પ્રેગ્નેન્સી માં ચીડિયાપણું, તણાવ, અને મૂડ સ્વિંગ ને દૂર કરવા માટે કરો બટરફ્લાય કસરત.. અને અનુલોમ વિલોમ થી થશે બ્લડ પ્રેશર કંટ્રોલ..

પ્રેગ્નેન્સી ના આઠ મહિના પૂરા થતાં જ ચીડિયાપણું, વોમિટિંગ, ઘભરાટ થવી એ સામાન્ય વાત છે. આ સમય દરમિયાન વજન વધતાં ની સાથે મહિલા ઓ આળસુ પણ થઈ જાય છે. આવામાં મૂડ સ્વિંગ એટલે સમયે સમયે મૂડ બદલાવો, યોગ, પ્રાણાયામ,અને રેગ્યુલર વોક કરવાથી મહિલા ફિટ અને ખુશ રહી શકે છે. સાથે જ પ્રેગ્નેન્સી દરમિયાન થતી ડાયાબિટિસ નો ખતરો પણ ટાળી શકાય છે. તે લેબર પેન માં પણ રાહત આપે છે.

Image Source

ચાલો ફિટનેસ એક્સપર્ટસ થી જાણીએ કે બટરફ્લાય કેવી રીતે કરવું.

બટરફ્લાય કસરત કયા મહિના થી શરૂ કરવું સારું ગણાશે?

આ કસરત ત્રીજા મહિના થી ચાલુ કરી શકાય. તે પેલવિક એરિયા ને પ્રભાવિત કરે છે. સાથે જ પગ અને થાઈજ માં ઢીલાપણું લાવે છે. થાઈજ ની સ્ટ્રેચિંગ પણ થઈ જાય છે. નીચે ના ભાગ ની સ્ટ્રેચિંગ થવાથી તે ભાગ ની ચરબી પણ ઓછી થવા લાગે છે. જેનાથી થકાવો પણ ઓછો લાગે છે.

તેને કરવાનો સાચો ઉપાય શું છે?

Image Source

જમીન પર બેસી જાવ. બંને પગ ને ઘૂટણ થી વાળતાં બંને પગ ના અંગૂઠા એક બીજા સામે લાવો. બંને હાથ ને પગ પર રાખતા થાઈજ ને ફ્લોર પર ટચ કરો અને પછી ધીમે ધીમે ઉઠાવો. બટરફ્લાય ની જેમ તેને ફરી ફરી કરો. કમર ને બિલકુલ સીધી રાખો. તેનાથી શરીર ના નીચે ના ભાગ ના મસલ્સ ખૂલે છે. નોર્મલ ડિલેવરી પણ સરળતા થી થઈ જાય છે. અને દુખાવો પણ ઓછો થતો જાય. જો આવું કરતાં તમને કમર દુખે તો આ કસરત ન કરવી.

તેના સિવાય બીજા કયા યોગ કે કસરત થઈ શકે છે?

કેટલાક યોગ અને પ્રાણાયામ પણ કરી શકાય છે. જેમ કે, અનુલોમ-વિલોમ અને શવાસન.

અનુલોમ-વિલોમ થી બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે. તેને કરવાથી બ્લડ પ્રેશર કંટ્રોલ થાય છે. સ્ટ્રેસ ફ્રી રહેવા માટે આ આસન જરૂર થી કરવું. જમીન પર એવી સ્થિતિ બેસી રહો જેથી તમને આરામ મળે. ત્યારબાદ ડાબા હાથ ના અંગૂઠા થી નાક નું જમણું છિદ્ર બંધ કરો અને પોતાનો સ્વાસ અંદર ની બાજુ એ ખેચો. તેવી જ રીતે વિપરીત હાથ લઈ ને કરો.

માનસિક શાંતિ અને તણાવ ઘટાડવા માટે શવાસન કરો.

Image Source

પ્રેગ્નેન્સી દરમિયાન માનસિક શાંતિ મળે તે માટે શવાસન કરવું. આ આસન કરવાથી ગર્ભ માં રહેતા બાળક નો વિકાસ સારો થાય છે. તેની માટે પથારી પર સીધા સૂઈ જાવ. તમારા હાથ અને પગ ને ખુલ્લા છોડી દો. પછી સ્ટ્રેસ ફ્રી થઈ જાવ. ધીરે ધીરે લાંબી સ્વાસ લો અને છોડો. તેનાથી થકાવો અને સ્ટ્રેસ દૂર થશે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment