વજન ઉતારવાનો પ્રયત્ન કરતા હોય તો ખાસ આ ૫ ભૂલો ક્યારેય ન કરતા..

આજકાલ જીમમાં જઈને બોડીને ફીટ રાખવાનો ટ્રેન્ડ છે. એમાં ઘણા લોકો સેલિબ્રિટીઓનું અનુકરણ પણ કરતા જોવા મળે છે. ફોટોસ મુકવાનું જેમ કે કોઈ પણ કસરતના સાધનો સાથેના એ બધું તો ઠીક ઘણા લોકો ઘણી મહેનત કરવા છતાં બોડીને ફીટ રાખી શકતા નથી. વજન ઉતારવા માટે ડાયેટિંગ કરવાથી અથવા સાવ જમવાનું બંધ કરી દેવાથી કોઈ ફાયદો ન થાય. વજન ઉતારવા માટે અમુક ખાસ વાત સૌપ્રથમ યાદ રાખવી જરૂરી છે.

ચાલો, આજના આર્ટીકલમાં જાણી લઈએ એવી અગત્યની વાત વિશે જે વજન ઉતારવાની પ્રક્રિયા સાથે બહુ સારી રીતે જોડાયેલી છે.

વધુ ચરબીયુક્ત ખોરાક ન લો

વજન ઉતારવાનું વિચારો ત્યારથી જ ચરબીયુક્ત ખોરાક ખાવાનું બંધ કરી દો. એટલે કે તમારૂ કામ જો બેસીને કરવાનું હોય તો ચરબી વધુ શરીરમાં જમા થતી રહેશે. જેને કારણે વજન વધારવાની શક્યતા વધુ રહે છે. અથવા અલ્પ માત્રામાં ચરબી યુક્ત ખોરાક લો સાથે કસરત કે યોગાથી શરીરને મેઈન્ટેન કરી શકાય છે.

ભૂખ લાગે ત્યારે જરૂર કરતા ઓછું ખાવું

ઝડપથી વજન ઉતારવા માટે સાવ જમવાનું બંધ કરી દેવું એવું ન કરવું જોઈએ. આવું કરવાથી તેનું વિપરીત અસર શરીર પર પડે છે. જયારે પણ ભૂખ લાગે ત્યારે જરૂર કરતા ઓછી માત્રમાં ખોરાક લેવો જોઈએ. સાથે ડાયેટમાં સેવમમરા જેવી આઇટેમનો ઉપયોગ કરવો જોઈએ. અથવા બાફેલા મગ, કોઈ ફળ વગેરે લઇ શકાય. બપોરની થાળીમાં ફૂલ પેટ જમી ન લેવું, રોટલીની માત્રા દરરોજ કરતા ઓછી લેવી જોઈએ. માત્ર આટલું ફોલો કરવાથી પણ વજન ઉતારવાની પ્રક્રિયામાં ફાયદો થાય છે.

પાણી યોગ્ય માત્રામાં લેવું

શરીર માટે પાણી બહુ જરૂરી છે. તો ખાસ શરીરને જરૂર છે એટલી માત્રામાં તો પાણી લેવું જ જોઈએ.

ફાસ્ટફૂડને વિરામ આપો

અમુક વ્યક્તિઓ વજન ઉતારવા માંગતા હોય છે ત્યારે વજન ઉતારવાની પ્રક્રિયા કઠીન બને છે. વજન ઉતારવા માટે ફાસ્ટફૂડને ઓછું કરતા-કરતા ટૂંક સમય માટે સાવ બંધ કરી દેવું જોઈએ. ચીઝ, પનીર અને બ્રેડના મિશ્રણને પાચન થતા વાર લાગે છે.

નિયમિત ફળ તેમજ લીલા શાકભાજી લો

ઓછું જમવું એ વજન ઉતારવા માટેનો ઓપ્શન નથી પરંતુ કાયદેસરનું ડાયેટ પ્લાનિંગ અને સેકંડ થિંગ કે કસરત કે યોગા વગેરેથી વજન કંટ્રોલ કરી શકાય છે.આ પ્રોસેસ વજનને જોઈતા મુજબનું અનુકુળ બનાવે છે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *