ભૂલો ભલે બીજું બધું દાંતની સંભાળ લેવાનું ભૂલશો નહીં! તો આ બધા કારણો છે જેનાથી તમારા દાંત થાય છે એક્દમ ખરાબ

Image source

સફેદ અને ચમકતા દાંત હર કોઈ વ્યક્તિની ઈચ્છા હોય છે. ક્યારેક રોજીંદા ખોરાક લેવામાં આવતા ખોરાક એ મુજબ થઇ જાય છે કે દાંતને પીળા અને ખરાબ બનાવી દે છે. એટલે કે દાંતની ચમક જતી રહે છે અને દાંત પર ડાઘ પડી જાય છે. આ વાત ત્યારે બહુ ગંભીર લાગે છે જયારે હસતા ચહેરાની કોઈ મજાક ઉડાવે.

હસતા ચહેરાથી સામેનું વ્યક્તિ જલ્દીથી પ્રભાવિત થયા છે અને તેને ચહેરાની મુસ્કાનથી જ અટેચમેંટમાં લાવી શકાય છે પણ દાંતની બગડેલી હાલત આ સ્થિતિ પર પાણી ફેરવી દે છે. જેમ વ્યક્તિ શરીરની અને ખાસ કરીને ચહેરાની કાળજી રાખતા હોય છે એ રીતે ખુબસુરત સ્માઈલ માટે દાંતની કાળજી રાખવી જરૂરી છે. તો ચાલો જોઈએ એવી કઇ ખાદ્યચીજ છે જે દાંતની ખુબસુરતી છીનવી લે છે? તો આ આર્ટિકલને અંત સુધી વાંચવાનો ભૂલશો નહીં.

લિકવીડ :

Image source

લિકવીડને આમ તો બે ભાગમાં વહેંચી શકાય : ગરમ અને ઠંડુ. એ બધામાં સૌથી વધારે પીવાતી ચા મોટાભાગના લોકો માટે પ્રિય હોય છે. સાચી વાત છે કે પણ જે ચા તમને પસંદ છે એ ચા દાંત માટે સારી હોતી નથી. કોફીની સામે ચા ની વાત કરીએ તો ચા દાંત પર વધારે ખરાબ રીતે અસર કરે છે. ચા થી દાંતની બહારની સપાટીનું ઈનેમલ ડેમેજ થાય છે જેનાથી દાંત ધીમે ધીમે કમજોર થાય છે.

ઓવર સ્વીટ :

Image source

ઓવર સ્વીટમાં ચોકલેટ અને કેન્ડીઝને શામેલ કરવામાં આવે છે. બાળકોને આ બંને ચીજ વધુ પસંદ હોય છે પણ આ યાદીમાંથી મોટા લોકોને બાદ ન કરી શકાય! ચોકલેટ અને કેન્ડીઝ દાંત માટે સારી ન ગણાય. અમુક ચોકલેટનો કલર જીભ પર બેસી જતો હોય છે એ રીતે એ દાંતને પણ ધીમે ધીમે ખરાબ કરી શકે છે. એટલે ઓવર સ્વીટથી જેટલા દૂર રહીએ એટલા દાંત વધુ ટકે…!!

સોસ :

Image source

સોસને ફાસ્ટફૂડ સાથે વધુ પસંદ કરવામાં આવે છે. સોસમાં ઘણા પ્રકાર હોય છે પણ એ બધામાં ઘરે બનાવેલા સોસની વાત અલગ છે! બજારમાંથી મળતા મોટાભાગના સોસની અંદર કલર ઉમેરવામાં આવે છે, જે કલર પેટને ખરાબ કરી શકે છે સાથે દાંતને પણ લાંબા સમયે શકે બગાડી છે. જે દિવસે પણ સોસ ખાવ ત્યારે સુતી વખતે બ્રશ કરવાનું ભૂલથી પણ ભૂલશો નહીં.

એનર્જી ડ્રીંક્સ :

Image source

સોડા, કોલા અને અન્ય સોફ્ટ ડ્રીંક્સ દાંત માટે બહુ જ નુકસાનકારક હોય છે. આ કાર્બોનેટેડ ડ્રીંક્સમાં ભેળવેલ કેમિકલ દાંતને ખરાબ કરી શકે છે અને પરિણામે દાંત નબળા પડે છે.

પાન-મસાલા :

Image source

કોઇપણ વ્યસની માટે આ મુદ્દો થોડો અઘરો છે પણ સત્યથી કેમ દૂર ભાગી શકીએ! જે વ્યક્તિ પાન-મસાલા કે ગુટખાનું સેવન કરે છે એ લોકોના દાંતમાં સાદો થવાના કારણો બની શકે છે અને તેના દાંત એકદમ નબળા પડી જાય છે. લાંબા સમયના વ્યસનીઓના દાંત તો કાળા જ થઇ જાય છે એટલે જો આપને કોઇપણ વ્યસન હોય તો એ સાથે દાંતની સંભાળ લેવાનું ભૂલશો નહીં.

દાંતની સંભાળ કેવી રીતે લઇ શકાય?

Image source

  •  કલરવાળી કે બહુ ઠંડી/ગરમ વસ્તુને લાંબા સમય માટે મોં માં ન રાખવી જોઈએ. આવું કરવાથી એ ચીજના ડાઘ દાંત પર પડી જાય છે. આવી વસ્તુના સેવન પછી તરત જ પાણોના કોગળા કરી લેવા જોઈએ. અથવા આંગળી વડે ઘસીને દાંત સાફ કરી લેવા જોઈએ.
  •  કુદરતી રીતે બે દાંત વચ્ચે થોડી જગ્યા હોય છે પણ અમુક લોકોમાં દાંત વચ્ચે વધુ જગ્યા જોવા મળે છે. આવા કિસ્સામાં દાંતના ડોક્ટર પાસે જવું જોઈએ નહીં કે દાંતને વારેવારે ખોતરીને સાફ કરવા જોઈએ.
  •  આખા દિવસ દરમિયાન દરેક વ્યક્તિ જાતજાતનું ખાતા-પીતા રહેતા હોઈએ છીએ. તો દાંતની સંભાળ રાખવા માટે દરરોજ સુતા પહેલા બ્રશ કરીને સુવાના નિયમને પણ અપનાવવો જોઈએ. દાંતમાં સડો થવાની સમસ્યાથી બચવા માટે દરરોજ બ્રશ કરીને સુવાની ટેવ પાડવી જોઈએ.

દાંતને મજબુત કરવા માટેનો અકસીર ઈલાજ :

Image source

પહેલાના સમયમાં બ્રશનો આવિષ્કાર ન્હોતો ત્યારે માણસો દાંતની સફાઈ કરવા માટે દાંતણનો ઉપયોગ કરતા હતા. આજે સમય માત્ર આગળ વધી ગયો છે બાકી દાંતણના ઉપયોગ દ્વારા દાંતને મજબુત તો રાખી જ શકાય છે. આપને જે યોગ્ય લાગે એ ઝાડનું દાંતણ કરી શકાય છે. દાંતણ દાંતને લાંબા સમય માટે સાચવી રાખવાની યોગ્ય ચાવી છે. દાંતણનો તો એક અલગ જ મહિમા છે…કવિ ચીનુભાઈ દાંતણના ગુણગાન લખતા કહે છે કે….,

એક વાર ખાવ પણ ત્રણ વાર દાંતણ કરો, એનો છે બહુ મહિમા,
દાંતણ તો કેટલાય છે, હરાભરા આ જગમાં,
પણ આપણને તો ફાવે ટૂથપેસ્ટ, જુદા જુદા કલરમાં.

એક કહે કે કરો દાંતણ બાવળનુ, દરરોજ સવારની પહોરમાં,
થાય જડબાની કસરતને, દુખે ના કદી દાંત પેઢામાં,
પણ આપણને તો ફાવે ટૂથપેસ્ટ, જુદા જુદા કલરમાં.

એક કહે કરો દાંતણ કરંજનું, ઉઠી સવારના પહોરમાં,
ગમે તેવો રોગ મોઢાનો, જાય ઘડી પળમાં,
પણ આપણને તો ફાવે ટૂથપેસ્ટ, જુદા જુદા કલરમાં.

એક કહે કરો દાંતણ વડનું, પડે જ્યારે છાલા મોઢામાં,
માઉથ અલ્સરની રામબાણ દવા, થાય રાહત મોઢામાં,
પણ આપણને તો ફાવે ટૂથપેસ્ટ, જુદા જુદા કલરમાં.

એક કહે કરો દાંતણ બોરસલીનું, દાંત ઢીલા ન પડે પેઢામાં,
વજ્ર જેવા દાંત કરશે અને અખરોટ તોડશો મોઢામાં,
પણ આપણને તો ફાવે ટૂથપેસ્ટ, જુદા જુદા કલરમાં.

દાંતની જાણકારી વિષે આજનો આર્ટિકલ આપને પસંદ આવ્યો? આપ પણ આપના મંતવ્ય કમેન્ટ બોક્ષમાં જણાવી શકો છો. આવા જ અન્ય રસપ્રદ આર્ટિકલ વાંચવા માટે ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે જોડાયેલા રહેજો.

#Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *