પરિવાર ને છોડી ને સન્યાસ લેવા ચાલ્યો તો આ માણસ, પણ અચાનક શું થયું કે વિચાર જ બદલાઈ ગયો..

જાપાન માં નાનહેન નામક એક ફકીર હતા. એક દિવસ એક વ્યક્તિ ત્યાં પહોંચ્યો અને કહ્યું કે “ મારે સન્યાસ લેવો છે”.તેની માટે મે મારા પરિવાર જનો અને બધા જ સંબંધી ને તિજાંજલી આપી દીધી છે.

Image Source

ફકીરે પૂછ્યું” શું તમે એકલા છો? વાસ્તવ માં તમારી સાથે કોઈ નથી?”ફકીરે કહ્યું “ જરા તમારી આંખો બંધ કરો અને તમારા માં જુઓ કે બીજું કોઈ દેખાય છે.?” જાઓ તમે એક વૃક્ષ ની નીચે બેસો અને વિચારો અને પછી મારી પાસે આવો.

Image Source

તે વ્યક્તિ વૃક્ષ નીચે બેઠો અને ધ્યાન કરવા લાગ્યો અને આંખો બંધ કરતાં જ તેને પોતાનો આખું પરિવાર દેખાયું. આંખો ખોલતા જ તેને ફકીર દેખાયા અને કહ્યું કે મને તો આખું મારુ પરિવાર દેખાયું. વ્યક્તિ એ કહ્યું કે હું તો મારા પરિવાર ને છોડી ને આવ્યો છું તો પછી મને કેમ તે લોકો દેખાય છે.

Image Source

ફકીરે કહ્યું કે તમે જાઓ અને ધ્યાન મગ્ન થઈ જાઓ અને તેમને તમારા મગજ માથી તેમને  કાઢી નાખો. અને પછી મારી પાસે આવો. બે કલાક પછી વ્યક્તિ એ ફકીર નો દરવાજો ખખડાવ્યો. ફકીરે કહ્યું” કોણ છે?”. વ્યક્તિ એ કહ્યું કે હું આવ્યો છું. ફકીરે કહ્યું કે હજી પણ તમે એકલા નથી આવ્યા. તમે તમારો સાથ અને આ ભીડભાડ ને છોડી ને આવો. તમે તમારા માથી મુક્તિ લઈ લો પછી તમને સન્યાસ લેવાની જરૂર નથી. આ સાંભળતા જ ફકીર ની બધી વાત તે વ્યક્તિ ને સમજાઈ ગઈ.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *