તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ શરૂ થવા અંગે બબીતા નો રોલ નિભાવતી મુનમુન દત્તાએ કહ્યું કે

લોકડાઉન ના કારણે ટીવી સિરિયલ ના શૂટિંગ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો પરંતુ મહારાષ્ટ્ર સરકારે પ્રોડ્યુસર્સ ને શૂટિંગ કરવાની મંજૂરી આપી છે આવી પરિસ્થિતિમાં સિરિયલમાં બબીતા ​​અય્યરનો રોલ નિભાવનારી મુનમુન દત્તા  એ સીરિયલ તારક મહેતાની રજૂઆત અંગે જાહેર માં વાત કરી છે એવું જાણવામાં આવ્યું છે.

image source

પિંકવિલાને આપેલા ઇન્ટરવ્યુ દરમિયાન મુનમુન દત્તાએ કહ્યું કે, અમે હાલ ચોક્કસપણે નક્કી કરી શકતા નથી કે શૂટિંગ ક્યારે શરૂ થશે પરંતુ અમારા ડાયરેક્ટર કહ્યું કે ચોક્કસ રૂપે બધી મુશ્કેલીઓ દૂર થશે ત્યારે જ શૂટિંગ શરૂ કરવાનો સાહસિક નિર્ણય લેવામાં આવશે. હમણાં બધું જ આયોજન કરવામાં આવી રહ્યું છે.  દરેક વ્યક્તિએ પોતાના નફા-નુકસાન નો વિચાર કરીને યોજના બનાવવી પડશે અને ત્યારબાદ કામ શરૂ કરવું પડશે.

image source

મુનમુન દત્તાએ  કહ્યું કે, ‘કોવિડ -19 વિશે લોકોના જુદા જુદા મંતવ્યો છે, પરંતુ હું નિશ્ચિતરૂપે કામ પર જવું અને સામાન્ય જીવનધોરણ ફરી શરૂ થાય તેવું ઈચ્છું છું. આપણે ઘરમાં રહીને આપનું યોગદાન પણ આપ્યું છે પરંતુ હવે કામ ઉપર જવું પણ જરૂરી છે . હવે વાયરસ સાથે રહેવાનું શીખવું પડશે. હાલમાં પરિસ્થિતિ એવી છે કે જ્યાં સુધી રસી શોધાઈ ન થાય ત્યાં સુધી આપણે વાયરસની સાથે જીવીશું જેમ આપણે બીજા ઘણા જીવલેણ વાયરસ અને બેક્ટેરિયા સાથે જીવીએ છીએ. લોકો હંમેશ માટે લોકડાઉન માં  રહી શકતા નથી.

image source

જણાવી દઈએ કે સરકારે શૂટિંગ માટે પરવાનગી આપી છે પરંતુ કેટલીક શરતોને આધીન જેમકે અભિનેતાઓ અને ક્રૂ સભ્યોની સલામતી, સેટ‌ને સેનિટાઈઝ કરવું, સેટ પર ડોકટરો અને નર્સ ની‌ હાજરી, એમ્બ્યુલન્સ, સેટ પર ઓછામાં ઓછા માણસો, અને ખાસ કરીને 65 વર્ષથી વધુ ઉંમરના લોકોને શૂટિંગ કરવાની સખત મનાઈ છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment