ ને મોઈશ્ચરાઈજ કરે છે. અને ત્વચા ને એક ચમક આપે છે. ચાલો જાણીએ તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય.

મોરિંગા, એવોકાડો ફેસ અને હેર માસ્ક

Image source

સામગ્રી

  •  મોટો ચમચો મોરિંગા પાવડર
  •  પાકેલું અને મસળેલું એવોકાડો
  •  ચમચી મધ
  •  ચમચી તાજો લીંબુ નો રસ

બનાવા ની રીત

  • બધી જ સામગ્રી ને એક વાટકા માં મિક્સ કરી લો.

વાળ પર લગાવાની રીત

Image source

  • આ પેસ્ટ ને ભીના અને સાફ વાળ પર લગાવી ને માલિશ કરવી.
  • પોતાના વાળ પર શાવર કેપ લગાવી ને 20-30 મિનિટ સુધી તેને તેમ  જ રહેવા દો.
  • પછી વાળ ને ધોઈ નાખો.
  • સારું રિજલ્ટ મેળવવા માંટે મહિના માં બે વાર લગાવો.

સ્કીન પર લગાવાની રીત

Image source

  • સૌ પહેલા ચહેરા ને સાફ કરો અને મિશ્રણ ને સમાન રૂપ થી ચહેરા પર લગાવો.
  • તેને ચહેરા પર રગડવું નહીં અને આંખ માં ન જાય તેની કાળજી લેવી.
  • તેને 15-20 મિનિટ સુધી રહેવા દો.
  • હૂંફાળા પાણી થી ચહેરો ધોઈ નાખો. પછી એક ક્રીમ કે સિરમ થી ચહેરા ને મોઈશ્ચરાઈજ કરી લો.

મોરિંગા નું કેળા સાથે નું ફેસ માસ્ક અને હેર માસ્ક

Image source

જો મોરિંગા નો ફાયદો વધુ લેવો છે તો તેમા મધ ઉમેરો. મધ માં ખનીજ અને વિટામિન હોય છે. જેનાથી સ્કીન નરમ થાય છે અને અદભૂત ફરક લાગે છે. તેનાથી વાળ સ્વસ્થ દેખાય છે. તેના સિવાય ટી-ટ્રી ઓઇલ થી વાળ ઓછા ખરે છે. અને વાળ નો વિકાસ થાય છે. તે વાળ ની ઘણી સમસ્યા જેવી કે રૂક્ષતા, ગંજાપણું વગેરે દૂર કરે છે. હવે જ્યારે તમે બધી જ વસ્તુ ને કેળા માં મિક્સ કરો છો તે પોટેશિયમ, વિટામિન e, a અને c નો સમૃદ્ધ સ્ત્રોત બને છે. જે વાળ ના વિકાસ અને ત્વચા ને મદદ કરે છે.

સામગ્રી

  •  મોટો ચમચો મોરિનગો પાવડર
  •  મસળેલું કેળું
  •  મોટો ચમચો મધ
  •  ચમચી ટી-ટ્રી ઓઇલ

પેક બનાવા ની વિધિ

  • કેળા ને મેશ કરો અને બધી જ સામગ્રી ને મિક્સ કરો.

હેર પેક ના રૂપ માં લગાવા ની રીત

Image source

  • તેને ભીના વાળ માં લગાવો અને સ્કેલ્પ માં મસાજ કરો.
  • શાવર કેપ લગાવી ને 20-30 મિનિટ સુધી રાખી મૂકો.
  • પછી વાળ ને ધોઈ લો.
  • દર અઠવાડિયે આ પેક ને લગાવા થી રિજલ્ટ જરૂર થી મળશે.

ફેસ પેક તરીકે લગાવા ની રીત

Image source

  • સૌ પહેલા ચહેરા ને સાફ કરો અને મિશ્રણ ને સમાન રૂપ થી ચહેરા પર લગાવો.
  • તેને ચહેરા પર રગડવું નહીં અને આંખ માં ન જાય તેની કાળજી લેવી.
  • તેને 15-20 મિનિટ સુધી રહેવા દો.

હૂંફાળા પાણી થી ચહેરો ધોઈ નાખો. પછી એક ક્રીમ કે સિરમ થી ચહેરા ને મોઈશ્ચરાઈજ કરી લો.

મોરિંગા નો ફેસ માસ્ક તમારી ત્વચા ને હાયડ્રેટ કરે છે. તેમા આયરન ની માત્રા ખૂબ જ હોય છે. જેનું સેવન કરવાથી ચહેરા પર થી ખીલ દૂર થાય છે. અને સ્કીન સાફ થાય છે. જો તમે ચાહો તો તમે આ પાવડર ઓનલાઇન પણ ખરીદી શકો છો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment