વરસાદ ની ઋતુ માં ફ્લૂ થવાનો ખતરો વધી જાય છે. આ 5 વસ્તુ થી વધારો ઇમ્યુનિટી

Image Source
વરસાદ ની ઋતુ કેટલાય પ્રકાર ની બીમારીઓ લઈ ને આવે છે. આવી ઋતુ માં થોડી પણ બેદરકારી આપણી પરેશાની વધારી શકે છે. વાઇરસ અને બેક્ટેરિયા થી બચવા માટે immunity વધારવી ખૂબ જરૂરી છે.

વરસાદ ની ઋતુ માં ફ્લૂ અને સંક્રમણ નો ખતરો ખૂબ વધી જાય છે. આવા મોસમ માં ખાવા પીવા પર ખૂબ ધ્યાન આપવુ જરૂરી છે. કોઈ પણ જાત ના વાઇરસ કે સંક્રમણ થી બચવા માટે રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવી જોઈએ. આવો જાણીએ diet માં કઈ વસ્તુઓ નો સમાવેશ કરવા થી immunity વધારી શકાય છે.

Image Source

લેમન ગ્રાસ:લેમન ગ્રાસ ના ઔષધિ છોડ વિશે પહેલા તમે કદાચ જ સાંભડયું હશે. આ છોડ નું તેલ immunity માટે ખૂબ જ ફાયદાકારક છે. Viral તાવ, ખાંસી , શરદી મા પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. પેટ, આતરડા અને યુરીન માં થતાં ઇન્ફેકશન થી પણ રાહત આપે છે.

image Source

આદું: immune ને વધારવા માટે આદું પણ કોઈ ઔષધી થી ઓછું નથી. આમા રહેલા એંટિ માઇક્રોબિયલ અને એંટિફંગલ તત્વ બોડી ની ઇમ્યૂન વધારવામાં મદદ કરે છે. તમે શાક સિવાય જ્યુસ, સૂપ અને ચટણી માં પણ તેનો ઉપયોગ કરી શકો છો.

Image Source

હળદર: હળદર માં રહેલા એંટિ ઓક્સિડેંટ ગુણ immune ને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. એક ચમચી મરી ના પાવડર ,એક ચમચી હળદર પાવડર અને એક ચમચી આદું ના પાવડર ને એક કપ પાણી માં નાખી ગરમ કરી લો. આ પાણી ઉકળ્યાં પછી અડધું થઈ જાય તો તેને ઠંડુ કરી પી લો.

image Source

તુલસી: તુલસી માં એંટિ બાયોટિક ગુણ હોય છે. જે immunity ને વધારી ને વાઇરસ સામે લડવાની તાકાત આપે છે. એક ચમચી લવિંગ નો પાવડર અને 10-12 તુલસી ના પત્તા લઈ ને તેને ગરમ પાણી માં ઉકાળો. તે સુકાઈ ને અડધું ના થઈ જાય ત્યાં સુધી ઉકાળો. ત્યારબાદ તેને ગાળી ને ઠંડુ કરી ને પીવો. તમને viral ઇન્ફેકશન થી જલ્દી જ આરામ મળશે.

Image Source

કોથમીર: કોથમીર પણ શરીર માટે ખૂબ જ સારી ગણવામાં આવે છે. એટલે જ એ viral તાવ ને પણ જલ્દી જ ખતમ કરે છે. Viral તાવ ને જલ્દી જ મટાડવા માટે કોથમીર ની ચા ખૂબ જ ફાયદાકારક છે. ચોમાસા ની ઋતુ માં કોથમીર ની ચા સવાર સાંજ પીવી જોઈએ.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment