ભૂમિ પૂજન પહેલા મોદીજી એ લગાવ્યો આ અદભૂત છોડ.. જાણો તેનું શું છે મહત્વ..

એક યુગ હતો ત્રેતાયુગ કે જેમાં શ્રી રામ જી એ એમના પિતા ના કહેવા અનુસાર 14 વર્ષ નો વનવાસ ભોગવ્યો હતો. ત્યાં જ બીજો વનવાસ કલયુગ માં પણ રામ જી એ ભોગવ્યો.જેની રાહ જોતાં જોતાં 500 વર્ષ વીતી ગયા. હા, રામજી તેમની જન્મભૂમિ થી 500 વર્ષ સુધી દૂર રહ્યા. જણાવી દઈએ કે 5 ઓગસ્ત 2020 એ અયોધ્યા માં મોદીજી એ રામ ની જન્મભૂમિ નું ભૂમિપૂજન  કર્યું.

Image Source

આ ભૂમિ પૂજન નું એક અનોખુ જ મહત્વ છે. તેને ઘણી બધી માન્યતા સાથે જોડવા માં આવે છે. તો આવા માં મોદીજી દ્વારા કરવામાં આવેલ દરેક ગતિ વિધિ પર ધ્યાન રાખવામાં આવ્યું હતું.

ચાલો જાણીએ કેટલીક મહત્વ ની વાત

ભૂમિ પૂજન વખતે લગાવ્યું પારિજાત નો છોડ

Image Source

હનુમાન ગઢી અને રામ લલ્લા પરિસર માં દર્શન પછી મોદીજી એ રામજી ના જન્મ ભૂમિ પર પારિજાત નો એક છોડ લગાવ્યો. ઘણા લોકો ના મન મા એવો પ્રશ્ન થયો હશે કે તેમણે આ છોડ કેમ લગાવ્યો હશે. આ છોડ નું હિન્દુ ધર્મ માં ખૂબ જ મહત્વ છે. તેનું પૌરાણિક અને આયુર્વેદિક બંને રીતે મહત્વ છે. ખરેખર તો પારિજાત નો છોડ ખૂબ પવિત્ર માનવામાં આવે છે.

પારિજાત નું મહત્વ

Image Source

કહેવાય છે કે ભગવાન ની પૂજા માં પારિજાત નું ખૂબ જ મહત્વ હોય છે. કહેવાય છે કે આના થી ભગવાન શ્રી હારી નો શૃંગાર કરવામાં આવે છે. એટલે જ આ ફૂલ ને હરિ શૃંગાર તરીકે ઓળખવામાં આવે છે. તેની સુગંધ ખૂબ સરસ હોય છે.

ધાર્મિક માન્યતા

Image Source

પારિજાત ને લઈ ને  સમુદ્ર મંથન ની કથા  પણ પ્રચલિત છે.તેના અનુસાર આ પાવન છોડ સમુદ્ર મંથન થી ઉતત્પન્ન થયો હતો. જેને શ્રી કૃષ્ણ તેમના પત્ની સત્યભામા માટે સ્વર્ગ પર થી ધરતી પર લાવ્યા હતા. દેવી લક્ષ્મી જી ને  પણ પારિજાત ણા ફૂલ ખૂબ જ પસંદ છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment