શું તમે ચોમાસામાં મિત્રો સાથે ફરવા જવાનો પ્લાન બનાવો છો તો મુલાકાત લો વરસાદમાં વધુ સુંદર થઈ જતી ભારતની આ 10 જગ્યાઓની

ભારતમાં ઘણી બધી એવી સુંદર જગ્યાઓ છે જ્યાં વરસાદ ની ઋતુ માં તે જગ્યા ખૂબ જ આકર્ષક થઈ જાય છે. અને ધુમ્મસની ચાદર ઓઢીને પશ્ચિમી ઘાટી, દાર્જીલિંગની ચારે તરફના સૂકા પાંદડા ની સુગંધ તથા આકાશની સાથે ભૂરા અથવા ગ્રેડ બદલતા સમુદ્ર તટ વરસાદની ઋતુને વધુ રોમેન્ટિક બનાવે છે, આવો ભારતની અમુક એવી જગ્યા વિશે જાણીએ જ્યાં દરેક વ્યક્તિએ વરસાદમાં એક વખત જરૂર જવું જોઈએ.

રાજસ્થાન

રાજસ્થાન પોતાના રેતાળ પરિદ્રશ્ય માટે ખૂબ જ ચર્ચામાં છે. અહીં પ્રાચીન જિલ્લા સહિત ઘણી બધી એવી સુંદર જગ્યાઓ છે જ્યાં ચોમાસાની ઋતુમાં બેસ્ટ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન માં તેને ગણવામાં આવે છે. જયપુર, ઉદયપુર જોધપુર અને જેસલમેર જેવા શહેરમાં ચોમાસામાં તે વધુ સુંદર થઈ જાય છે. દિલ્હી એનસીઆરમાં રહેનાર લોકો અહીં બજેટમાં જ પોતાની ટ્રીપ પ્લાન કરી શકે છે.

ગોવા

પ્રવાસીઓ વચ્ચે ગોવા પણ એક ખૂબ જ સારું ડેસ્ટિનેશન માનવામાં આવે છે લહેરાતા નારિયેળના ઝાડ, કોલોનીયર હેરિટેજ, પૂર્તગાલિઓની ઈમારત, સ્વાદિષ્ટ વ્યંજન અને ખૂબ જ સુંદર સમુદ્રી કિનારા ગોવાની ઓળખ છે. ઓછા બજેટમાં ફરવા માટે અને સુંદર ગુલાબી આકાશ તથા વરસાદમાં મોટરબાઈક ની સફર અહીંના ચોમાસાના ડેસ્ટિનેશન ને વધુ ખાસ બનાવે છે.

કેરળ

લીલી હરીયાળી અને સમૃદ્ધ વનસ્પતિ તથા બાયોલોજીકલ ડાયવર્સિટી અને ગ્રામીણ જીવન ની સુંદરતા કેરળ આવનાર યાત્રીઓ વચ્ચે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે. સમુદ્રના શાંત કિનારા ઉપર એક સુંદર સાંજ અને ત્યાંની સફર તમને ખૂબ જ ખાસ અનુભવ આપશે. ચોમાસામાં કેરળ ફરવા માટે દર વર્ષે દૂરથી પ્રવાસીઓ આવે છે.

કૂર્ગ

કૂર્ગ કર્ણાટકના દક્ષિણ પશ્ચિમ વિભાગમાં પશ્ચિમ ઘાટની પાસે એક પહાડ ઉપર આવેલું છે. અને તે સમુદ્ર તટથી લગભગ 900 મીટર થી 1715 મીટરની ઉંચાઈ પર આવેલ છે. આ જગ્યાને ભારતનું સ્કોટલેન્ડ પણ કહેવામાં આવે છે. અહીં દુબરે એલિફન્ટ કેમ્પ, તલ કાવેરી, કુક્કે સુબ્રમણ્યમ, કાસરગોડ અને કન્નુર જેવા ઘણા સુંદર પર્યટન સ્થળો છે.ચોમાસામાં આ વખતે અહીં આ જગ્યાની સુંદરતા પોતાની ચરમસીમા ઉપર હોય છે.

લદ્દાખ

પોતાની અંદર ખૂબ જ સુંદર અને અદભુત સુંદરતા સમેટીને બેસેલ લદ્દાખ પ્રવાસીઓ વચ્ચે ખૂબ જ ફેમસ જગ્યા છે. તીવ્ર હવા પહાડ અને તેના પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે તમને એવું જ લાગશે કે ધરતી પર કદાચ આનાથી સુંદર બીજી જગ્યા કોઈ જ નથી. જો તમને વરસાદમાં નાહવાનો ખૂબ જ શોખ છે તો એક વખત ચોમાસામાં લદ્દાખની શેર જરૂરથી કરજો.

મેઘાલય

પહાડોથી ઘેરાયેલ મેઘાલયને લગભગ લોકો તેને વાદળોનું ઘર કહે છે. તેમાં નદીની ઉપસ્થિતિ સુંદર ઝરણા અને જગમગતા પર્વત અને ત્યાંની હરિયાળીનો અનોખો નજારો મેઘાલયની સુંદરતાને દર્શાવે છે. વરસાદની ઋતુમાં આ જગ્યા ભીની થઇ ને વધુ સુંદર થઈ જાય છે, તેથી જ ચોમાસામાં તમારે એક વખત અહીં જરૂરથી આવવું જોઈએ.

દાર્જિલિંગ

ચાના બગીચા થી ઘેરાયેલું દાર્જિલિંગ પશ્ચિમ બંગાળ માં આવેલ છે. અને જુલાઈ થી સપ્ટેમ્બર ની વચ્ચે અહીં પર્વતોમાં સવારના સમયે ખૂબ જ ધુમ્મસ રહે છે. અહીં ચાના ના પાન ની સુગંધ હવામાન ચારે તરફ ફેલાયેલી હોય છે. દાર્જીલિંગના મોલ રોડ ઉપર ઠંડી હવા અને વરસાદના ટીપાની વચ્ચે ચાની ચૂસકી તમને ખૂબ જ શાનદાર અનુભવ આપશે.

Image Source

પોંડીચેરી

પોન્ડિચેરીમાં ચોમાસુ વિતાવવું ખૂબ જ અનોખો અનુભવ છે. ચોમાસાના મહિના દરમિયાન આ તટીય શહેરમાં વરસાદ અવિરત પડ્યા જ કરે છે, અને અહીંની ખૂબ જ સુંદર જગ્યા તથા સમુદ્ર કિનારા ઉપર થોડો સમય વિતાવવાથી તમને ખૂબ જ શાંતિનો અનુભવ મળશે. આ જગ્યા ભારતની સૌથી પોપ્યુલર જગ્યાઓમાંથી એક છે.

કોંકણ કોસ્ટ

મુંબઈથી ગોવા તરફ દક્ષિણની તરફ જતી રેખા કોંકણ તટ ખૂબ જ સુંદર પોતાના સમુદ્રી કિનારા માટે જાણીતું છે. સમુદ્ર કિનારા, લીલી હરિયાળી ના ખેતરો, રોલિંગ હિલ અને કિલ્લાના ખંડેર આ જગ્યાને ખૂબ જ સુંદર બનાવે છે. લીલા રંગની મોટી ચાદરમાં લપેટાયેલી આ જગ્યા ચોમાસા દરમિયાન ખૂબ જ દેખવા લાયક હોય છે.

માજુલી, અસમ

આસામના જોરહાટ જિલ્લામાં દુનિયાનો સૌથી મોટો નદીનો દ્વીપ છે. માજુલી વર્ષોથી સાંસ્કૃતિક કેન્દ્ર રહ્યું છે, અને જો તમે એવી જગ્યા જોવાના ખાસ શોખીન છો તો ચોમાસાની ઋતુમાં તેની સુંદરતા ખરેખર જોવાલાયક છે. અને તમે તેની સુંદરતાને જોવા જઈ શકો છો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment