રવો અને પૌવાને મિક્સ કરીને બનાવો આ ટેસ્ટી વડા, જે ચા ટાઈમ માટે છે બેસ્ટ નાસ્તો

Image Source

સાંજની ભૂખ મટાડવા માટે જો તમે પણ ચાની સાથે કોઈ ચટપટા નાસ્તાની શોધમાં છો તો તમારી શોધ પૂરી થઈ ગઈ છે. જો તમે થોડો હળવો અને ટેસ્ટી નાસ્તો ઇચ્છો છો તો તમે રવો અને પૌવામાંથી બનાવેલા વડા ખાઈ શકો છો. તે સ્વાદમાં પણ બેસ્ટ લાગે છે. જો તમને ફરીથી ભૂખ લાગે તો પણ તમે તેને નાસ્તા તરીકે બનાવી શકો છો. અહીં તમે તેને બનાવવાની સરળ રેસીપી શીખી શકો છો.

સામગ્રી

  • પૌવા
  • રવો
  • દહી
  • બેકિંગ સોડા
  • ઘાણા
  • રાઈ
  • જીરું
  • સૂકું મરચું
  • લીલું મરચું
  • કાંદા
  • ટામેટા
  • દહીં
  • હળદર
  • લાલ મરચું પાવડર
  • ઘાણાનો પાવડર
  • ગરમ મસાલો
  • મીઠું
  • સરસવનું તેલ

 

View this post on Instagram

 

A post shared by Piu Tandel (@yumyum_cooking_wooking)

બનાવવાની રીત

રવા અને પૌવાના વડા બનાવવા માટે સૌથી પહેલા પૌવાને થોડી વાર માટે પલાળી દો. પછી એક મિક્સરમાં પલાળેલા પૌવા, રવો, દહી, બેકિંગ સોડા, મીઠું નાખો અને સરખી રીતે મિક્સ કરો. તેને ગાઢ ઘટ્ટ રાખવાનું છે, પરંતુ માત્ર થોડી પેસ્ટ બનાવો.

હવે આ પેસ્ટનો થોડો ભાગ લો અને વડાની જેમ બનાવો.

હવે તેને તમારે સ્ટીમ કરવાનું છે. ઢોકળાના સ્ટેન્ડમાં તમે તેને સ્ટીમ કરી શકો છો.

કડાઈમાં તેલ ગરમ કરો અને પછી તેમાં જીરું, રાઈ, સૂકું મરચું નાખો અને પછી તેમાં કાંદા અને લીલું મરચું નાખો.

કાંદા જ્યારે ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યારે તેમાં ટામેટા નાખો. તે જ્યારે નરમ થઈ જાય ત્યારે તેમાં બધા મસાલા નાખો અને થોડું પાણી નાખો. સરખી રીતે શેકી પછી તેમાં દહીં નાખો.

સરખી રીતે પકાવો અને પછી તેમાં સ્ટીમ કરેલા વડા નાખો. હવે તેને લીલા ધાણાથી સજાવટ કરો અને ચટણી સાથે પીરસો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “રવો અને પૌવાને મિક્સ કરીને બનાવો આ ટેસ્ટી વડા, જે ચા ટાઈમ માટે છે બેસ્ટ નાસ્તો”

Leave a Comment