લીફ્ટમાં અરીસો શા માટે લગાડવામાં આવે છે? તો આ છે સાચું કારણ – સહેલું છે પણ સાચું છે…

ભાગદોડથી ભરેલ જિંદગીમાં આજકાલ માણસો પાસે સમયની બહુ તંગી જોવા મળે છે. સવારમાં ઘરેથી નીકળીએ અને ફરી પાછા આવીએ ત્યારે કહેવાય કે, ઘરે આવ્યા.!! શહેર દિવસે દિવસે વિકાસ કરી રહ્યા છે અને ખુબ ગીચતાથી ભરેલ વસ્તી વધી રહી છે.

એવામાં ગગનચુંબી ઇમારતો ઝડપથી વધી રહી છે. મલ્ટી ફ્લોર બિલ્ડીંગ અને ઉંચી ઇમારત બનવાથી શહેરોને નવી ડીઝાઇન મળી છે. જયારે કોઈ મોટી ઇમારતમાં જઇએ તો પહેલો જ પ્રશ્ન મનમાં ઉઠે શું લીફ્ટ ચાલે છે? અને લીફ્ટ વિના પાંચ-સાત માળને ચઢવા પણ મુશ્કેલ બને છે.  

જેટલી ભવ્ય બિલ્ડીંગ હોય છે તેના કરતા વધુ શાનદાર તેની લીફ્ટ હોય છે. વગર અવાજે મીનીટોમાં ઉંચા માળ સુધી પહોંચાડે છે. લીફ્ટનો દરવાજો જેવો ખુલે છે ત્યારે અંદર જગમગતું દ્રશ્ય જોવા મળે છે. અમુક લીફ્ટ તો આધુનિક સુવિધાથી ભરેલ હોય છે. જેમાં એક વસ્તુ ખાસ જોવા મળે છે.

સારી એવી બિલ્ડીંગની લીફ્ટમાં અંદર અરીસો લગાવવામાં આવ્યો હોય છે. બધામાંથી કોઈને જોવો તો કોઈ ચેહરો જોતાં હોય, તો કોઈ વાળ સરખા કરતા જોવા મળે છે. એ બધું તો ઠીક પણ શું તમે ક્યારેય વિચાર્યું કે લીફ્ટમાં અરીસો કેમ લગાડેલ હોય છે???

ભલે લીફ્ટનો ઉપયોગ મીનીટો માટે જ કરવાનો હોય તો અરીસો ન લગાડે તો શું ફેર પડે? આજ તમને કારણ બિલકુલ સમજાય જાય તેવી રીતે સમજાવવું છે તો અંત સુધી આર્ટિકલને વાંચજો.

લીફ્ટને ઉંચાઈ પર જવાનું હોય છે. નીચેથી ઉપર જતી વખતે અમુક વ્યક્તિને તકલીફ પડતી હોય છે. આજ વાતનું સોલ્યુસન બન્યો – “અરીસો“. પણ કઈ રીતે?? શું કામ?? વગેરે… તો લીફ્ટ બનાવતી કંપનીઓએ નોંધ્યું, કે ઉપર જતી વખતે તકલીફ અનુભવાય છે એ મનોવૈજ્ઞાનિક કારણ છે. એ કારણને દુર કરવા જ અરીસો લગાવવામાં આવે છે. જેથી વ્યક્તિ લીફ્ટમાં અંદર પ્રવેશ કરે કે તરત જ કોઈના કોઈ કામમાં વ્યસ્ત થઇ જાય છે. જેમ કે, ચહેરો જોવો, કપડાને વ્યવસ્થિત કરવા વગેરે અને વગેરે.

અરીસાની સામે નજર પડતા જ વ્યક્તિ કોઈને કોઈ એકટીવીટી કરવા લાગે છે. એટલે મનનો ડર અનુભવતો નથી. ત્યાં જ્યાં પહોંચવું હોય તે માળ આવી જાય.

છે ને પણ—-!!! એકદમ નાનું એવું કારણ પણ વ્યક્તિનો ડર દુર કરી નાખે છે. આમ પણ અરીસો વૈજ્ઞાનિકોની જબરદસ્ત ખોજ છે. જેમાં વ્યક્તિ હોય તેવો ચોખ્ખો દેખાય છે. અરીસા જેવી શુદ્ધ દુનિયામાં કોઈ વસ્તુ બની નથી.

“ફક્ત ગુજરાતી” ના પેઇઝને લાઇક કરો એટલે તમને પણ અવનવી માહિતી મળતી રહેશે. તો અત્યારે જ લાઇક કરો પેઇઝ “ફક્ત ગુજરાતી“ ને…

#Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *