સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક હોય છે ભેળસેળવાળો લોટ, આ ટિપ્સની મદદથી તેને ઓળખો

Image Source

આજે આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યાં લોટ થી લઈને દવાઓમાં ભેળસેળ કરવામાં આવે છે. જેનું સેવન કરવાથી તમને ઘણી ગંભીર બીમારીઓ થવાની સંભાવના રહે છે. આ સમયમાં જો કોઈ વસ્તુ તમને શુદ્ધ મળી જાય તો તમારાથી વધારે ખુશનસીબ બીજું કોઈ નથી.

તમારા દ્વારા સૌથી વધારે ખાવામાં આવતા લોટમાં કરવામાં આવેલ ભેળસેળની પણ તમારા સ્વાસ્થ્ય પર ખૂબજ ખરાબ અસર થઈ શકે છે. આ સ્થિતિમાં ઘઉંના લોટમાં ચોક પાવડર અથવા મેંદાની ભેળસેળ કરવામાં આવે છે, તો ચાલો આજે તમને થોડી સરળ ટીપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જેની મદદથી તમે ભેળસેળ વાળો લોટ ઓળખી શકો છો.

ભેળસેળ વાળા લોટની ઓળખ કેવી રીતે કરવી

એક ગ્લાસ પાણીનો ઉપયોગ કરો

ભેળસેળ વાળા લોટને ઓળખવા માટે તમે સૌથી પેહલા એક ગ્લાસ પાણી લઈને પછી તે પાણીમાં અડધી ચમચી લોટ નાખી દો. ત્યારબાદ જો તમને ગ્લાસના આ પાણીમાં કઈક તરતું દેખાવા લાગે તો તમે સમજી જાઓ કે તમે બજાર માંથી ભેળસેળ વાળો લોટ ખરીદી લાવ્યા છો.

લીંબુના રસનો ઉપયોગ કરીને ખાઓ

જો તમે ઈચ્છો તો લીંબુના ઉપયોગથી પણ ભેળસેળ વાળા લોટનો ઓળખી શકો છો. તેના માટે તમે એક ચમચી લોટ લઈને તેમાં લીંબુના રસના થોડા ટીપા ઉમેરી દો. જો લીંબુના રસના ટીપાંથી તમારા લોટમાં પરપોટા થવા લાગે તો તમે સમજી જાઓ કે તમારા દ્વારા ખરીદવામાં આવેલ લોટ ભેળસેળ વાળો છે. તેની સાથેજ અમે તમને જણાવી દઈએ કે લોટમાં પરપોટા તે સમયે થાય છે જ્યારે લોટમાં ખડીયા માટી નાખીને ભેળસેળ કરવામાં આવી હોય.

હાઇડ્રોકલોરિક એસિડનો ઉપયોગ કરો

તેના માટે તમે એક ટેસ્ટ ટ્યુબ લો અને તેમાં થોડો લોટ નાખી દો. લોટ નાખ્યા પછી તેમાં હાઇડ્રોકલોરિક એસિડ નાખીને જુઓ. જો તમને હાઇડ્રોકલોરિક એસિડ નાખ્યા પછી ટ્યુબમાં કોઈ ચાળવા જેવી વસ્તુ જોવા મળે તો તમે સમજી જાઓ કે તમારા દ્વારા ખરીદવામાં આવેલ લોટમાં ભેળસેળ થઈ છે. આ ભેળસેળ વાળા લોટનું સેવન કરવાથી તમારા સ્વાસ્થ્યને નુકશાન થઇ શકે છે તેથી તમારે તેને ખાવાથી બચવાની જરૂર છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ ફક્ત ગુજરાતીલાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment