શ્રીફળના સરળ અને સચોટ ઉપાય અજમાવી જુઓ એકવાર, થઈ જશો ચિંતામુક્ત

હિંદુ ધર્મ તથા હિંદુ સંસ્કૃતિમા શ્રીફળ ને સર્વશ્રેષ્ઠ સ્થાન આપવામાં આવ્યું છે. તમને જાણીને નવાઈ લાગશે પણ ખરેખર આ નારિયલ એવી વસ્તુ છે કે જેને સંસ્કૃત ભાષા મા શ્રીફળ તરીકે ઓળખવા મા આવે છે. કોઈપણ ધાર્મિક કાર્ય કરવાનું હોય તેમાં નાળિયેરનો ઉપયોગ થાય જ છે. અમુક લોકો તો શ્રીફળ ની ટેક પણ લેતા હોય છે અને પ્રભુ તેની મન ની તમામ મહત્વકાંક્ષાઓ પણ પૂર્ણ કરે છે. જો કે તેનું સેવન સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી છે. આજે નાળિયેરના આવા જ ચમત્કારી ઉપાયો વિેશે તમને જાણવા મળશે. આવો જાણીએ અમુક આવા જ શ્રીફળના સરળ અને સચોટ ઉપાયો.

image source

 સફળતા માટે

જો કોઈ કામ ઘણા પ્રયત્નો છતાં સફળ થતું ન હોય તો તમે એક લાલ કાપડ લઈ તેમાં એક નાળિયેર બાંધી અને નદીમાં પ્રવાહિત કરી દેવું.

image source

વેપારમાં લાભ માટે

વેપારમાં સતત ખોટ જતી હોય તો ગુરૂવારે એક નાળિયેર પીળા વસ્ત્રમાં લપેટીને એક જોડી જનોઈ અને મીઠાઈ સાથે વિષ્ણુ મંદિરમાં ચડાવી દેવું.

image source

કરજ ઉતારવા

સિંદૂરમાં ચમેલીનું ઉમેરી અને તેનાથી નાળિયેર પર સાથિયો બનાવો અને હનુમાનજીને ચડાવી દો. ત્યારપછી ત્યાં જ બેસીને ઋણમોચક સ્ત્રોતનો પાઠ કરવો.

image source

બીજો ઉપાય

શનિવારના દિવસે સવારે નિત્યકર્મથી પરવારી તમારી લંબાઈ જેટલો કાળા દોરા લઈ અને એક નારિયળ પર વીંટી દેવો. આ નાળિયેરની પૂજા કરવી અને પછી તેને નદીમાં પ્રવાહિત કરી દેવું.

image source

ધનપ્રાપ્તિ માટે

શુક્ર્વારે માતા લક્ષ્મીના મંદિરમાં એક નાળિયેર, ગુલાબ, કમલ, સવા મીટર ગુલાબી કાપડ અને ચમેલીનું તેલ ચડાવવું. ત્યારપછી માતાની આરતી કરવી અને શ્રી કનકધારા સ્ત્રોતનો જાપ કરવો. તુરંત આર્થિક સમસ્યાઓમાંથી છુટકારો મળશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment