આ ત્રણ રીત અપનાવો તો આખું ચોમાસું તમને કાંઈ જ ન થાય – ત્રીજા નંબરની વાતનું તો ખાસ ધ્યાન રાખો

 

 

ઉનાળાની અસહ્ય ગરમી વેઠી પછી ચોમાસાનો આનંદ ખૂબ આવે છે. વરસાદમાં પલળવાની મજા અનેરી હોય છે. ધીમા વરસાદે બાઈક લઈને બહાર ફરવાની, નાસ્તા-પાણીની પણ વાત કાંઈ અલગ જ હોય..!! દરેક ચોમાસામાં કાંઈને કાંઈ યાદી બની જતી હોય છે. શહેર સ્વીમિંગપુલ જેવું અનુભવાય અને દેડકા ચોમાસાની નિશાની બતાવે છે.

એ ચોમાસાની ઋતુ દરમિયાન અમુક પ્રકારની કાળજી રાખવી પડે છે. જેને કારણે શરીરને માંદગીનું ઘર બનતું અટકાવી શકાય છે. ચોમાસાનાં ભેજવાળા વાતાવરણમાં વાયરસને લીધે ફેલાતા રોગોનું પ્રમાણ વધુ હોય છે. પરંતુ અમુક પ્રકારની પરેજી રાખીએ તો માંદગીને રોકી શકાય છે.

આજના આર્ટીકલમાં “ફક્ત ગુજરાતી” ની લેખક ટીમ દ્વારા એક આવો પ્રયાસ, જેનાથી લોકોને જાણકારી મળી રહે અને ચોમાસાની ઋતુમાં પરેજી રાખવાની અમુક તકનીક પણ ખબર પડે. તો આજે જાણીએ ચોમાસામાં આરોગ્યને સાચવવાની રીત.

૧. શરીરની ચોખ્ખાઈ જાળવો

તમે વાહનમાં જાઓ કે ચાલતા, નજીક જાઓ કે દૂર. ચોમાસામાં થોડા ઘણાં અંશે તો પલળી જ જવાય. પછી જયારે ઘરે પહોંચો ત્યાર બાદ ગરમ પાણીથી સ્નાન કરી લેવું જોઈએ. ભીનાં કપડા હમણાં સુકાઈ જશે એમ માની પહેરેલ રાખવા ન જોઈએ. વરસાદનાં છાંટા સાથે હવામાં રહેલ સુક્ષ્મ જીવાણું શરીરમાં જશે અને રોગ ઉત્પન્ન કરશે. તેથી આ વાતનું ખાસ ધ્યાન રાખવું.

૨. મેલેરિયા ન થાય તેની કાળજી

આ ઋતુમાં મચ્છરોનો ત્રાસ વધુ હોય છે. જેનાથી ઝેરી તાવના કેસ વધુ જોવા મળે છે. માટે ઘરને વધુ પડતા મચ્છરોનાં ઉપદ્રવથી બચાવો. પાણી ભરાય તેવાં પાત્રોને અથવા ખાબોચિયાને ઘર પાસેથી હટાવો.

૩. બજારૂ નાસ્તાથી દૂર રહો

બજારમાં ખુલ્લામાં વેચાતા પદાર્થોથી તો દૂર જ રહેવું જોઈએ. નાસ્તાની લારી કે ગંદકીવાળી જગ્યાએ વેચાતી ખાદ્ય વાનગી ખાવાની ટાળવી. બેકટેરિયા શરીરમાં જશે તો શરીરની ઇમ્યુનિટી સીસ્ટમમાં ફેરફાર થશે. તાવ, શરદી, કમળો, ઉલ્ટી જેવાં લક્ષણો તે બીમારીના હોય શકે.

ચોમાસાની ઋતુમાં શક્ય તેટલી પરેજી રાખીએ તો તંદુરસ્ત રહી શકાય. ઉપરાંત ચાલવામાં પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. અમુક જગ્યા પર લપસતા પડી જવાય. જેને કારણે લાંબા સમયનો આરામ આવી જાય છે. જે હાલનાં ઝડપી સમયમાં અત્યંત કંટાળાજનક હોય છે.

એ સાથે “ફક્ત ગુજરાતી” પેઇઝને લાઇક કરો. જેથી અવનવી માહિતીસભર આર્ટીકલ તમને વાંચવા મળે. આ આરોગ્યને સાચવવાની માહિતીને જરૂરથી શેર કરજો.

#Author : Ravi Gohel

 

Leave a Comment